Bad Habits: આ 10 ખરાબ ટેવો રહસ્યમય રીતે તમને લઈ જઈ રહી છે મૃત્યુ તરફ! જલ્દી છોડો આ ટેવો

નવી દિલ્લીઃ કોરોના કાળમાં લોકો સ્વાસ્થ્ય રહેવા માટે અનેક પ્રયાસો કરતા હોય છે. જો કે આ જીવલેણ મહામારી દરમિયાન પણ કેટલાક લોકો પોતાની ખરાબ આદતને છોડી શકતા નથી. જેને કારણે તેમને ગંભીર પરિણામો ભોગવવા પડે છે. ખરાબ આદતોથી સ્વાસ્થ્ય માટે પર ગંભીર અસર થાય છે. વિશેષજ્ઞોએ કહ્યું કે જો આ આદતો પર કાબૂ મેળવવામાં ન આવે તો મૃત્યુનું જોખમ વધી જાય છે. અમે તમને જણાવીશું કે કેવી આદતો શરીર પર ખરાબ અસર કરે છે.

 

 

1/10
image

હૃદયને લગતી બીમારીઓ અને કેંસરથી 30 ટકા મોત માટે ધૂમ્રપાન (Smoking) જવાબદાર છે. એટલું જ નહીં, 80-90 ટકા લોકોને ધૂમ્રપાનને કારણે ફેફસાનું કેંસર થાય છે. સિગરેટ અથવા બીજી ફૂંકવાથી, ગળાનું અથવા બ્લેડરનું કેંસર પણ થઈ શકે છે. ધૂમ્રપાનને છોડતા તેના લાભ તમને તમારા શરીરમાં અનુભવવા લાગશે. કારણ કે ધૂમ્રપાન છોડવાની સાથે જ ફેફસા અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ પોતાની રીતે રિકવર થવા લાગે છે. માટે સમય રહેતા વ્યક્તિએ ધૂમ્રપાન છોડી દેવું જોઈએ.

2/10
image

ઓછી અથવા અપર્યાપ્ત ઉંઘ લેવાથી તમારી એકાગ્રતા નબળી પડે છે. વ્યવહારમાં પણ ચીડીયાપણું આવે છે. ડિપ્રેશનની સમસ્યા પણ વધી જાય છે. સ્ટ્રેસ હોર્મોનમાં વૃદ્ધિ હોવાથી વજન પણ વધી શકે છે. ઓછી ઉંઘ લેવાથી સ્કિન અને ઈમ્યુન પર ખરાબ અસર પડે છે. તેમજ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે.

3/10
image

કોવિડ-19 વેક્સીન લેવી પણ લોકો માટે હવે જરૂરી થઈ ગઈ છે. જો તમે યોગ્ય હોવા છતાં તેને લેવાથી બચી રહ્યાં છો તો ભવિષ્યમાં તમને કોરોનાથી નુકસાન થઈ શકે છે. આલ્ફા, ડેલ્ટા જેવા જિવલેણ વેરિયંટ સક્રિય હોવાથી કોરોના વેક્સીન લેવી ખુબ જરૂરી થઈ ગઈ છે.

4/10
image

જો તમારા ડૉક્ટરે તમને કોઈ ખાસ ડાયટ ફોલો કરવાની સલાહ આપે છે તો તેને નજરઅંદાજ ન કરતા. જેમ દિલની બીમારીથી બચવા માટે ડૉક્ટર ઓછું મીઠુ(Salt) ખાવા સલાહ આપે છે. જો આ સલાહ બાદ પણ તમે તમારા ભોજનમાં વધુ નમકનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.

5/10
image

પેઈન કિલર્સ એટલે કે દુખાવામાં રાહત દેનારી દવાઓનો પણ બહું ઓછો ઉપયોગ કરવો જોઈએ. આ દવાનો વધુ સમય માટે ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પેન કિલર્સ સતત લેવાથી અલ્સર, ગેસ્ટ્રોઈંટસટાઈનલથી લોહી નીકળવું, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકની સમસ્યા વધારી શકે છે. આ માટે આ દવાઓની આદત પર કાબૂ રાખવો જોઈએ.  

6/10
image

વિશેષજ્ઞો કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના દાંતનું ધ્યાન સારી રીતે રાખવું જોઈએ. જો તમે તમારા દાંતનું ધ્યાન નહીં રાખો તો આજ દાંત તમારી ખુબસુરતીને ગ્રહણ લગાડી શકે છે. સાથે જ મોંઢામાં દુર્ગંધ અને જડબામાં દુખાવાનું કારણ બની શકે છે.  

7/10
image

વિશેષજ્ઞો રાત્રીના ડિનરમાં વધુ ભોજન આરોગ્વા પર સાવચેત કરે છે. યેલ સ્કુલ ઓફ મેડિસિનના પ્રોફેસર જોન મોર્ટન કહે છે કે આપણે ડિનરમાં હંમેશા ઓછું ખાવું જોઈએ. જ્યારે બ્રેકફાસ્ટ અને લંચ હંમેશા હેવી રહેવું જોઈએ. રાત્રીના ભોજન લેવાથી શરીરને વધુ કેલરીઝ મળે છે, જેથી શરીર માટે તેને પચાવવું સરળ નથી રહેતું. મોટા ભાગે લોકો તેનું ઉલટું કરે છે.

8/10
image

કેટલાક લોકોને સવારે નાસ્તો (Breakfast) કરવાની આદત નથી હોતી. પરંતુ શું તમે જાણો છો કે સવારનો નાસ્તો ન ખાવાથી તમારા સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે? આવું સતત થવાથી તમારો સામાન્ય વજન, હોર્મોનલ હેલ્થ, મેમરી, હ્યુમર અને મુડ પર ખરાબ અસર પડે છે. સવારે નાસ્તો ન કરવાથી મેટાબોલિઝ્મ સુસ્ત થાય છે, જે માણસના વજન વધવાનું કારણ બની શકે છે.

9/10
image

ફિટનેસ ટ્રેનિંગ સર્ટિફાઈડ અને ફ્લુડ રનિંગની સંસ્થાપક કૉનરૉયડ કહે છે કે વધુ ગરમ તાપમાનમાં કસરત કરવાથી હીટસ્ટ્રોકની સમસ્યા ઉભી થાય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે જ્યારે આપણા શરીરનું તાપમાન વધે છે ત્યારે સ્કિનમાં વધુ રક્ત સર્ક્યુલેટ થવા લાગે છે. જેને કારણે સ્નાયુને પર્યાપ્ત રક્ત નથી મળી શક્તું. આ કારણે વ્યક્તિના હૃદયના ધબકારા વધી જાય છે. આવું સતત થવા પર હિટસ્ટોકની સમસ્યા વધી જાય છે.

10/10
image

ડૉક્ટર કહે છે કે સૂર્યના સતત સંપર્કમાં રહેવાથી મેલાનોમા જેવા સ્કિન કેંસરનો ખતરો વધી જાય છે. ખાસ કરીને ગોરી (Glowing) સ્કિન ધરાવતા લોકો અને પરિવારમાં પહેલાથી સ્કિન કેંસરની સમસ્યાથી પીડિતા લોકોએ વધુ સાવધાન રહેવું જોઈએ.