રાજ્યમાં હજુ વધશે ઠંડીનો ચમકારો! હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી

Gujarat Coldwave Alert: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવસે પણ ઠંડા પવનો ફૂંકાવાને કારણે લોકોએ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં નલિયામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે નલિયાનું તાપમાન 7.8 ડિગ્રીએ પહોંચી ગયું છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે. 

હવામાન વિભાગની આગાહી

1/5
image

હવામાન વિભાગે જણાવ્યું કે તાપમાન વધવા છતાં પવન રહેતા લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો કે ઘટાડો જોવા મળી શકે છે. હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાતા લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું કે સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો રહી શકે છે.

આ શહેરમાં સૌથી વધુ ઠંડી

2/5
image

ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે. કચ્છના નલિયામાં તાપમાન 7.8 ડિગ્રી પહોંચ્યું છે. જ્યારે અમદાવાદમાં તાપમાન 14 ડિગ્રી, વડોદરામાં 12 તો ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

શું છે અંબાલાલ પટેલની આગાહી

3/5
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 16 થી 22 ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે, સવારના સમયે ઠંડી યથાવત રહેશે.   

4/5
image

ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે. 

5/5
image

લક્ષદ્વીપ અને તેની નજીકના માલદીવ વિસ્તાર પર નીચા દબાણનું ક્ષેત્ર છે, જેની સાથે ચક્રવાતી પરિભ્રમણ પણ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આગામી 24 કલાકમાં તે પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે જ સમયે, શુક્રવારે આંદામાન સમુદ્રના મધ્ય ભાગ અને થાઇલેન્ડના અખાતના અડીને આવેલા વિસ્તારોમાં સક્રિય ચક્રવાતનું પરિભ્રમણ હવે દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના વિસ્તારોમાં સ્થિત છે, જેના કારણે નીચા દબાણનો વિસ્તાર બનશે. 15 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી. શક્યતાઓ છે. આગામી બે દિવસમાં તે તમિલનાડુના તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે. અંદામાન સમુદ્રમાં સક્રિય સાયક્લોનિક સરક્યુલેશનની અસર દક્ષિણના રાજ્યોમાં જોવા મળશે. તામિલનાડુમાં 16 થી 19 ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કેરળમાં 18-19 ડિસેમ્બર, પુડુચેરી, તટીય આંધ્રપ્રદેશ અને દક્ષિણ કર્ણાટકમાં 17-18 ડિસેમ્બરે ભારે વરસાદ પડશે. તેમજ આ રાજ્યોમાં ગાજવીજ સાથે વીજળી પડી શકે છે. 15 ડિસેમ્બરે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદ પડી શકે છે. આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવમાં 16-17 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હળવા વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. ₹1,290 ભારતીય હવામાન વિભાગ (IMD) એ વરસાદને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.