Anupamaa: જબરદસ્ત વળાંક આવવાનો છે 'અનુપમા'માં, દર્શકોએ ધાર્યું પણ નહીં હોય તેવું થશે, જુઓ PICS

અનુપમા સીરિયલમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. સાદી સીધી દેખાતી અનુપમા ડિવોર્સ બાદ એકદમ બદલાઈ જશે. મેકઓવર થશે અને તે નવા અવતારમાં જોવા મળશે. આ ઉપરાંત લાંબા સમય બાદ કાવ્યાના ચહેરા પર શાંતિ જોવા મળી રહી છે. અનુપમાને તલાક આપ્યા બાદ પણ વનરાજ ફક્ત તેના ખ્યાલમાં ડૂબેલો છે. પણ હવે સિરિયલમાં એવા એવા વળાંક આવવાના છે કે દર્શકો જકડાઈને બેસી જ રહેશે. 

અનુપમા પર વનરાજ ગુસ્સે થશે

1/8
image

આવનારા એપિસોડમાં તમને જોવા મળશે કે વનરાજ બધાની સામે કાવ્યાએ જે પણ કઈ કર્યું તે માટે તેને સંભળાવશે. ડોક્ટર અદ્વૈત અનુપમાને બતાવશે તેની બીમારી વિશે. અનુપમાની હિંમત જોઈને તે તેના વખાણ કરશે. તેને મજબૂતાઈથી આ બીમારી સામે લડવાનું કહેશે. એપિસોડમાં જોવા મળશે કે કાવ્યા અદ્વૈત અને અનુપમાને લઈને વનરાજના કાન ભરશે. વનરાજ પણ અદ્વૈત અને અનુપમાને સાથે જોઈને શક કરશે. એવું પણ જોવા મળશે કે કાવ્યા વનરાજને ચાની સાથે કૂકીઝ આપશે જેનાથી વનરાજની હાલત ખરાબ થશે. અનુપમા દોડીને વનરાજ પાસે આવશે અને કાવ્યાને કહેશે કે તે ફરીથી વનરાજને ચા સાથે કૂકીઝ ન આપે. આ બધુ જોઈને વનરાજ ગુસ્સે ભરાશે અને અનુપમાને દૂર રહેવાનું કહેશે. 

વનરાજ અને કાવ્યાના લગ્ન

2/8
image

એપિસોડમાં જોવા મળશે કે કાવ્યા અદ્વૈત અને અનુપમાને લઈને વનરાજના કાન ભરશે. વનરાજ પણ અદ્વૈત અને અનુપમાને સાથે જોઈને શક કરશે. આવામાં તે જીવનમાં આગળ વધવાનો નિર્ણય લેશે. આવનારા દિવસોમાં વનરાજ અને કાવ્યાના લગ્ન થશે. (Photo Credit: Sudhanshu Pandey Instagram)

અનુપમાનો નવો અવતાર

3/8
image

આ બાજુ અનુપમાની વાત કરીએ તો અનુપમા ડિવોર્સ બાદ નવો અવતાર ધારણ કરશે. જેનો પુરાવો આપે છે રૂપાલી ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી કેટલીક તસવીરો. પતિથી અલગ થયા બાદ અનુપમાએ પોતાની જાત પર ધ્યાન આપ્યું છે. આવો એક નજર ફેરવીએ અનુપમાના નવા અવતાર પર... (Photo Credit: Rupali Ganguly Instagram)

પોતાના માટે વિચારશે અનુપમા

4/8
image

અનુપમા સિરિયલમાં દર્શકો જોઈ ચૂક્યા છે કે વનરાજ અને અનુપમાએ એકબીજાને ડિવોર્સ આપી દીધા છે. બંનેના રસ્તા અલગ થઈ ગયા છે. ડિવોર્સ બાદ અનુપમા નિર્ણય લે છે કે તે હવે ફક્ત પોતાના માટે જીવશે અને પોતાની ખુશીઓને સૌથી ઉપર રાખશે.  (Photo Credit: Rupali Ganguly Instagram)

નવા અવતારમાં લાગે છે સુંદર

5/8
image

આ નિર્ણય બાદ અનુપમાનું મેકઓવર કરાયું છે. નવા અવતારમાં રૂપાલી ઉર્ફે અનુપમા ખુબ સુંદર લાગે છે. દર્શકોને ચોક્કસપણે આ રૂપ ગમશે.  (Photo Credit: Rupali Ganguly Instagram)

સ્ટાઈલમાં કર્યો ફેરફાર

6/8
image

આ નવા અવતારમાં અનુપમાની સાડીઓનું કલેક્શન બદલાઈ ગયું છે. આ સાથે જ  વાળની સ્ટાઈલ પણ બદલાઈ છે.  (Photo Credit: Rupali Ganguly Instagram)

ફેન્સ જુએ છે રાહ

7/8
image

અનુપમા અને વનરાજના ડિવોર્સ બાદ રૂપાલી ઉર્ફે અનુપમાના નવા અવતારનો ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આવામાં આ તસવીરો ફેન્સને આવનારા એપિસોડની કેટલીક ઝલક દેખાડી શકે છે.  (Photo Credit: Rupali Ganguly Instagram)

આગળ જતા એક થઈ શકે અનુપમા અને વનરાજ

8/8
image

એવી આશા દર્શકો સેવી રહ્યા છે કે ભવિષ્યમાં વનરાજ અને અનુપમા સાથે થઈ જાય. પરંતુ હાલ તો એવા કોઈ અણસાર જોવા મળી રહ્યા નથી.