Photos: ઘર, હોટલો, ઈમારતો કાટમાળમા ફેરવાયા, ભૂકંપે તિબેટમાં મચાવી ભયંકર તબાહી, અત્યાર સુધીમાં 126ના મોત
કુદરતે ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ અને પ્રચંડ શક્તિનું પ્રદર્શન કર્યું. તિબ્બતમા શિગાજે ક્ષેત્રમાં આવેલા 6.8 તીવ્રતાના વિનાશકારી ભૂકંપે ઢગલો ઈમારતોને કાટમાળમાં ફેરવી અને અનેક લોકોના જીવ લઈ લીધા. ભૂકંપના આ ઝટકાઓએ તિબેટ, નેપાળ અને ભારતમાં હજારો લોકોને ડર અને અસુરક્ષાના ઓછાયામાં ધકેલી દીધા.
અધિકારીઓને આશંકા છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. બચાવ અને પુર્નવાસના કાર્યોને પ્રાથમિકતા અપાઈ રહી છે. ભૂકંપ બાદ ઊભી થનારી સ્થિતિઓને રોકવા માટે વિશેષજ્ઞોની એક ટીમ તૈનાત છે. આ કુદરતી આફતે તિબેટ અને આજુબાજુના દેશોમાં ઊંડા ઘા આપ્યા છે.
ભૂકંપનું કેન્દ્ર શિગાજેના ડિંગરી કાઉન્ટીના સોગો કસ્બામાં હતું. જ્યાં 10 કિલોમીટર ઊંડે તીવ્ર ઝટકા મહેસૂસ થયા. મંગળવાર સવારે આ ભૂકંપે ખાસ કરીને તિબેટના લોકોને ખુબ પ્રભાવિત કર્યા. અત્યાર સુધીમાં 126 લોકોના મોત અને 188થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યરે નેપાળ અને ભારતમાં પણ આ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા.
શિગાજે વિસ્તાર જે તિબેટનું પવિત્ર ધાર્મિક કેન્દ્ર અને પંચેન લામાની પરંપરાગત પીઠ છે. ભારે નુકસાની ભોગવી રહ્યું છે. ડિંગરી કાઉન્ટી, જે માઉન્ટ એવરેસ્ટના ઉત્તરી આધાર શિબિર નજીક છે. સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સામેલ છે. અહીં 27 ગામડાઓમાં 6900 લોકો રહે છે. જેમાંથી મોટાભાગના બેઘર થઈ ગયા છે. સરકારી ટેલિવિઝન પર દેખાડવામાં આવેલા ફૂટેજે આ તબાહીની ગંભીરતાને ઉજાગર કરી છે. જેમાં બાળકો અને વૃદ્ધોને કાટમાળમાંથી બહાર કાઢતા દેખાડાયા છે.
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે પ્રભાવિત વિસ્તારોમાં ઝડપથી રાહતકાર્ય ચલાવવાના આદેશ આપ્યા છે. 3400થી વધુ બચાવકર્મીઓ અને 340થી વધુ તબીબી સારવાર આપનારાઓને ક્ષેત્રમાં તૈનાત કરાયા છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં ચિકિત્સા શિબિર લગાવવામાં આવ્યા છે. જ્યાં ઘાયલોની સારવાર થઈ રહી છે.
નેપાળમાં કાઠમંડુ સહિત અનેક જિલ્લાઓમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. લોકો ડરના કારણે પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. ભારતીય રાજ્યો, જેમ કે બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભૂકંપની અસર જોવા મળી, જો કે અહીં જાનમાલનું નુકસાન થયું નહીં.
ધર્મશાળા સ્થિત તિબેટી આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ ભૂકંપમાં જીવ ગુમાવનારા પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો અને ઘાયલોના જલદી સાજા થવાની કામના કરી. ભારતે પણ સંવેદના જતાવતા તિબેટના લોકો પ્રત્યે પોતાની પ્રાર્થના વ્યક્ત કરી છે.
તિબેટી પઠાર, જે યુરેશિયન અને ભારતીય ટેક્ટોનિક પ્લેટોના ટકરાવના ક્ષેત્રમાં છે, પહેલેથી જ ભૂકંપની રીતે સંવેદનશીલ ગણાય છે. વિશેષજ્ઞોએ આ ક્ષેત્રમાં વારંવાર આવતા ભૂકંપો પ્રત્યે ચેતવણી આપી છે. જેનો પ્રભાવ સરહદી વિસ્તારો ઉપર પણ પડે છે.
ચીને માઉન્ટ એવરેસ્ટ પાસે સ્થિત પર્યટન સ્થળોને અસ્થાયી રીતે બંધ કર્યા છે. આ સાથે જ તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર બનાવવામાં આવેલા બંધને લઈને ચિંતાઓ વધી ગઈ છે. જો કે અધિકારીઓએ કહ્યું કે ભૂકંપથી કોઈ પણ બંધ કે જળાશયને નુકસાન પહોંચ્યું નથી.
અધિકારીઓને આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. બચાવ અને પુર્નવાસના કાર્યોને પ્રાથમિકતા અપાઈ રહી છે. ભૂકંપ બાદ પેદા થનારી સ્થિતિઓ માટે વિશેષજ્ઞોની એક ખાસ ટીમ તૈનાત છે.
આ કુદરતી આફતે તિબેટ અને પાડોશી દેશોને ઊંડા ઘા આપ્યા છે. હવે પડકાર એ છે કે રાહત અને પુર્નવાસના કાર્યોને કેવી રીતે ઝડપથી અને પ્રભાવી ઢબે પૂરા કરવામાંઆવે ( (Photo Credit- concern Agancies)
Trending Photos