સિમ્પલ દેખાતી Anupama ની પુત્રી રિયલ લાઈફમાં છે ખૂબ જ સુંદર, Photos પરથી નજર નહીં હટાવી શકો

ટીવી શો 'અનુપમા' (Anupama) લોકોનો પ્રિય શો છે. ટીઆરપીની દ્રષ્ટિએ પણ આ શો ટોપ પર રહે છે. શોની સાથેસાથે લોકો 'અનુપમા'ની સ્ટારકાસ્ટને પણ ખૂબ પસંદ કરે છે. પછી તે મુખ્ય કલાકારો હોય કે સાઇડ અભિનેતાઓ. આમાંના એક અભિનેત્રી દરેકની પ્રિય 'પાખી' છે. શોમાં સૌથી નાની અને દરેકનો પ્રેમ મેળવતી પાખી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. લોકો તેની તસવીરોને ખૂબ પસંદ કરે છે. આજે અમે તમારા માટે તેની ઘણી ખાસ તસવીરો લઈને આવ્યા છીએ.

શાહ પરિવારની સૌથી નાની સભ્ય

1/6
image

'અનુપમા' (Anupama) શોમાં પાખીનું પાત્ર મુસ્કાન બામણે (Muskan Bamne) ભજવી રહી છે. પાખી શાહ પરિવારની સૌથી નાની સભ્ય છે. પરિવાર પાખીને ખૂબ પ્રેમ કરે છે. શોની જેમ, વાસ્તવિક જીવનમાં તમામ સ્ટારકાસ્ટ પણ મુસ્કાનને ખૂબ પસંદ કરે છે અને પ્રેમ કરે છે.

પાકી રોલ છે મહત્વનો

2/6
image

'અનુપમા' (Anupama) શોમાં પાખીનો ટ્રેક આ સમયે મહત્વનો છે અને લોકો મુસ્કાન બામણે (Muskan Bamne) ની એક્ટિંગને પસંદ કરી રહ્યા છે. મુસ્કાન બામણે નાનપણથી જ અભિનય કરે છે. તેમણે એક બાળ અભિનેતા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

10 વર્ષથી છે ઇન્ડસ્ટ્રીનો હિસ્સો

3/6
image

મુસ્કાન બામણે (Muskan Bamne) માત્ર 21 વર્ષની છે. તે 10 વર્ષથી મનોરંજન જગતનો ભાગ છે. મુસ્કાન બામણે 10 વર્ષની નાની ઉંમરે ટીવી શોમાં કામ કરવાનું શરૂ કર્યું.

રૂપાલી ગાંગુલી સાથે ખાસ બોન્ડ

4/6
image

મુસ્કાન બામણે (Muskan Bamne) તેની ઓનસ્ક્રીન માતા રૂપાલી ગાંગુલી સાથે સ્પેશિયલ બોન્ડ છે. તેઓ બંને સેટ પર ખૂબ મસ્તી કરે છે અને સાથે સાથે મસ્તીભરી તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ

5/6
image

મુસ્કાન બામણે (Muskan Bamne) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તે પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ તેનો ગ્લેમરસ અવતાર ખૂબ પસંદ કરે છે.

વધેલા વજનને કારણે મળતું ન હતું કામ

6/6
image

વજન વધવાને કારણે મુસ્કાન બામણે (Muskan Bamne) ને કામ મળતું ન હતું. તેણે ETimes ને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે આ કારણે તેને અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પણ, મુસ્કાન બામણે સતત મહેનત ચાલુ રાખી અને ઘણી સારી ભૂમિકાઓ કરી. હવે તેણે પોતાનું વજન પણ કાબૂમાં રાખ્યું છે.