અમરેલી News

દુર્ઘટનાના 15 મિનિટ પહેલા પરિવાર પુલ પર હતો, દીકરો ડરી જતા બહાર આવ્યા ને પુલ તૂટ્યો
કેતન બગડા/અમરેલી :મોરબીની ઝૂલતા પુલ તૂટવાની ગોઝારી ઘટનામાં રાજુલાનો મહેતા પરિવાર ભોગ બની ગયું હોત. પરંતુ મહેતા  પરિવાર બચ્યો છે તો માત્રે તેમના 9 વર્ષના પૂત્રના ડરના કારણે. આ દુર્ઘટના સર્જાઈ તેની 15 મિનિટ પહેલાં જ રાજુલાનો મહેતા પરિવાર ઝૂલતા પર હતો. મહેતા પરિવાર મોરબીમાં તેમના સંબંધીઓના ઘરે ગયો હતો. ત્યારે રવિવારની રજાની મજા  માણવા માટે તેઓ ઝૂલતા પુલની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ત્યારે દુર્ઘટનાની 15 મિનિટ પહેલાં જ ભાનુભાઈ મહેતા, સાગરભાઈ મહેતા, ખેવના, નેત્ર સહિત આખો પરિવાર ઝૂલતા પુલ પર હતો. સેલ્ફી લઈને આનંદ માણતો હતો. પરંતુ થોડે આગળ જતા મહેતા પરિવારનો 9 વર્ષનો દીકરો નેત્ર ડરી ગયો હતો. બાળક રડવા લાગતા પરિવાર ઝૂલતા પુલ પરથી બહાર આવ્યો હતો. ત્યાંથી નીકળ્યાની 15 મિનિટ બાદ જ આ ગોઝારી ઘટના બની હતી. હાલ મહેતા પરિવાર પોતાના વતન રાજુલા પહોંચી ભગવાનનો આભાર માની રહ્યા છે કે તેઓ બચી ગયા. સાથે સેંકલો લોકોના મોત થયા છે તે અંગે દુખ વ્યક્ત કરી તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે.
Nov 1,2022, 21:01 PM IST
રાજુલાનું મોરંગી ગામ આજીવન લતા મંગેશકરનુ ઋણી રહેશે, જે તેમણે કર્યુ તે ક્યારેય નહિ ભૂ
મહાન ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) ની અચાનક ચીર વિદાય થતા સંગીત પ્રેમીઓમાં ભારે શોક જોવા મળી રહ્યો છે. લતા મંગેશકરનું કનેક્શન ક્યાંકને ક્યાંક અમરેલી સાથે કાયમ જોવા મળ્યું હતું. લતા મંગેશકરના અંગત મદદનીશ મહેશ રાઠોડ જે રાજુલા તાલુકાના મોરંગી ગામના હતા. જેઓ હાલ મુંબઈમાં રહીને લતા મંગેશકર માટે કામ કરતા હતા. જેથી લતા મંગેશકર અમરેલી જિલ્લાથી ખૂબ સારી રીતે વાકેફ હતા. અહીં તેમણે રાજુલા તાલુકાના મોરંગી ગામમાં ભવ્ય સાઈનાથનુ મંદિર બનાવવા મદદ કરી હતી. આ મંદિરનો તમામ ખર્ચો લતા મંગેશકરે આપ્યો છે. અહીં ભગવાન સાંઈનાથની મૂર્તિ લતા દીદી દ્વારા શિરડીથી મોકલવામાં આવી હતી. આ મૂર્તિના સ્થાપન વખતે શિરડી મંદિરના પુજારી અમરેલી આવ્યા હતા અને આ મૂર્તિનું સ્થાપન તેમના હસ્તે કરાયુ હતું. 
Feb 6,2022, 15:57 PM IST

Trending news