Bad Cholesterol: આ 5 લીલા પાન દવાથી કમ નથી, નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલનો કરી દેશે સફાયો

Home Remedies For Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ મીણ જેવું ચીકણું ફેટ હોય છે જે શરીરમાં રક્તની નસોમાં જામી જાય છે. જો તેનું પ્રમાણ વધવા લાગે તો રક્ત સંચારમાં બાધા ઉત્પન્ન થાય છે. સાથે જ હૃદયને બ્લડ પંપ કરવામાં વધારે મહેનત કરવી પડે છે. જેના કારણે હાર્ટ અટેક જેવી જીવલેણ સમસ્યા પણ થઈ શકે છે. બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય તો ડોક્ટર નિયમિત દવા ખાવાની સલાહ આપે છે. પરંતુ તેના વિના પણ રક્તની નળીમાં જામેલા ગંદા કોલેસ્ટ્રોલને સાફ કરી શકાય છે. આ કામ 5 લીલા પાન કરી શકે છે. 

સરગવાના પાન 

1/6
image

સરગવાના પાનમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડનાર ગુણ હોય છે. તેમાં એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે. તે ધમનીઓને સાંકળી થતી અટકાવે છે. સરગવાના પાનને પાણીમાં ઉકાળીને કે ચટણી બનાવીને ખાઈ શકાય છે. 

તુલસીના પાન 

2/6
image

તુલસીના પણ ઔષધીય ગુણથી ભરપૂર હોય છે. તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે. નિયમિત તુલસીના પાન ચાવીને ખાઈ શકાય છે તેનો રસ પી શકાય છે અને તેની ચા બનાવીને પણ પી શકાય છે. 

કડવો લીમડો 

3/6
image

કડવા લીમડામાં પણ ઔષધીય ગુણ હોય છે. તે બેડ કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરે છે. લીમડાનો રસ કાઢીને રોજ પી શકાય છે અથવા તો તેને પાણીમાં ઉકાળીને પીવાથી પણ લાભ થાય છે. 

મીઠો લીમડો 

4/6
image

શાક સાથે ફ્રીમાં મળતો મીઠો લીમડો ફાઇબરથી ભરપૂર હોય છે. તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. મીઠા લીમડાના 5 પાન રોજ સવારે ચાવીને ખાઈ શકાય છે. 

મેથીના પાન 

5/6
image

મેથીના પાન જેને મેથીની ભાજી તરીકે આપણે વધારે ઓળખીએ છીએ તે પણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. મેથીના પાનનો રસ કાઢીને પી શકાય છે અથવા તો શાક તરીકે તેનું સેવન કરી શકાય છે.

6/6
image