દેશના અર્થતંત્રને ખોખલું કરવાનું ષડયંત્ર ઝડપાયું, જાણો કેવી રીતે તૈયાર કરાતી હતી ડુપ્લીકેટ નોટ?
કોરોના પહેલા તે પોતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જોકે ત્યારબાદ તેને નોકરી મળી નહોતી અને બેકારીનું જીવન ગુજારતો હતો. આ વચ્ચે તેને પોતાના જ ઘરે પ્રિન્ટિંગ મશીનની મદદથી ડુબલીકેટ ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હતું.
Trending Photos
ચેતન પટેલ/સુરત: દેશના અર્થતંત્રને ખોખલું કરવાના ઇદારે ડુબલીકેટ નોટ ઘુસાડવાનું એક મસ્ત મોટું રેકેટને સારોલી પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે ઝારખંડના પાસેથી રૂપિયા 2.79 લાખની ડુબલીકેટ ચલણી નોટ કબજે કરી છે આ ચલણી નોટ તે પોતાના ઘરે જ પ્રિન્ટિંગ મશીનની મદદથી તૈયાર કરતો હતો અને બાદમાં માર્કેટમાં જઈ પોતાની ડુબલીકેટ નોટ વટાવતો હોવાનું બહાર આવ્યું હતું.
બાતમીના આધારે પોલીસે મોટો કાંડ શોધ્યો
સુરત સારોલી પોલીસ વહેલી સવારે પેટ્રોલીગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે સારોલી ચેક પોસ્ટ પાસે એક શખ્સ કાળી બેગ સાથે શંકાસ્પદ હાલતમાં પગપાળા જઇ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી અને ત્યારબાદ આ બેગની ચકાસણી હાથ ધરતા તેમાં ડુબલીકેટ નોટ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ શખ્સ પાસેથી રૂપિયા 200 અને 500 ના દંડની ડુબ્લીકેટ નોટો મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતા તેને ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી પોલીસે તેની પાસેથી રૂપિયા 2.79 લાખની ડુબલીકેટ નોટ કબજે કરી હતી પોલીસ પૂછપરછમાં તેને પોતાનું નામ રામલુસ જોસેફ જણાવ્યું હતું. પોતે મૂળ ઝારખંડ નો રહેવાસી છે.
નોકરી ન મળતા બેકારીનું જીવન ગુજારતો
કોરોના પહેલા તે પોતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જોકે ત્યારબાદ તેને નોકરી મળી નહોતી અને બેકારીનું જીવન ગુજારતો હતો. આ વચ્ચે તેને પોતાના જ ઘરે પ્રિન્ટિંગ મશીનની મદદથી ડુબલીકેટ ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. શરૂઆતના સમયે ઘર નજીક 100ની નોટ વટાવવાનો શરૂ કર્યું હતું. જેમાં તેને સફળતા મળી હતી ત્યારબાદ તેને એક સાથે રૂપિયા 200 અને 500 ની નોટો છાપી હતી અને બાદમાં સુરત કપડા માર્કેટ ખાતે આ નોટો વટાવવા માટે તે આવી રહ્યો હતો. જોકે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો. હાલ તો સમગ્ર મામલે સારોલી પોલીસે રામલુસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે