vikas dubey encounter

સુપ્રીમે યુપી સરકારને કર્યો સવાલ-હૈદરાબાદ એન્કાઉન્ટર કરતા વિકાસ દુબેનો કેસ અલગ કેવી રીતે?

સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં વિકાસ દુબે એન્કાઉન્ટર (Vikas Dubey Encounter) ની સીબીઆઈ, એનઆઈએ કે એસઆઈટી પાસે તપાસ કરાવનારી અરજીઓ પર આજે સુનાવણી થઈ. યુપી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોતાનો જવાબ કોર્ટમાં દાખલ કર્યો અને વિકાસ દુબે એન્કાઉન્ટરને યોગ્ય ઠેરવ્યું છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ યુપી સરકારનો પક્ષ રજુ કરતા સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ મામલે નિષ્પક્ષ તપાસ ચાલુ છે. વિકાસ દુબે 65 FIRવાળો કુખ્યાત ગેંગસ્ટર હતો જે હાલના દિવસોમાં પેરોલ પર બહાર હતો. 

Jul 20, 2020, 02:06 PM IST

કાનપુર હત્યાકાંડમાં જય બાજપેયી પણ સામેલ, પૂછપરછમાં કર્યાં અત્યંત ચોંકાવનારા ખુલાસા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુરમાં 2 જુલાઈની રાતે થયેલા પોલીસ હત્યાકાંડ મામલે જય બાજપેયી અને તેના સાથે પ્રશાંત શુક્લા ઉર્ફે ડબ્બુએ પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. જય બાજપેયીએ 2 જુલાઈની ઘટનાના બે દિવસ પહેલા પ્રશાંત શુક્લા સાથે  બિકરુ ગામ જઈને હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને 2 લાખ રૂપિયા અને 25 જીવતા કારતૂસ આપ્યા હતાં. 

Jul 20, 2020, 11:11 AM IST

વિકાસ દુબે મામલે UP પોલીસનો મોટો ખુલાસો, ગેંગસ્ટરના કોલ રિકોર્ડથી ખુલ્યું આ રહસ્ય

હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey) મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, દુબે ગેંગમાં પોલીસના બે બરતરફ કરેલા જવાનો પણ સામેલ હતા. આ વાતનો ખુલાસો યૂપી પોલીસ અને એસટીએફની તપાસમાં થયો છે.

Jul 19, 2020, 11:42 PM IST

SC માં UP પોલીસનો જવાબ, 'ફેક ન હતું વિકાસ દુબેનું એન્કાઉંટર, આત્મરક્ષામાં ચલાવી ગોળીઓ'

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં યૂપી પોલીસે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. પોતાના જવાબમાં પોલીસે એન્કાઉન્ટરને યોગ્ય ગણાવ્યો છે અને કહ્યું છે કે તેને આ પ્રકારે પણ ફેક એન્કાઉન્ટર કહી ન શકાય.

Jul 17, 2020, 06:30 PM IST

કાનપુર એન્કાઉન્ટર: વિકાસ દુબે વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ અચાનક થયો હાજર, જાણો શું કહ્યું?

ઉત્તર પ્રદેશ એસટીએફ (STF) ના હાથે 10 જુલાઈના રોજ માર્યા ગયેલા કુખ્યાત વિકાસ દુબે (Vikas Dubey) વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર રાહુલ તિવારી અચાનક ઘરે પાછો ફર્યો. પોલીસે મંગળવારે મોડી રાતે ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરી. રાહુલે (Rahul Tiwari)  આખો ઘટનાક્રમ પોલીસ આગળ વર્ણવ્યો. રાહુલે દાવો કર્યો કે એક જુલાઈના રોજ એસઓ વિનય તિવારી (Vinay Tiwari) સાથે તે બિકરુ ગામ ગયો હતો. ત્યાં વિકાસ તેને મારવા માંગતો હતો પરંતુ એસઓએ જનોઈ દેખાડીને ઈજ્જતની દુહાઈ આપી ત્યારે વિકાસે તેને છોડ્યો હતો. 

Jul 16, 2020, 02:37 PM IST

Vikas Dubey Encounter: પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું- 'UPમાં બ્રાહ્મણ સમાજ પર થઈ રહ્યાં છે અત્યાચાર'

વિકાસ દુબે (Vikas Dubey Encounter)  એન્કાઉન્ટરને લઈને કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી રહેલા જિતિન પ્રસાદે (Jitin Prasad) ખુબ જ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે સીધી રીતે સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણો પર અત્યાચાર થઈ રહ્યાં છે. જેને લઈને પ્રદેશના બ્રાહ્મણોમાં સરકાર વિરુદ્ધ ખુબ રોષ છે. જિતિન પ્રસાદે કહ્યું કે બ્રાહ્મણ ચેતના સંવાદ દ્વારા તેઓ યુપીના બ્રાહ્મણોને એકજૂથ કરી રહ્યાં છે. 

Jul 16, 2020, 08:15 AM IST

કાનપુર: 8 પોલીસકર્મીના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી થયો ચોંકાવનારો ખુલાસો, ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુર (Kanpur Encounter) માં બિકરુ (Bikru) ગામના નરસંહારમાં શહીદ થયેલા પોલીસકર્મીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા છે. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનેક મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ખૂંખાર અપરાધી વિકાસ દુબે અને તેના સાથીઓએ સીઓ દેવેન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસકર્મીઓની ખુબ જ નિર્દયતાથી હત્યા કરી હતી. 

Jul 14, 2020, 08:23 AM IST

Vikas Dubey Encounterની તપાસ માટે કમિશનની રચના, રિટાયર્ડ જજ હશે અધ્યક્ષ

ઉત્તર પ્રદેશ (Utter Pradesh) સરકારે કૃખ્યાત આરોપી વિકાસ દુબે પ્રકરણની તપાસ માટે એક સદસ્ય કમિશનની રચના કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના એક પ્રવક્તાએ રવિવારના જણાવ્યું હતું કે, સેવાનિવૃત્ત જજ શશિ કાંત અગ્રવાલના નેતૃત્વમાં એક સદસ્ય કમિશનની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિશનની મુખ્ય ઓફિસ કાનપુરમાં હશે.

Jul 12, 2020, 05:03 PM IST

વિકાસ દુબેઃ વેપારીઓના ગેરકાયદેસર નાણાનો રખેવાળ, ગિફ્ટમાં મળી હતી ફોર્ચ્યૂનર

વિકાસ દુબેની સંપત્તિની તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ સામેલ થઈ ગયું છે. ઇડી લખનઉ ઝોનલ ઓફિસે કાનપુર રેન્જના આઈજીને પત્ર લખીને વિકાસ દુબેની સંપત્તિઓની માહિતી માગી છે. ઈડીની માગ પર પોલીસે વિકાસની બેનામી સંપત્તિઓની તપાસ કરવાનું શરૂ કર્યું છે. 
 

Jul 11, 2020, 04:39 PM IST

વિકાસ દુબે એનકાઉન્ટરઃ સુપ્રીમમાં વધુ એક અરજી દાખલ, સોમવારે કોર્ટમાં થઈ શકે છે સુનાવણી

ઉત્તર પ્રદેશ સરકારે વિકાસ દુબે એનકાઉન્ટરની તપાસ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર કરાવવી પડશે. 

Jul 11, 2020, 04:01 PM IST

વિકાસ દુબેની સંપત્તિને તપાસ કરશે ED, UP પોલીસ પાસે માંગી જાણકારી

ઇડીએ શનિવારે કાનપુર પોલીસ હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબે અને તેની સાથે જોડાયેલા લોકોની સંપત્તિઓની તપાસ શરૂ કરી દીધી છે. ઇડીએ યુપી પોલીસ પાસે તેની સાથે સંકળાયેલી જાણકારી માંગી છે. 

Jul 11, 2020, 01:44 PM IST

બોલિવુડની આ ફિલ્મોમાં એક્ટર્સ કરી ચૂક્યા છે કુખ્યાત ગેંગસ્ટરનો રોલ

આ ફિલ્મોમાં સંજય દત્ત, અજય દેવગન, જોન અબ્રાહમ અને મનોજ બાજયેપી સહિત ઘણા એક્ટર પણ કુખ્યાત ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.

Jul 11, 2020, 12:09 PM IST

વિકાસ દુબે એન્કાઉન્ટર: કંઇક આવુ હતું તાપસી પન્નુનું રિએક્શન, સોશિયલ મીડિયા પર વાહવાહ

કુખ્યાત હિસ્ટ્રીશીટર વિકાસ દુબે ઘર્ષણને ઘર્ષણમાં પોલીસે ઠાર માર્યો છે. પાંચ લાખ રૂપિયાનો ઇનામી બદમાશ કાનપુરનાં બિકરૂ ગામનાં 8 પોલીસ જવાનોની હત્યા કરીને ફરાય હતો. યુપી એસટીએફની ટીમે વિકા દુબેને ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હતી. એસટીએફની ટીમ વિકાસને રસ્તા પરથી ઉજ્જૈનથી કાનપુર લઇ જઇ રહી હતી. જે દરમિયાન કાફલાની ગાડી પલટી ગઇ હતી. વિકાસ હથિયાર છીનવીને ભાગવાનાં પ્રયાસો કરવા લાગ્યા હતા, ત્યાર બાદ પોલીસે તેને ઠાર માર્યો હતો. વિકાસ દુબે એન્કાઉન્ટર બાદ રાજનીતિથી માંડીને બોલિવુડ ઇન્ડસ્ટ્રી સુધીની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

Jul 10, 2020, 07:02 PM IST

વિકાસ દુબે ઠાર મરાયો તે અંગે બોલ્યા કમલનાથ, મહાકાલની નજરોથી કોઇ પાપી બચી શકે નહી

મધ્યપ્રદેશનાં ઉજ્જેનથી ઝડપાયેલા મોસ્ટ વોન્ટેડ આરોપી વિકાસ દુબેને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. વિકાસ દુબેનાં મોત બાદ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ કમલનાથે કહ્યું કે, ભગવાન મહાકાલ ક્યારે પણ કોઇ પણ પાપીને છોડતા નથી. આ મે કાલે પણ કહ્યું હતું અને આજે પણ ફરી કહી રહ્યો છું. મહાકાલની નજરોથી કોઇ પણ પાપી બચી શકે નહી.

Jul 10, 2020, 06:01 PM IST

વિકાસ દુબે એન્કાઉન્ટર: ADG પ્રશાંતકુમારે આપી વિગતવાર માહિતી 

યુપીના એડીજી પ્રશાંત કુમાર (કાયદો વ્યવસ્થા)એ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે 8 પોલીસકર્મીઓ શહીદ થવાના કેસમાં આરોપી વિકાસ દુબે પુત્ર રામકુમાર દુબેને ઉજ્જૈનમાં એમપી પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ યુપી એસટીએફ દ્વારા કાનપુર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે જ્યારે તેણે ભાગવાની કોશિશ કરી તો તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. 

Jul 10, 2020, 02:56 PM IST

ધરપકડ બાદ 24 કલાકમાં વિકાસ દુબેનો ખેલ ખતમ! ઉજ્જૈનથી લઈને કાનપુર સુધીની એક એક વિગત જાણો

કાનપુરમાં 2 જુલાઈની મધરાતે 8 પોલીસકર્મીઓની નિર્દયતાથી હત્યા કરનાર ગેંગ્સ ઓફ બિકરુનો સંપૂર્ણ રીતે ધ એન્ડ થઈ ગયો છે. ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહેલા વિકાસ દુબેએ પોતાના અપરાધ પર માફી માંગવાની જગ્યાએ વળી પાછી ભૂલ દોહરાવી જે તેણે કાનપુર શૂટઆઉટ વખતે કરી હતી. પરંતુ આ વખતે સમયે સાથ ન આપ્યો અને તે માર્યો ગયો. 

Jul 10, 2020, 01:42 PM IST

વિકાસ દુબે એન્કાઉન્ટરનું શિવસેનાએ કર્યું સમર્થન, જાણો કોંગ્રેસ અને બસપાએ શું કહ્યું?

કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી અને કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે આજે કાનપુર હાઈવે પર એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. આ એન્કાઉન્ટરનું શિવસેનાએ સમર્થન કર્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે યુપી પોલીસની કાર્યવાહી પર સવાલ ન ઉઠાવવા જોઈએ. જે ગુંડાઓએ પોલીસની હત્યા કરી તેના પર સવાલ ઉઠવા જોઈએ, પોલીસ પર નહીં. વિકાસ દુબેનું એન્કાઉન્ટર લો અને ઓર્ડરનો સવાલ હતો. આ બાજુ કોંગ્રેસે સંરક્ષણ આપનારાનું હવે શું એમ કહી સવાલ ઉઠાવ્યો છે જ્યારે માયાવતીએ તપાસની માગણી કરી છે. 

Jul 10, 2020, 12:54 PM IST

વિકાસ દુબેના એન્કાઉન્ટર પર બોલ્યા અખિલેશ, 'કાર નથી પલટી, સરકાર પલટતા બચી ગઈ'

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કાનપુર અથડામણના મુખ્ય આરોપી વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યાં છે. અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે 'હકીકતમાં આ કાર નથી પલટી પણ રહસ્ય ખુલવાથી સરકાર પલટતી બચી છે'

Jul 10, 2020, 10:06 AM IST

વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સપા નેતા આઈપી સિંહે ઉઠાવ્યા સવાલ, CM યોગી પર સાધ્યું નિશાન

હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સમાજવાદી પાર્ટીના નેતા આઈપી સિંહે સવાલ ઉઠાવ્યાં છે. તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું અને કહ્યું કે એન્કાઉન્ટર કરાવીને તમે તમારા વિધાયકો અને અધિકારીઓને બચાવી લીધા. 

Jul 10, 2020, 09:17 AM IST