ઐશ્વર્ય જેવી સુંદરતા જોઇતી હોય તો લગાવો આ ફેસપેક, ત્વચાને રાખશે સુંદર અને યુવાન

Karela Skin Benefits: કારેલા એક ખૂબ જ ફાયદાકારક શાક છે પરંતુ શું તમે જાણો છો કે તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી ત્વચામાં ચમક આવે છે, પરંતુ તેને લગાવવાથી ત્વચાને સુંદર અને યુવાન રાખી શકાય છે.

ઐશ્વર્ય જેવી સુંદરતા જોઇતી હોય તો લગાવો આ ફેસપેક, ત્વચાને રાખશે સુંદર અને યુવાન

Karela Skin Benefits: કારેલા ખાવામાં કડવું લાગે છે, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા વિટામિન સી, પોટેશિયમ, કેલ્શિયમ, બીટા કેરોટીન, આયર્ન, આ તમામ પોષક તત્વો આપણને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી સુરક્ષિત રાખે છે, પરંતુ શું તમે ક્યારેય તેના બ્યૂટિ બેનિફિટ્સ અંગે સાંભળ્યું છે?

જો નથી સાંભળ્યું તો અમે તમને જણાવી દઈએ કે તમે કારેલાનો ઉપયોગ ફેસ પેક તરીકે પણ કરી શકો છો. જે ચહેરાની કુદરતી ચમક વધારે છે સાથે જ પિમ્પલ્સની સમસ્યાથી પણ બચાવે છે. સૌથી સારી વાત એ છે કે તેનાથી બનેલા ફેસ પેકથી તમે એજીંગ પણ ધીમુ કરી શકો છો. તો, વધુ વિલંબ કર્યા વગર, ચાલો આ ફેસ પેક બનાવવાની અને લાગુ કરવાની પદ્ધતિ ઝડપથી જાણીએ.

કારેલા એલોવેરા હની ફેસ પેક
સામગ્રી- 1/2 કારેલાની પેસ્ટ, 1 ચમચી એલોવેરા જેલ, 1 ચમચી મધ
વિધિ
બાઉલમાં ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો.
તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો.
તેને અઠવાડિયામાં એકવાર લગાવો, થોડા દિવસોમાં જ ફરક દેખાશે.

કાકડી-કારેલા ફેસ પેક
સામગ્રી - 1/2 કારેલા (બીજ કાઢી નાખેલા), 1/2 કાકડી (ઝીણી સમારેલી)
વિધિ
કારેલા અને કાકડીને મિક્સરમાં બ્લેન્ડ કરો.
આ મિશ્રણને ચહેરા અને ગળા પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો.

કારેલા- લીમડાનો ફેસ પેક
સામગ્રી- 1 નાનુ કારેલુ, 1/2 ટીસ્પૂન હળદર પાવડર, થોડા લીમડાના પાન
વિધિ
લીમડો-કરેલાને મિક્સરમાં પીસી લો
તેમાં હળદર મિક્સ કરીને ચહેરા અને ગળાના પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો.
અઠવાડિયામાં એકવાર લગાવો, તમને પિમ્પલ્સથી છુટકારો મળશે.

દહીં- કારેલાનો ફેસ માસ્ક
સામગ્રી- 1 ચમચી કારેલાનો રસ, 1 ચમચી દહીં, 1 ઈંડાની જરદી
વિધિ
- તેને ચહેરા અને ગરદન પર લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો.
તેને અઠવાડિયામાં બે વાર લગાવો, થોડા જ દિવસોમાં ત્વચામાં ચમક આવવા લાગશે.

કારેલા-દહીં-ઇંડાનો ફેસ પેક
સામગ્રી- 1 ચમચી કારેલાનો રસ, 1 ચમચી દહીં, 1/2 ઈંડું
વિધિ
દહીં, કારેલાનો રસ અને ઈંડું મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
તેને ચહેરા અને ગરદન પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રાખો.
ત્યાર બાદ હળવા હાથે સ્ક્રબ કરીને ઠંડા પાણીથી ધોઈ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news