મારે બાળક જોઈએ છે, મારા પતિને જામીન આપો, મહિલાની અરજી પર હાઈકોર્ટનો મોટો નિર્ણય

MP High Court News: એક મહિલાએ તેના પતિના જામીન માટે MP હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં કારણ રજૂ કર્યું છે કે મારે બાળકો જોઈએ છે તો મારા પતિને ઘરે મોકલો. કોર્ટે આ મામલામાં મેડિકલ બોર્ડની રચના કરી છે.

મારે બાળક જોઈએ છે, મારા પતિને જામીન આપો, મહિલાની અરજી પર હાઈકોર્ટનો મોટો નિર્ણય

ભોપાલઃ મધ્યપ્રદેશના જબલપુર સ્થિત હાઈકોર્ટમાં એક વિચિત્ર મામલો પહોંચ્યો છે. જ્યાં એક મહિલાએ પોતાના પતિને સંતાન પ્રાપ્તિની ખુશી મેળવવા માટે જામીન માટે અરજી કરી છે. હાઈકોર્ટના જસ્ટિસ વિવેક અગ્રવાલે મહિલાના સ્વાસ્થ્યની તપાસ માટે પાંચ ડૉક્ટરોની ટીમ બનાવવાના નિર્દેશ આપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાનો પતિ એક કેસમાં જેલમાં છે અને મહિલા તેના પતિની મુક્તિ ઈચ્છે છે.

મહિલાએ તેના પતિના જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ સાથે રાજસ્થાન હાઈકોર્ટનો એક આદેશ પણ જોડવામાં આવ્યો છે, જેના દ્વારા તેણે દાવો કર્યો છે કે બાળક હોવું તેનો મૂળભૂત અધિકાર છે. મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ વિવેક અગ્રવાલે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મેડિકલ કોલેજના ડીનને પાંચ ડૉક્ટરોની ટીમ બનાવવા અને મહિલાની તપાસ કરવા કહ્યું છે. મેડિકલ ટીમ શોધી કાઢશે કે તે ગર્ભ ધારણ કરવા યોગ્ય છે કે નહીં.

તબીબોની આ ટીમમાં ત્રણ ગાયનેકોલોજિસ્ટ, એક મનોચિકિત્સક અને એક એન્ડોક્રિનોલોજિસ્ટ સામેલ હશે. આ કેસની આગામી સુનાવણી 22 નવેમ્બરે થશે. કેસના વકીલે કહ્યું કે મહિલાનો પતિ એક અપરાધિક કેસમાં જેલમાં છે. મહિલાએ સંતાનપ્રાપ્તિની ઉંમર વટાવી છે. તે કૃત્રિમ અથવા કુદરતી રીતે ગર્ભ ધારણ કરી શકતી નથી. આ પછી જ કોર્ટે મેડિકલ ટીમની રચના કરી હતી. મેડિકલ ટીમના રિપોર્ટના આધારે 22 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. મેડિકલ ટીમ મહિલાની તપાસ કર્યાના 15 દિવસ બાદ રિપોર્ટ આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news