Photos: 700 કરોડથી વધુના ખર્ચે બનેલા રેલવે સ્ટેશન અને 5 સ્ટાર હોટલની તસવીરી ઝલક

બ્રિજેશ દોશી, અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (આઇઆરએસડીસી)એ રચેલા સંયુક્ત સાહસ (એસપીવી) ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ (ગરુડ)એ સ્ટેશનનું નવીનીકરણ કર્યું છે. ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું અત્યાધુનિકરણ રૂ. 71.50 કરોડના ખર્ચે થયું છે. (તમામ ફોટો: બ્રિજેશ દોશી)

1/9
image

ભારતમાં ક્યાંય ન હોય એવું રેલવે સ્ટેશન ગુજરાતના ગાંધીનગરમાં બનાવવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન પર 5 સ્ટાર હોટલ પણ તૈયાર કરવામાં આવી છે. આ રેલવે સ્ટેશન અનેક આધુનિક સેવાઓથી માંડીને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.  

2/9
image

આ રેલવે સ્ટેશનની સૌથી ખાસ વાત એ છે કે રેલવે સ્ટેશન ફાઇવ સ્ટાર હોટલ નીચે બન્યું છે. ફાઇવ સ્ટાર હોટલમાં પહોંચવા માટે સ્ટેશનની અંદરથી જ એક ગેટ તૈયાર કરવામાં આવ્યો છે.   

3/9
image

સ્ટેશનની અંદર બનેલા આ ગેટની મદદથી મુસાફરો ટ્રેનથી ઉતરીને સીધા હોટલમાં પહોંચી શકશે. ફાઇવ સ્ટાર બિલ્ડિંગની નીચે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ટિકિટ વિંડો પાસે જ લિફ્ટ અને એસ્કાલેટર લગાવવામાં આવ્યું છે. 

4/9
image

સ્ટેશન પરિસર પર બનેલી નવી બિલ્ડિંગમાં એન્ટ્રી ગેટ, બુકિંગ, લિફ્ટ એસ્કલેટર, બુલ સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ સહિત તમામ સુવિધાઓ છે. તો બીજી તરફ અહીં બનેલી દિવાલો પર ગુજરાતના અલગ-અલગ મોન્યુમેન્ટ તસવીર પણ બનાવી છે. જેમાં રેલવે સ્ટેશનની અંદર બનેલી અયોધ્યા રામ મંદિરની તસવીર લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.   

5/9
image

રેલવે સ્ટેશનની ઉપરની સાઇડ પર 300 રૂમની એક ફાઇવ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે, જે હોટલ લીલા ગ્રુપ દ્વારા ચલાવવામાં આવશે. ગાંધીનગર રેલવે સ્ટેશન પર બનેલી આ ફાઇવ સ્ટાર હોટલની ખાસ વાત એ છે કે આ ગાંધીનગરની સૌથી ઉંચી બિલ્ડિંગ છે. 

6/9
image

આ બિલ્ડિંગથી લોકો આખા ગાંધીનગર, મહાત્મા મંદિર અને વિધાનસભાને એક જ લાઇનમાં જોઇ શકશે. અહીંથી મહાત્મા મંદિર અને દાંડી કુટીર ચાલતા જઇ શકે છે. 

7/9
image

આ રેલવે સ્ટેશન પર બનેલી 5 સ્ટાર હોટલથી લોકોને ફાયદો થશે. આગામી દિવસોમાં લોકોને હોટલ માટે પરેશાની વેઠવી નહી પડે.  

8/9
image

'ભારતમાં ગાંધીનગર પહેલું રેલવે સ્ટેશન હશે જ્યાં પાટાની ઉપર 5 સ્ટાર હોટલની સુવિધા હશે. તમને જણાવી દઇએ કે ડિસેમ્બર 2020 માં બનાવીને તૈયાર થવાની છે. પરંતુ કોરોના વાયરસના કારણે મોડું થઇ ગયું છે.

9/9
image

'ભારતમાં ગાંધીનગર પહેલું રેલવે સ્ટેશન હશે જ્યાં પાટાની ઉપર 5 સ્ટાર હોટલની સુવિધા હશે. તમને જણાવી દઇએ કે ડિસેમ્બર 2020 માં બનાવીને તૈયાર થવાની છે. પરંતુ કોરોના વાયરસના કારણે મોડું થઇ ગયું છે.