અલી-બજરંગબલી વિવાદ અંગે CM યોગીએ ચૂંટણી પંચને કહ્યું હવે નહી બોલું

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલી બજરંગ બલી વિવાદ અંગે પોતાનો જવાબ ચૂંટણી પંચને સોંપી દીધો છે

અલી-બજરંગબલી વિવાદ અંગે CM યોગીએ ચૂંટણી પંચને કહ્યું હવે નહી બોલું

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલી-બજરંગ બલી વિવાદ અંગે પોતાનો જવાબ ચૂંટણી પંચને સોંપી દીધો છે. પોતાનાં જવાબમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, તેઓ ભવિષ્યમાં આવું નિવેદન નહી આફે. યુપી સીએમએ ચૂંટણી પંચને મોકલેલા જવાબમાં કહ્યું કે, તેઓ ભવિષ્યમાં આવા નિવેદન આપવાથી દુર રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 10 એપ્રીલે મેરઠમાં એક ચૂંટણી સભામાં કહ્યું કે, જો કોંગ્રેસ, બસપા અને સપાને અલી પર વિશ્વાસ છે તો તેમને બજરંગ બલી પર વિશ્વાસ છે. 

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૂંટણી પંચને કહ્યું કે, અલી બજરંગબલી વાળા નિવેદન પર તેમની મંશા ખોટી નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, પંચના વિરોધ અને નોટિસ બાદ તેઓ પંચને વિશ્વાસ અપાવે છે કે વભિષ્યમાં તેનું સંપુર્ણ ધ્યાન રાખશે. હવે ચૂંટણી પંચ નક્કી કરશે કે તેઓ યોગી આદિત્યનાથનાં જવાબથી સંતુષ્ટ નથી. 

— ANI UP (@ANINewsUP) April 9, 2019

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિવેદન પર ખુબ જ હોબાળો થયો હતો અને કોંગ્રેસ, સપા અને બસપાના તેમનાં આ નિવેદનની ટીકા થઇ હતી. ત્યાર બાદ ચૂંટણી પંચે નોટિસ મોકલીને તેમની પાસે જવાબ માંગ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તે પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મોદીની સેના નિવેદન મુદ્દે વિવાદમાં આવી ચુક્યા છે. 

માયાવતી-અખિલેશની રેલીથી ચાલુ થયો હતો વિવાદ
લોકસભા ચૂંટણી 2019માં અલી- બજરંગબલી વિવાદની એન્ટ્રી મેરઠમાં 10 એપ્રીલથી જરૂર થઇ, પરંતુ આ વિવાદનું બેકગ્રાઉન્ડ યુપીનાં દેવબંધમાં 7 એપ્રીલે માયાવતી-અખિલેશ અને અજિત સિંહની રેલીમાં જોડાયા છે. આ રેલીમાં બસપા સુપ્રીમો માયાવતીએ મુસ્લિમ મતદાતાઓને ચેતવણી આપતા કહ્યું કે, તોઇ પણ સ્થિતીમાં તમારા મત વહેંચાવા ન દેતા. માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસ આ સ્થિતીમાં નથી કે ભાજપને પડકારી શકે, જ્યારે ભાજપને જોરદાર ટક્કર દેવાની સ્થિતીમાં છે, મુસલમાનોએ પોતાનાં મત વહેંચાવા ન દેવા જોઇએ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news