Uttarkashi Tunnel Rescue: મજૂરોની એકદમ નજીક પહોંચ્યા બચાવકર્મી, ગમે તે ક્ષણે બહાર આવી શકે છે શ્રમિકો

ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે.  800 મિમી વ્યાસનો પાઈપ પણ નાખવામાં આવી ચૂક્યો છે. એનડીઆરએફની ટીમ પાઈપ દ્વારા મજૂરો સુધી પહોંચી ગઈ છે. આ ટીમ મજૂરોને પાઈપ દ્વારા બહાર કાઢવામાં મદદ કરશે.

Uttarkashi Tunnel Rescue: મજૂરોની એકદમ નજીક પહોંચ્યા બચાવકર્મી, ગમે તે ક્ષણે બહાર આવી શકે છે શ્રમિકો

ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. સુરંગમાં ખોદકામ પૂરું થવાના આરે છે. 800 મિમી વ્યાસનો પાઈપ પણ નાખવામાં આવી ચૂક્યો છે. બચાવકર્મીઓ મજૂરોની એકદમ નજીક પહોંચી ગયા છે. આ ટીમ મજૂરોને પાઈપ દ્વારા બહાર કાઢવામાં મદદ કરશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મજૂરોને જલદી બહાર કાઢવામાં આવી શકે છે. રેસ્ક્યૂ ટીમોએ મજૂરોના પરિજનોને તેમના કપડાં અને બેગ તૈયાર રાખવા જણાવ્યું છે. મજૂરોને  બહાર કાઢ્યા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવાશે. 

— ANI (@ANI) November 28, 2023

ટનલની અંદર NDRF ટીમ
સિલક્યારા ટનલની અંદર એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. રેસ્ક્યૂ ઓપરેશન અંતિમ તબક્કામાં છે. રેસ્ક્યૂ સાઈટ પર સીએમ પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી વી કે સિંહ હાજર છે. અત્રે જણાવવાનું કે કોઈ પણ સમયે ઔપચારિક રીતે રેસ્ક્યૂ સંબંધિત જાહેરાત થઈ શકે છે. અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા જ એક વધુ પાઈપને ટનલની અંદર પુશ કરાયો હતો. 

— ANI (@ANI) November 28, 2023

બહાર આવતા જ ઢાંકી દેવાશે ચહેરો
17 દિવસની કોશિશ બાદ હવે એ ખુશીનો દિવસ આવી ગયો છે. 41 મજૂરો ટનલમાંથી બહાર આવી જશે.  બહાર આવતાની સાથે જ તેમના વાઈટલ પેરામીટર્સની તપાસ કરાશે. તમામ મજૂરોના બીપી, હાર્ટબીટ, શુગરના સ્તરને ચેક કરાશે. ક્યાંક કોઈ મજૂરને હાઈપર ટેન્શન તો નથી તે ચેક કરાશે. જ્યારે આપણી આંખને થોડો સમય બંધ કરીને અજવાળામાં જઈએ તો કઈ સ્પષ્ટ દેખાતું નથી. થોડીવાર બાદ આંખની કીકી રોશની સાથે સામંજસ્ય બેસાડી શકે છે અને ત્યારબાદ ચીજો સ્પષ્ટ દેખાય છે. હવે આ મજૂરો છેલ્લા 17 દિવસથી ટનલમાં ફસાયેલા છે. જ્યાં પૂરતી રોશની નથી. આવામાં જ્યારે તેમને જો ઢાંકેલા ન હોય અને એમ જ બહાર લાવવામાં આવે તો તેમની આંખો ચકાચોંધથી અંજાઈ જશે. તેઓ કશું જોઈ શકશે નહીં. આવી સ્થિતિમાં ધીરે ધીરે તેમની આંખોને કુદરતી પ્રકાશ સાથે સામંજસ્ય બેસાડવાની કોશિશ કરાશે. 

— ANI (@ANI) November 28, 2023

શું મજૂરોને થઈ શકે મનોવૈજ્ઞાનિક સમસ્યા
મનોચિકિત્સક કહે છે કે હા. આટલા દિવસો સુધી ટનલમાં ફસાયેલા હોવાના કારણે જ્યાં જીવવાની શક્યતા નહિવત જેવી થઈ જાય. હર પળ મોતનું જોખમ સતાવે તો તણાવનું સ્તર વધી જાય છે. આ રીતે મજૂરો ગંભીર ડિપ્રિશનનો પણ ભોગ બની શકે છે. જેને પેનિક એન્ઝાઈટી ડિસઓર્ડર કહે છે. ત્યારબાદ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરની પણ સમસ્યા  થાય છે. જેની અસર લાંબા સમય સુધી રહે છે. 

— ANI (@ANI) November 28, 2023

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news