મુસ્લિમ બહુમતીવાળી આ સીટ પર એકમાત્ર હિન્દુ ઉમેદવાર જંગી લીડથી આગળ, 31 વર્ષ બાદ ખીલશે કમળ
મુરાદાબાદની કુંદરકી સીટ સહિત કુલ 9 સીટો માટે મતદાન થયું હતું. આજે આ તમામ 9 બેઠકોના પરિણામનો દિવસ છે. જે પ્રકારે ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે તે જોતા સમાજવાદી પાર્ટીનો મજબૂત ગઢ ગણાતા કુંદરકીમાં ભારે ઉલટફેર જોવા મળી રહ્યો છે. આ સીટ પર વર્ષ 2002થી સપાનો કબજો છે. જ્યાં હાલ ભાજપ ઉમેદવાર આગળ છે.
Trending Photos
ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી બાદ ખાલી પડેલી વિધાનસભા સીટો પર 20 નવેમ્બરના રોજ પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં મુરાદાબાદની કુંદરકી સીટ સહિત કુલ 9 સીટો માટે મતદાન થયું હતું. આજે આ તમામ 9 બેઠકોના પરિણામનો દિવસ છે. જે પ્રકારે ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે તે જોતા સમાજવાદી પાર્ટીનો મજબૂત ગઢ ગણાતા કુંદરકીમાં ભારે ઉલટફેર જોવા મળી રહ્યો છે. આ સીટ પર વર્ષ 2002થી સપાનો કબજો છે.
યુપીની 9 સીટ પર કોણ ક્યાં આગળ
યુપીની જે 9 સીટો માટે મતદાન થયું હતું તેમાં હાલ જે ટ્રેન્ડ જોઈએ તો ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ મીરાપુરમાં આરએલડી ઉમેદવાર મીથિલેશ પાલ, કુંદરકીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રામવીર સિંહ, ગાઝિયાબાદમાં બીજેપીના સંજીવ શર્મા, ખૈરમાં બીજેપીના સુરેન્દર દિલેર, કરહલમાં સપાના તેજ પ્રતાપ સિંહ, સિશામહુમાં સપાના નસીમ સોલંકી, ફૂલપુરમાં ભાજપના દિપક પટેલ, કટહારીમાં સપાના શોભાવતી વર્મા, મઝવામાં ભાજપના ઉમેદવાર આગળ છે. આમ 9માંથી કુલ 6 બેઠક પર ભાજપના ઉમેદવાર, 2 પર સપાના અને એક સીટ પર આરએલડી ઉમેદવાર આગળ છે.
(ચૂંટણી પંચ ઓફિશિયલ વેબસાઈટ)
કુંદરકી સીટ પર ભાજપ ઉમેદવાર
મુસ્લિમ બહુમતીવાળી કુંદરકી સીટ પરથી સમાજવાદી પાર્ટીએ હાજી મોહમ્મદ રિઝવાનને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે આ વખતે ભાજપે રામવીર સિંહને મેદાનમાં ઉતાર્યાં હતા.કુંદરકી સીટ અત્યાર સુધી સપાના કબજામાં હતી. કુંદરકી વિધાનસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં બુધવારે આરોપ-પ્રત્યારોપ વચ્ચે સાંજે 5 વાગ્યા સુધી 57.18 ટકા મતદાન થયું હતું. હાલ ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ કુંદરકી સીટ પર ભાજપના રામવીર સિંહ 74568 મતની જંગી લીડથી આગળ છે. તેમને અત્યાર સુધીમાં 82503 મત મળ્યા છે. જ્યારે સપાના મોહમ્મદ રિઝવાનને 7935 મત મળ્યા છે.
મુસ્લિમ બહુમતીવાળી કુંદરકી સીટ
અત્રે જણાવવાનું કે કુંદરકીમાં ભાજપે એકવાર ફરીથી મુસ્લિમોના નીકટ ગણાતા ઠાકુર રામવીર સિંહ પર દાંવ ખેલ્યો જે સફળ પણ જોવા મળી રહ્યો છે. ભાજપને આશા હતી કે આ વખતે અહીં 1993 બાદ એકવાર ફરીથી કમળ ખીલશે. કુંદરકી સીટ પર 60 ટકાથી વધુ મુસ્લિમ મતદારો છે. મુસ્લિમ આબાદી અહીં એક્સ ફેક્ટરનું કામ કરે છે. અને મતદારોની જીત હારમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે