ફેશન શોમાં મોડલ્સ હસતી-બોલતી કેમ નથી, તેના હાવભાવ કેમ ગાયબ હોય છે! કારણ જાણશો તો નહિ કરો આ સવાલ

Fashion Show Secret : ફેશન શો દરમિયાન મોડલ્સ હંમેશા કેમ Expressionless વગરની હોય છે, આ છે તેનુ કારણ

ફેશન શોમાં મોડલ્સ હસતી-બોલતી કેમ નથી, તેના હાવભાવ કેમ ગાયબ હોય છે! કારણ જાણશો તો નહિ કરો આ સવાલ

અમદાવાદ :તમે હંમેશા જોયુ હશે કે જ્યારે પણ મોડલ્સ ફેશન શોમાં રેમ્પવોક કરે છે, તો તે હસતી નથી. જોતા એવુ લાગે છે કે, તે આટલી સુંદર અને પરફેક્ટ લૂકમાં હોવા છતા પણ કેમ ખુશ નથી. બ્રાન્ડ જેટલી મોટી, મોડલ્સ તેટલી જ હાવભાવ વગરની હોય છે. દરેક ફેશન શોમાં તમે આ વાતને જરૂર નોટિસ કરી હશે. તેનુ કારણ અમે જાણી લીધું છે.

જો તમે ક્યારેય ફેશન શોનો વીડિયો કે તસવીરો જોઈ હશે તો તમે ખાસ નોટિસ કર્યુ હશે. સુંદર કપડા પહેરેલ મોડલ રેમ્પ પર વોક કરાવ આવે તો જરા પણ હસતી નથી. આથી લોકો અનુમાન લગાવે છે કે, શુ તે પોતાના કામથી ખુશ નથી. તેથી તે ક્યારેય હસતી નહિ હોય. જોકે આ બધી માત્ર અફવા છે. તેના પાછળ અનેક કારણ છે. તેને ઉદાસીભર્યો ચહેરો મજબૂરીમાં બનાવવો પડે છે. હકીકતમાં, ફેશન શોના નિયમ મુજબ તેઓને ભાવવિહીન રહેવુ પડે છે. મોડલ્સનો હેતુ વોક કરતા સમયે જે કપડા કે એસેસરીઝ પહેરી છે, તેને સારી રીતે પ્રદર્શિત કરવાનુ હોય છે. તેમની સ્માઈલ કે કોઈ પણ ભાવથી જોનારાનુ ધ્યાન ભટકાઈ શકે છે. 

ગંભીર ચહેરો કોન્ફિડન્સ બતાવે છે
સ્માઈલ ન આપવી એ પણ દર્શાવે છે કે, માણસ પોતાના ઈમોશન્સને પોતાના પર હાવિ થવા દેતો નથી. તે બતાવે છે કે, તેની પાસે વધુ જ્ઞાન પણ છે. સ્ટોરીપિક વેબસાઈટના જણાવ્યા અનુસાર, ન હસવાની પાછળ એક કારણ એ પણ છએ કે, મોડલ્સ હંમેશા નવા ટ્રેન્ડને રજૂ કરે છે. એટલે કે તેઓ એવા કપડા પહેરે છે, જે માર્કેટમાં નથી. આવામાં તેમને ગંભીર ચહેરો એટલા માટે બનાવવો પડે છે કે, જેનાથી તેઓ પોતાની અંદરનો કોન્ફિડન્સ બનાવી શકે. જો તે નહિ હસે તો આજુબાજુમાં કોઈ પણ નહિ હસે, અને કપડા પર ફોકસ રહેશે. 

રાજા-રાણીઓ અને અમીર લોકો પણ પોતાના પોટ્રેઈટ બનાવતા સમયે હસતા નથી. તે તેમના પાવરનુ પ્રતિક હોય છે. અભિમાનના ભાવને શાનોશૌકત સાથે જોડવામાં આવે છે.  

હવે હસવા ન પાછળનો હેતુ પણ જાણીએ. સ્માઈલ ન આપવા પાછળનુ કારણ છે કે, હસમુખો ચહેરો બનાવવાથી ઓડિયન્સનું ધ્યાન કપડા અને એસેસરીઝ પરથી હટી જાય છે. પરંતુ મોડલ્સનુ મુખ્ય કામ એ છે કે, તે કપડા બતાવે. આવામાં જો તે જરા પણ સ્માઈલ આપે તો લોકોનુ સીધુ ધ્યાન તેની સ્માઈલ પર જશે. 

રેમ્પ પર મોડલનો લુક એક્સપરિમેન્ટલ હોય છે. અનેકવાર તે અજીબોગરીબ કપડા સાથે રેમ્પ પર ઉતરે છે. આવામાં તે સુંદર લાગે તે જરૂરી છે. તે હાસ્યાસ્પદ ન બને તે પણ જરૂરી છે. ભાવહીન ચહેરાથી તેની આત્મસ્વીકૃતિ ઝળકાય છે. માનો કે તે કોઈ પણ ચીજને ફેશનેબલ બનાવી શકે છે. 

હસતો ચહેરો દેખાય તો માણસ તેની સાથે વાત કરવામાં રસ દાખવી શકે છે, અથવા તો તમને વાત કરવા યોગ્ય સમજે છે. મોડલ્સનો ભાવહીન અવતાર બતાવે છે કે, તે બાકી લોકોથી અલગ છે. તેથી તેમાં રસ ન બતાવી શકે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news