OTT પર આવ્યા બાદ ચમકી આ અભિનેતાઓની કિસ્મત, રાતોરાત બની ગયા સ્ટાર

OTT Superstars: OTT પ્લેટફોર્મ હવે લોકો માટે ખાસ બની ગયું છે. ઓટીટી પ્લેટફોર્મ પર ઘરમાં બેસી ફિલ્મો અને વેબ સિરીઝ માણવાનો જે આનંદ છે તે શબ્દોમાં વર્ણવી ન શકાય. આજે ઓટીટી પ્લેટફોર્મ લોકોના જીવનનો એક ભાગ બની ગયા છે. જો કે લોકો માટે જ નહીં બોલિવૂડના કેટલાક સ્ટાર્સ માટે પણ આ પ્લેટફોર્મ ખાસ છે. કારણ કે આ કલાકારોનું  નસીબ પણ ફિલ્મો દ્વારા નહીં પરંતુ OTT પ્લેટફોર્મના માધ્યમથી ચમક્યું છે. આ કલાકારો રાતોરાત સ્ટાર બની ગયા અને હવે લોકોના દિલ પર રાજ કરે છે.

પંકજ ત્રિપાઠી

1/4
image

પંકજ ત્રિપાઠીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ વેબ સિરીઝ 'મિર્ઝાપુર'માં કાલીન ભૈયાની ભૂમિકા ભજવી ત્યાર પછી તેમને ઓળખ મળી. આ વેબ સિરીઝ પછી પંકજ ત્રિપાઠીની કિસ્મત ખુલી ગઈ અને તેની લોકપ્રિયતા વધી ગઈ.

જિતેન્દ્ર કુમાર

2/4
image

પંકજ ત્રિપાઠી પછી બીજું નામ જિતેન્દ્ર કુમારનું આવે છે. જિતેન્દ્ર ઘણી વેબ સિરીઝમાં જોવા મળ્યો છે. વેબ સિરીઝમાં કામ કરીને જ જિતેન્દ્ર લોકપ્રિય કલાકાર બન્યો છે. તેની હીટ વેબ સિરીઝમાં 'કોટા ફેક્ટરી' અને 'પંચાયત'નો સમાવેશ થાય છે.

દિવ્યેન્દુ શર્મા

3/4
image

'પ્યાર કા પંચનામા' ફિલ્મથી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર દિવ્યેન્દુને લોકપ્રિયતા OTT પ્લેટફોર્મ પર જ મળી. આ ફિલ્મ પછી દિવ્યેન્દુ ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો પરંતુ તેની લોકપ્રિયતા ન મળી. પરંતુ વેબ સિરીઝ 'મિર્ઝાપુર' માં મુન્ના ભૈયાના પાત્ર ભજવ્યા બાદ દિવ્યેંદુ રાતોરાત સ્ટાર બની ગયો.

બોબી દેઓલ

4/4
image

બોલિવૂડમાં ઘણા વર્ષો સુધી સફળતા માટે સંઘર્ષ કરી ચુકેલા બોબી દેઓલની ડૂબતી કારકિર્દીને વેબ સિરીઝ 'આશ્રમ' એ બચાવી. બોબી દેઓલે આ વેબ સિરીઝમાં બાબા નિરાલાનું પાત્ર ભજવ્યું છે. આ સિરીઝ પછી બોબી દેઓલે  ફરીથી ચર્ચામાં આવ્યો. આ વેબ સિરીઝમાં બોબી દેઓલના અભિનય સાથે તેના ઈન્ટિમેટ સીન્સની પણ ખૂબ ચર્ચા થઈ હતી.