patan

પાટણ: અવાવરૂ સ્થળ પર એક સાથે 13 ભ્રુણ મળી આવતા મચ્યો હડકંપ, પોલીસ તંત્ર દોડતું થયું

મહીસાગરના સંતરામપુરમાં ગેરકાયદેસર ગર્ભપાતના વાયરલ વીડિયોને લઈને ચકચાર મચી તેવામાં સિદ્ધપુર તાલુકાના તાવડીયા ગામ પાસે અવાવરૂં જગ્યા પર પ્લાસ્ટિકના 13 જેટલા ડબ્બામાં ભ્રુણ અવશેષ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

Jul 21, 2021, 07:34 PM IST

PATAN: દેશના ટોચના ઉદ્યોગપતિ કરતા પણ વધારે કમાતો ચોર, એક સેકન્ડમાં 3.15 લાખ રૂપિયાની તફડંચી

ચાણસ્મા ડેપોમાંથી વડાવલી જવા એસ ટી બસમાં બેસવા જતાં મહિલાના પર્સને સિફત પૂર્વક બ્લેડથી ચેકો મારી સોનાના  દાગીના કોઇ અજાણ્યા ઈસમે ચોરી કરી પલાયન થઇ ગયો હોવાની ધટનાને પગલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચાણસ્મા પોલીસે બસ સ્ટેન્ડમાં લાગેલ સીસી ટીવી તપાસ કરતા તેમાં શંકાસ્પદ યુવતી જોવા મળતા અને તપાસ કરી યુવતીને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવા પામ્યો હતો. સોનાના દાગીનાનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Jul 3, 2021, 06:03 PM IST

પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું? ડુપ્લીકેટ રિવોલ્વરની પુછપરછ કરતા ઓરિજનલ બંદુક મળી આવી

સંજય ઉર્ફે ચેરી ડાભી પાસેથી એક તમંચો અને ચાર કાર્ટીસ સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપી મધ્યપ્રદેશ (Madhya Pradesh) થી આ હથિયાર લાવ્યો હતો.

Jul 1, 2021, 05:07 PM IST

PATAN: બેંકમાં લોહી-પરસેવાની કમાણી ભરવા આવેલા ખેડૂતની રકમ ગઠીયા તફડાવી ગયા

હારિજની બેન્ક ઓફ બરોડામાં પાક ધિરાણની રકમ ભરવા આવેલ ખેડૂતની રૂપિયા ભરેલી થેલી એક ગઠિયો ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે ફરિયાદ નોંધી ગઠિયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમી તાલુકાના સોનાર ગામના વિનોદભાઈ નાડોદા હારીજ બરોડા  બેંકમાં પાક ધિરાણની રકમ ભરવા આવી રહ્યા હતા.  ત્યારે ગામના જ બે વ્યક્તિઓને પાક પાક ધીરાણની રકમ બેન્ક ઓફ બરોડામાં ભરવાની હતી. 

Jun 29, 2021, 05:04 PM IST

પાટણમાં ખેતરેથી ઘરે જઇ રહેલા દંપત્તી પર ડમ્પર ફરી વળ્યું, દંપત્તીનાં મોતથી ત્રણ સંતાનો નોધારા બન્યાં

ખેતરેથી ઘરે જતા દંપતી પર ડમ્પર ફરી વળ્યું છે. જેમાં ભાઇની હાજરીમાં બહેન બનેવુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જેના પગલે ત્રણ બાળકો નોધારા બન્યા હતા. શુક્રવારે પાટણ જિલ્લાના હારીજ નજીક રોડા ગામના માર્ગ પરથી પુરઝડપે લોડિંગ ડમ્પરે ગફલતભરી રીતે પસાર થઇ રહેલા લોડિંગ ડમ્પર ગાડીના ચાલકે માર્ગ પરથી પસાર થઇ રહેલા દંપત્તીને અડફેટે લીધું હતું. 

Jun 25, 2021, 06:15 PM IST

પાટણમાં આવ્યા નવા નીર, ઉપરવાસમાં ભારે વરસાદ બાદ જિલ્લામાં સર્જાયા આહલાદક દ્રશ્યો

પાટણ જિલ્લામાં (Patan) નાળાઓ અને વોળાઓમાં નવા નીર આવ્યા છે. ઉપરવારસમાં ભારે વરસાદ (Heavy Rain) થતાં સિદ્ધપુર પાસેથી પસાર થતા વોળાઓમાં નવા નીર આવ્યા છે

Jun 22, 2021, 09:10 AM IST

પાટણમાં માત્ર 15 દિવસમાં ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ તૈયાર, CM રૂપાણીએ કર્યું લોકાર્પણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યુ હતું

Jun 15, 2021, 11:48 AM IST

PATAN: 2 રબારી યુવકોને જાહેરમાં રહેંસી નંખાયા, પહેલા છરીના ઘા માર્યા બાદ ફાયરિંગ

જિલ્લાના હારીજ શહેરમાં ધોળા દિવસે ખુની ખેલ ખેલાયો હતો. આજે સવારે હારીજમાં ખાનગી ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં બે રબારી સમાજના યુવકો પર છરીથી હુમલો થયો હતો અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હતું. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજાની સ્થિતી ગંભીર હોવાનું સામે આવ્યું છે. 

Jun 12, 2021, 04:38 PM IST

PATAN: હારીજના ભલાણા ગામ નજીક કેનાલમાં ઝંપલાવી બે સહેલીઓએ આત્મહત્યા કરી

જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થવા માટે જીવનથી હારી ગયેલા લોકો માટે મરવાનું સ્થાન બની રહી છે. હાલમાં ચાણસ્મા એક પરિવારનાં ત્રણ લોકોને કેનાલમાં કુદી આપઘાત કર્યાનો દુખદ બનાવ હજુ પણ તાજો જ છે. ત્યાં હારીજના ભલાણા ગામની કેનાલમાં ઝંપલાવી બે બહેનપણીઓએ જીવનલીલા સંકેલી લીધી હોવાનું સામે આવ્યું છે. 

Jun 2, 2021, 11:30 PM IST

PATAN: પાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના એકના એક પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત

નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના એકના એક પુત્રનું ગઇકાલે સાંજના સુમારે ઉંઝા હાઇવે પર આવેલા હાસપુર-ડુંગરપુર માર્ગ પર અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મૃતકના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અકસ્માત અંગે વિગતે મળતી માહિતી અનુસાર પાટણ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને અંબાજી નેળીયા વિસ્તારમાં રહેતા જસીબેન સીતારામ પટેલનો 25 વર્ષીય પુત્ર વિશ્વ પટેલ ગઇકાલે સાંજના સુમારે સ્વીફ્ટ ડિઝાયર ગાડી GJ-24-k-3996 લઇને ઉંઝા હાઇવે પર આવેલા હાસાપુર ડુંગરીપુરા માર્ગપરથી પસાર થઇ રહ્યો હતો. 

May 29, 2021, 05:26 PM IST

પાટણની કેનાલમાં સામુહિક મોતની છલાંગ, બાળકી અને માતાને સાથે બાંધીને કેનાલમાં કૂદી મહિલા, ત્રણેયની લાશો મળી આવી

દિનપ્રતિદિન આપઘાતની ઘટનાઓ વધતી જાય છે. આવો જ એક કિસ્સો પાટણ જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં પાટણના ચાણસ્મા નજીક રામગઢ કેનાલમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે.

May 28, 2021, 01:05 PM IST

કોવિડ-19ના નિદાન માટે હવેથી 80 ટકા જેટલા સેમ્પલ RTPCR ટેસ્ટ માટે લેવામાં આવશે

આર.ટી.પી.સી.આર. ટેસ્ટ (RTPCR Test) વધુ સેન્સિટીવ અને સ્પેસિફિક હોવાથી ચોક્કસ નિદાન થઈ શકે છે. આર.ટી.પી.સી.આર. ટેસ્ટથી કોરોના પોઝીટીવ દર્દીઓને વધુ ચોકસાઈપૂર્વક શોધી શકાશે. જેથી તેમને સમયસર સેલ્ફ આઈસોલેશન અને પ્રાથમિક સારવાર આપી સંક્રમણને આગળ વધતું અટકાવી કોરોના વાયરસના કેસમાં ઘટાડો કરી શકાશે.

May 23, 2021, 01:35 PM IST

બોર્ડર બંધ હોવા છતા રાજસ્થાનથી ગુજરાત આવ્યો દારૂ ભરેલો ટ્રક

હાલ રાજસ્થાન ગુજરાત બોર્ડર બંધ છે. કોરોનાને કહેરને પગલે બંને રાજ્યોની બોર્ડર પર ચુસ્ત ચોકીપહેરો છે. છતાં રાજસ્થાનથી ગુજરાતમાં દારૂનો જથ્થો ધૂસાડાયો છે. પાટણ એલસીબી પોલીસે સાંતલપુર નેશનલ હાઇવે પરથી વેદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું છે. 

May 13, 2021, 11:24 AM IST

માત્ર 1 રૂપિયામાં મળશે શબવાહિની, ગુજરાતના એક જિલ્લાની અનોખી પહેલ

  • પાટણ જિલ્લામાં દૂરદૂરથી કોરોના દર્દીઓની સારવાર માટે લોકો આવતા હોય છે. ત્યારે જો દર્દીનું મોત થાય તો તેમની અંતિમ વિધિ માટે ક્યાં લઈ જવા અને કેવી રીતે લઈ જવા તે મોટી મુશ્કેલી પરિવારો માટે ઉભી થતી હોય છે. આ મામલે પાટણ પાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો

May 4, 2021, 11:18 AM IST

માંડ 1 લાખની વસ્તી ધરાવતા તાલુકાએ કરી કોવિડ સેન્ટરની માંગ, ધરણા પર બેસ્યા લોકો

વધતા જતા કોરોના સંક્રમણને લઈ આરોગ્યલક્ષી સેવાઓ હારીજ તાલુકાને આપવા અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. છતાં કોઈ નિર્ણય ન આવતા અંતે સ્થાનિક લોકો કોવિડ હોસ્પિટલની માંગને લઈ ધરણા પર બેસ્યા

May 1, 2021, 02:01 PM IST
Traders in Patan comply with government guidelines PT4M34S
The traders closed the shop after the patan system clarified PT4M45S
Long line of 108 in Dharpur, Patan PT1M39S

પાટણના ધારપુરમાં 108ની લાંબી લાઈન

Long line of 108 in Dharpur, Patan

Apr 26, 2021, 06:20 PM IST

માનવતા મહેંકી ઉઠી, રોડ પર ઢળી પડેલા યુવકને સ્થાનિક લોકોએ ઓક્સિજન આપ્યો

  • પાટણ શહેરના પારેવા સર્કલ પાસે રોડ પર દર્દીને લોકોએ સારવાર રોડ પર જ સારવાર આપી
  • સાંતલપુરમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એક યુવકની હાલત બની નાજુક

Apr 25, 2021, 01:52 PM IST
Crowd of patients for treatment of corona in patan PT1M12S

patan માં કોરોનાની સારવાર માટે દર્દીઓની ભીડ

Crowd of patients for treatment of corona in patan

Apr 22, 2021, 04:20 PM IST