close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

અકસ્માત

અરવલ્લીમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કાર ચાલકે કાઢ્યા ટ્રકના ટાયર

જિલ્લાના ધનસુરા તાલુકાના ખેડા પાસે કાર અને ટ્રક અકસ્માત બાદ એક હાસ્યાસ્પ્રદ કિસ્સો સામે આવ્યો હતો. અકસ્માત બાદ કાર ચાલકે ટ્રક ચાલક પાસે વળતરની માગણી કરતા કાર ચાલક અને ટ્રક ડ્રાઇવર વચ્ચે થોડી બોલચાલ થઇ હતી. પરંતુ કાર ચાલકને ટ્રક ચાલક દ્વારા વળતર આપવાની મનાઇ કરતા કાર ચાલકે ગુસ્સામાં આવીને ટ્રકના બે ટાયરો કાઢી લીધા હતા. 

Aug 16, 2019, 05:37 PM IST

મોડાસામાં ટ્રક અને ટેમ્પા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બેનાં મોત

મોડાસાના હજીરા વિસ્તારમાં અકસ્માતમાં બેના મોત થયા છે. ટ્રક-ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર થતા ટેમ્પોમાં બેઠેલ બેના ઘટનાસ્થળે મોત થયા છે. મોડાસા ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Aug 16, 2019, 11:05 AM IST
Man died due to tree at Surat PT1M44S

સુરતમાં વ્યક્તિ પર પડ્યું તોતિંગ ઝાડ અને પછી...

સુરતમાં ઝાડ નીચે ચગદાઈને વ્યક્તિનું મૃત્યુ થયુ હોવાની ઘટના નોંધાઈ છે. સુરતના ઘોડદોડ રોડ પરના ઓલપાડી પાસે આ ઘટના નોંધાઈ છે.

Aug 16, 2019, 10:25 AM IST
Accident happen at Gujarat PT3M13S

ગુજરાતમાં થયા બે ભીષણ અકસ્માત, વિગત જાણવા કરો ક્લિક

ગુજરાતમાં થયા બે ભીષણ અકસ્માત. મોડાસા હજીરા વિસ્તારમાં નોંધાયો આંચકો લાગે એવો અકસ્માત.

Aug 16, 2019, 10:20 AM IST
Shocking accident of Ahmedabad PT2M33S

અમદાવાદ : ચાલી રહેલી રિક્ષા પર પડ્યું ઝાડ અને પછી...

અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક અજીબ ઘટના બની હતી. મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પર આવેલ વિશાળ લીમડાનું વૃક્ષ તૂટી પડ્યું હતું. લીમડાનું વિશાળ વૃક્ષ રોડ પરથી પસાર થઈ રહેલા રીક્ષા પર પડ્યું હતું. આ ઘટનામાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું હતું. અન્ય બે લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા હતા. આ ઘટના બાદ પોલીસે મણિનગર જતો રસ્તો બંધ કરાવ્યો હતો. ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ઝાડ નીચે દબાયેલ રિક્ષામાંથી મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

Aug 11, 2019, 02:15 PM IST

સુષમા સ્વરાજે ગુજરાતી અગ્રવાલ પરિવારની ન્યુઝિલેન્ડમાં આવી રીતે કરી હતી મદદ

પુર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે સમગ્ર દેશમા ગમગીની ભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે સુષમા સ્વરાજે સુરતના વેસુ વિસ્તારમા રહેતા અગ્રવાલ પરિવારને પણ મદદ કરી હતી. અગ્રવાલ પરિવારના ન્યુઝિલેન્ડમાં ફસાઇ જતા ત્યાં તેમની મદદ કરી હતી.

Aug 7, 2019, 06:23 PM IST

ઉત્તરાખંડ: ટિહરી ગઢવાલમાં શાળાની વાન ખાઈમાં ખાબકતા 9 વિદ્યાર્થીઓના મોત 

ઉત્તરાખંડમાં ટિહરી ગઢવાલમાં શાળાની એક વાન ખાઈમાં ખાબકતા 9 વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત કન્સાલી લમગાવ પાસે થયો છે. આ મેક્સ વાન વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી ત્યારે ખાઈમાં ખાબકી. વાનમાં 18 વિદ્યાર્થીઓ સવાર હતાં. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ 7 વિદ્યાર્થીઓના મોત થયા છે. એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત તથા બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

Aug 6, 2019, 10:39 AM IST

અરવલ્લી: ધનસુરા બુટાલ પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત, બેના સ્થળ પર મોત

ધનસુરાના બુટાલ પાસે કાર, બાઇક અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાઇક સવારના મોત થયા છે. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Jul 31, 2019, 04:08 PM IST

ઉન્નાવ રેપ કેસ: આરોપી MLA કુલદીપ સેંગરને BJPએ પાર્ટીમાંથી કર્યો સસ્પેન્ડ

યુપી પોલીસે પીડિતાના કાકાની ફરિયાદના આધારે કુલદીપ સિંહ સેંગર સહિત અન્ય લોકો પર હત્યાનો કેસ નોંધ્યો, પરંતુ પીડિત પરિવાર અને વિપક્ષની માગના કારણે ભાજપે ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે.

Jul 30, 2019, 02:41 PM IST

ઉન્નાવ રેપ કેસ: પીડિતાએ અકસ્માત પહેલા CJIને લખ્યો પત્ર, કરી હતી આ માગ

ઉન્નાવ રેપ પીડિતાના માર્ગ અકસ્માત મામલે નવા મોમલો સામે આવ્યો છે. અકસ્માત પહેલા રેપ પીડિતા અને તેની માતાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમને આરોપી દ્વાર મળી રહેલી ધમકીઓનો ઉલ્લેખ કર્યો છે

Jul 30, 2019, 02:20 PM IST
Major accident at Hardoi PT2M57S

હરદૌઈમાં હૃદય હચમચાવી દેતો અકસ્માત, જુઓ વીડિયો

હરદૌઈમાં હૃદય હચમચાવી દેતો અકસ્માત, જુઓ વીડિયો

Jul 28, 2019, 05:05 PM IST

અમદાવાદ: સ્કૂલ બસને નડ્યો અકસ્માત, પૂરપાટ ઝડપે આવતી કારે મારી ટક્કર

શહેરના બોડકદેવ પાસે ઉદગમ સ્કૂલ બસ અને કાસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી. અકસ્માત સમયે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ સવાર હતા. જો કે, અકસ્માતની ઘટના બાદ તેમને બસમાંથી ઉતારી અન્ય બસમાં સ્કૂલે લઇ જવામાં આવ્યા હતા.

Jul 25, 2019, 10:03 AM IST
Mumbai Triple Accident Near Sayan PT47S

મુંબઇ: સાયન પાસે ત્રિપલ કારનો અકસ્માત, 8ને ગંભીર ઇજા

મુંબઇમાં સતત ખાબકી રહેલા મૂશળાધાર વરસાદના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિયોનમાં ત્રણ કારનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માત ભારે વરસાદના લીધે લો વિજિબિલીટીના લીધે સર્જાયો હતો.

Jul 24, 2019, 09:55 AM IST
Major accident at Ahmedabad PT1M18S

પાર્કિંગમાં કારે કચડી નાખતા વૃદ્ધનું અપમૃત્યુ, અમદાવાદની ચોંકાવનારી ઘટના

અમદાવાદના સરખેજ હાઈવે પર પકવાન ચાર રસ્તા પાસે ગઈરાત્રે એક કાર ચાલકે ફૂટપાથ પર સૂતેલા અપંગ વૃદ્ધ પર કાર ચઢાવી દીધી હતી. જેના પગલે આ વૃદ્ધનુ મૃત્યુ થયું હતું. આ કાર ચાલક તેની કાર મૂકીને નાસી છૂટયો હતો.

Jul 21, 2019, 11:25 AM IST

ગાંધીનગર : ભયાનક એક્સિડન્ટમાં કાર જોતજોતમાં ભંગાર કરતા પણ બદતર બની, 2 વિદ્યાર્થીના મોત

ગાંધીનગર પાસે આવેલ ભાયજીપુરા ગામ પાસે એક કારને જબરદસ્ત અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, અકસ્માત બાદ કાર ઓળખી પણ શકાતી ન હતી. કાર છે કે ભંગાર છે તેવુ પણ સમજવુ મુશ્કેલ બની ગયું હતું. કારમાં સવાર પાંચમાંથી બે વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે.

Jul 20, 2019, 01:19 PM IST

બાળકની આંખમાંથી મગજ સુધી ઘુસી ગયો સળીયો, ડૉક્ટરે ભગવાન બની બચાવ્યો જીવ

નાશિકામાં 12 વર્ષનું બાળક વિચિત્ર દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. સાયકલ ચલાવતા સમયે તે પડી ગયો હતો. સાયકલની બ્રેકનું લિવર તેની ડાબી આંખમાં ઘુસી ગયું હતું જે મગજ સુધી પહોંચી ગયું હતું. નાજુક સ્થિતીમાં બાળકને નાશિકની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાળકનો જીવ બચાવી લેવાયો છે. હાલ તેની સ્થિતી સ્થિર છે. 

Jul 18, 2019, 06:03 PM IST
Karnataka: Video of School Bus Accident Goes Viral PT2M28S

કર્ણાટક: અકસ્માત બાદ બસ પલ્ટી, બસમાં બેઠેલી મહિલા ફંગોળાઈ

કર્ણાટકમાં થયેલા બસના અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. અકસ્માત બાદ બસ પલ્ટી ગઈ હતી. બસ પલટતાની સાથે જ બસમાં બેઠેલી મહિલા પણ ફંગોળાઈ ગઈ હતી.

Jul 17, 2019, 03:20 PM IST
AHMEDABAD ACCIDENT 16072019 PT2M2S

અમદાવાદ: શાહીબાગમાં અકસ્માતમાં ધો.11ની વિદ્યાર્થિનીનું મોત

અમદાવાદ: શાહીબાગમાં અકસ્માતમાં ધો.11ની વિદ્યાર્થિનીનું મોત , ડમ્પર ચાલકે સ્કૂટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો, અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળથી ફરાર, એફ ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી

Jul 16, 2019, 05:30 PM IST

અમદાવાદ : અકસ્માતમાં ધોરણ-11માં ભણતી વિદ્યાર્થીનીનું મોત, માતાપિતા રસ્તા પર જ ભાંગી પડ્યા...

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં ધોરણ-11માં ભણતી વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય એક વિદ્યાર્થીનીને પણ ઈજા પહોંચી હતી. વહેલી સવારે 7.30 કલાકે આ અકસ્માત સર્જાયો હતો.

Jul 16, 2019, 04:05 PM IST

કાંકરિયા દુર્ધટના: 6 આરોપીની અટકાયત, અનેક સવાલનો પોલીસે આપ્યો એક જ જવાબ

કાંકરિયા એડવેન્ચરપાર્ક ખાતે બનેલી ઘટના બાદ સફાળુ તંત્ર જાગ્યું છે. સરકારે પણ તપાસના આદેશ આપ્યા અને અંતે પોલીસે છ લોકો સામે બેદરકારીનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે, શુ જવાબદારી માત્ર છ લોકોની જ છે કે, પછી એવા તંત્રની કે જેની પાસે આવી એડવેન્ચર રાઇડ્સનું મેન્ટેનન્સ અને ચકાસણી કરવાની કોઈ સત્તા જ નથી. બે માસૂમના મોત માટે સંચાલકો જવાબદાર કે સરકારી તંત્રએ સૌથી મોટો સવાલ છે.

Jul 16, 2019, 12:01 AM IST