બોલિવુડની આ ફિલ્મોમાં એક્ટર્સ કરી ચૂક્યા છે કુખ્યાત ગેંગસ્ટરનો રોલ

આ ફિલ્મોમાં સંજય દત્ત, અજય દેવગન, જોન અબ્રાહમ અને મનોજ બાજયેપી સહિત ઘણા એક્ટર પણ કુખ્યાત ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.

કેતન પંચાલ | Jul 11, 2020, 12:34 PM IST

નવી દિલ્હી: કાનપુરમાં 8 પોલીસકર્મીની હત્યા મામલે મુખ્ય આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે (Gangster Vikas Dubey) શુક્રવારના કાનપુરમાં એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આ સમાચારની સત્તાવાર પુષ્ટી થઈ છે. તેમને જણાવી દઇએ કે, બોલિવુડની એવી કેટલીક ફિલ્મો છે, જેમાં ગેંગસ્ટર પર બનાવામાં આવી હતી. આ ફિલ્મોમાં સંજય દત્ત, અજય દેવગન, જોન અબ્રાહમ અને મનોજ બાજયેપી સહિત ઘણા એક્ટર પણ કુખ્યાત ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.

1/5

ફિલ્મ સત્યા | એક્ટર મનોજ બાજપેયી | વર્ષ 1998

ફિલ્મ સત્યા | એક્ટર મનોજ બાજપેયી | વર્ષ 1998

ફિલ્મ સત્યા એક ગેંગસ્ટર પર આધારીત ફિલ્મ હતી, જેમાં મનોજ બાજપેયીએ ભીખૂ મહાત્રે નામના એક ગેંગસ્ટરનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મના ડાયરેક્ટર રામગોપાલ વર્મા હતા.

2/5

ફિલ્મ વાસ્તવ | એક્ટર સંજય દત્ત | વર્ષ 1999

ફિલ્મ વાસ્તવ | એક્ટર સંજય દત્ત | વર્ષ 1999

ફિલ્મ વાસ્તવમાં સંજય દત્તે એક ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી હતી. જેના અંતમાં તે પોતાની જાતને ગોળી મારી દે છે. આ ફિલ્મના ડાયરેક્ટર મહેશ માંજરેકર હતા.

3/5

ફિલ્મ ગેંગસ્ટર | એક્ટર શાઈની આહુજા | વર્ષ 2006

ફિલ્મ ગેંગસ્ટર | એક્ટર શાઈની આહુજા | વર્ષ 2006

ફિલ્મ ગેંગસ્ટરમાં શાઈની આહુજા ઉપરાંત ઇમરાન હાશમી અને કંગના રનૌત પણ મહત્વની ભૂમિકાઓમાં હતા. આ ફિલ્મમાં શાઈની આહુજા કુખ્યાત ગેંગસ્ટરની ભૂમિકામાં હતો જેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના ડાયરેક્ટર અનુરાગ બસુ હતા.

4/5

ફિલ્મ વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ | એક્ટર અજય દેવગન અને ઇમરાન હાશમી | વર્ષ 2010

ફિલ્મ વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ | એક્ટર અજય દેવગન અને ઇમરાન હાશમી | વર્ષ 2010

ફિલ્મ વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇમાં અજય દેવગન સુલ્તાન મિર્ઝા અને ઇમરાન હાશમી શોએબ ખાનની ભૂમિકામાં હતા. આ પમ એક ગેંગસ્ટર બેઝ ફિલ્મ હતી. જેનું નિર્દેશક મિલન લૂથરિયાએ કર્યું હતું.

5/5

ફિલ્મ શૂટઆઉટ એટ વડાલા | એક્ટર જોન અબ્રાહમ | વર્ષ 2013

ફિલ્મ શૂટઆઉટ એટ વડાલા | એક્ટર જોન અબ્રાહમ | વર્ષ 2013

ફિલ્મ શૂટઆઉટ એટ વડાલામાં જોન અબ્રાહમે માન્યા સૂર્વે નામના એક ગેંગસ્ટરની ભુમિકા નિભાવી હતી. આ ફિલ્મના ડાયરેક્ટર સંજય ગુતા હતા.