છોકરીઓની આ 5 વાતો છોકરાઓને બિલકુલ પસંદ નથી, સંબંધોમાં બનાવી લે છે અંતર

છોકરીઓમાં મોટાભાગે જોવા મળે ચેહ કે તેમને છોકરાઓની ઘણી બધી આદતો પસંદ હોતી નથી અને તેમને જે રસ્તો પસંદ હોતો નથી, તેનાથી તે દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ તમને એ જાણીને આશ્વર્ય થશે કે છોકરાઓ પણ આ મામલે ઓછા નથી. તેમને પણ છોકરીઓની કેટલીક આદતો બિલકુલ પસંદ હોતી નથી.

Updated By: Dec 17, 2019, 02:53 PM IST
છોકરીઓની આ 5 વાતો છોકરાઓને બિલકુલ પસંદ નથી, સંબંધોમાં બનાવી લે છે અંતર

નવી દિલ્હી: છોકરીઓમાં મોટાભાગે જોવા મળે ચેહ કે તેમને છોકરાઓની ઘણી બધી આદતો પસંદ હોતી નથી અને તેમને જે રસ્તો પસંદ હોતો નથી, તેનાથી તે દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ તમને એ જાણીને આશ્વર્ય થશે કે છોકરાઓ પણ આ મામલે ઓછા નથી. તેમને પણ છોકરીઓની કેટલીક આદતો બિલકુલ પસંદ હોતી નથી. અને એવી છોકરીઓથી તે દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. આવો જાણીએ છોકરીઓની તે આદોતો વિશે જે છોકરાઓને પસંદ નથી અને દૂર ભાગે છે. 

એટીટ્યૂડમાં રહેવું
કારણ વિના રૌફ મારવો અથવા નખરા બતાવનાર છોકરીઓ છોકરાઓને બિલકુલ પસંદ હોતી નથી. એવી સ્માર્ટ છોકરીઓથી હંમેશા દૂર રહે છે. 

દેખાડો કરનાર છોકરીઓ
છોકરાઓ આવી છોકરીઓને બિલકુલ પણ પસંદ નથી કરતા, જે તેમને વારંવાર પોતાના પૈસા, નામ-ઇજ્જત, મોટા પરિવારની હોવાનો અહેસાસ કરાવે છે. કેટલીક છોકરીઓ તો એવી હોય છે જે આ મામલે પોતાના સંબંધીઓને પણ છોડતી નથી, જેમ કે મારા મામા અમેરિકામાં રહે છે, મારા કઝિનનો યૂરોપમાં મોટો બિઝનેસ છે. તે મોટાભાગે પોતે નામચીન હોવાનો પ્રચાર-પ્રસાર કરે છે. 

ચાડીખોર
આમ તો છોકરીઓના મનમાં કોઇ વાત મોડે સુધી રહી શકતી નથી. પરંતુ કેટલીક છોકરીઓ એવી હોય છે જે નાનામાં નાની વાતને આમ તેમ કરે છે. એવી ચાડીખોર છોકરીઓથી છોકરાઓ દૂર કરવાનું પસંદ કરે છે કારણ કે ના તો વાતનું વતેસર કરવા માંગે છે અને ના તો તે કોઇ વાતને વધારીને કહેવાનું પસંદ કરે છે. 

દર વખતે રડતા રહેવું
કેટલીક છોકરીઓ એવી હોય છે જે ગમે ત્યારે પોતાનું રડવાનું શરૂ કરી દે છે. તેમને ખુશી હોય કે ગમ, બસ રડવાની તક જોઇએ. આ પ્રકારની સંવેદનશીલ, જરૂરિયાત કરતાં વધુ ભાવુક છોકરીઓને નજરઅંદાજ કરે છે. 

કેવી લાગી રહી છું હું...?
છોકરીઓ પોતાને સારી રીતે ઓળખે છે કે તે કેવી લાગે છે, તેમછતાં કેટલીક છોકરીઓની પૂછતા રહેવાની આદત હોય છે કે હું કેવી લાગુ છું...? અને તેમની આ વાતથી પરેશાન થઇને છોકરાઓ અંતર બનાવી લે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube