પાટણ : ટ્રક સાથેની ટક્કરમાં કારમાં સવાર પતિ-પત્ની અને માસુમ દીકરીનું મોત

પાટણના મહેમદપુર અને ખિમીયાણા ગામ વચ્ચે આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક સામ સામે ધડાકા ભેર ટકરાતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે.

પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાટણના મહેમદપુર અને ખિમીયાણા ગામ વચ્ચે આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક સામ સામે ધડાકા ભેર ટકરાતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે.

1/2
image

મહેમદપુર અને ખીમણીયા ગામ વચ્ચે અલ્ટો ગાડી અને લાકડા ભરેલ ટ્રક સામસામે જોરદાર ટકરાયા હતા. આ ટકરાવ એટલો જોરદાર હતો કે, અલટો કારનો કૂચડો વળી ગયો હતો, તો સામે ટ્રકમાંથી લાકડા નીચે પડ્યા હતા. આખા રોડ પર લાકડા-લાકડા પથરાઈ ગયા હતા. તો સામે અલ્ટો કારની હાલત જોઈને લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર પતિ-પત્ની અને તેમની 8 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે.   

2/2
image

આ પરિવારનો ક્યાંનો છે તે હજી માલૂમ પડ્યું નથી, પણ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. અકસ્માત થતા જ ઘટના સ્થળે લોકો ટોળે વળ્યાં હતા. તો અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.