‘મને માફ કરજે ચાહત, તને કીધા વગર ખોટું પગલું ભરું છુ': તારી રાધા ખુશીથી મરે છે, તું ખુશ રહેજે

Banaskantha News : ‘‘મને માફ કરજે ચાહત..તને કિધા વગર ખોટું પગલું ભરૂ છું, તું તારી લાઇફમાં દુ:ખી ન થતો, ખુશ રહેજે અને શાંતિથી મેરેજ કરી લેજે. તું હમેશાં ખુશ રહેજે, જો તું દુ:ખી થઇશ તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે...’’ પાલનપુરમાં ઠાકોર પરિવારની એક દીકરીએ આપઘાત પહેલા જે શબ્દો કહ્યાં તે હૈયામાં સીધા બાણની જેમ વાગે તેમ છે. 
 

વીડિયો બનાવીને રાધાએ મોત વ્હાલું કર્યું 

1/4
image

પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય રાઘા નામની યુવતીએ આપઘાત કરીને પરિવારજનોને ચોંકાવી દીધા છે. યુવતીએ પોતાની પાછળ એક એવો વીડિયો છોડ્યો, જે જોઈને પરિવારજનો પણ હચમચી ગયા હતા. વાયરલ વીડિયોમાં યુવતીએ કોઈ યુવકની માફી માંગી અને તે બાદ આપઘાત કર્યો હતો. ત્યારે પાલનપુર પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે. તેના પરિવારજનોએ માહિતી આપતા કહ્યું કે, રાધાના લગ્ન સાતેક વર્ષ અગાઉ સમાજના રીતરીવાજ મુજબ થયા હતા. જોકે, એને એના પતિ જોડે મનમેળ ન થતાં બાદમાં છૂટાછેડા લીધા હતા. બાદમાં તે પિયરમાં જ રહેતી હતી અને બ્યુટીપાર્લર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. ગત 12 ડિસેમ્બરના રોજ રાધા એક સંબંધીને ત્યાં એક પ્રસંગમાં ગઇ હતી અને 14 ડિસેમ્બરના રોજ પરત આવી હતી. તેના બીજા દિવસે 15 ડિસેમ્બરે રાધાએ આવું પગલું ભર્યુ હતું.  

રાઘાના મોબાઈલમાંથી બે વીડિયો મળ્યા

2/4
image

મોબાઇલમાંથી એક 57 સેકન્ડ અને એક 114 સેકન્ડના આમ બે વીડિયો અને કેટલાક રેકોંડિગ્સ મળી આવ્યા છે. હાલ મૃતક યુવતીની બહેનની અરજીના આધારે અને યુવતીના મોબાઇલમાંથી મળેલા વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. યુવતીએ આપઘાત કરતા પહેલા વીડિયો બનાવીને વાયરલ પણ કર્યો છે. આ વાયરલ વીડિયોમાં યુવતી કોઈ યુવકની માફી માંગી રહી છે અને તે બાદ આપઘાત કરી રહી છે. મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે.

પ્રેમી માટે છોડ્યો સંદેશ

3/4
image

રાધાએ એક વીડિયોમાં કહ્યું કે, મને માફ કરજે ચાહત, હું તને કીધા વગર ખોટુ પગલું ભરુ છું. તું તારી લાઇફમાં દુખી ન થતો, હમેંશા ખુશ રહેજે અને શાંતિથી મસ્ત મેરેજ કરી લેજે. એવું ના વિચારતો કે મેં આત્મહત્યા કરી છે. તું ખુશ રહીશ તો મારા આત્માને શાંતિ મળશે. તું દુખી થઇશ તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે હું બે હાથ જોડીને તારાથી માફી માગુ છું, હું ઘરથી અને કંકાસથી કંટાળી ગઇ છું. તું ખુશ રહેજે અને બધાને ખુશ રાખજે.

આપઘાત પહેલા યુવતીએ શું કહ્યું...

4/4
image

આ યુવતીએ અંતિમ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં યુવતી કોઈ યુવકને સંબોધીને બોલતી સંભળાય છે કે, તે જિંદગીથી કંટાળી ગઈ છે. સોરી કે હું તને કહેવા નથી રહી. રાધા ઠાકોરે વીડિયોમાં કહ્યું હતું કે, તારી આ રાધા ખુશીથી મરે છે એટલે તું ચિંતા ન કરતો. મને માફ કરજે, હવે મારે આ જિંદગી નથી જીવવી. મેં મારી જિંદગી ખુશી ખુશી જીવી લીધી. બધી રીતે હું કંટાળી ગઈ છું. સોરી કે હું તને કહેવા નથી રહી. મને માફ કરજે. દુ:ખી બિલકુલ ન થતો. ખુશ થજે, મારાથી પણ સારી છોકરી ગોતીને મસ્ત મેરેજ કરજે તો મને અને મારી આત્માને બહુ જ શાંતિ મળશે. દુ:ખી થઈશ તો મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે.