CM રૂપાણીએ જે બૂક ફેરનું ઉદઘાટન કર્યું, ત્યાં પાખંડી બાબા આસારામને સ્ટોલ ફાળવાયો

શિયાળાની મોસમમાં દરેકના ઘરે વસાણાા બને છે. નવગુજરાત સમયની આ માહિતી મુજબ, અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં રૂપા હાથણી માટે વિવિધ જાતના મસાલાવાળા લાડુ ખવડાવીને તેને ઠંડીથી અસરથી બચાવવાનો પ્રયાસ કરાય છે. 

ગુજરાત : અમદાવાદમાં આવેલા GMDC મેદાન ખાતે આયોજિત નેશનલ બુક ફેર - 2018 તેના એક્ઝિબિશન હોલમાં આવેલા સ્ટોલ નંબર 137 અને 138ના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વાત કરીએ આ બંને સ્ટોલની તો અહીં સાહિત્યના વેચાણ થઈ રહ્યા છે અને આ સાહિત્ય છે દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલા આસારામના. હાલ તો નેશનલ બુક ફેર - 2018માં ફાળવવામાં આવેલા આ બંને સ્ટોલ ચર્ચાનું કેન્દ્ર તો બન્યા જ છે, તો સાથે વિપક્ષને પણ રાજ્ય સરકાર પર પ્રહાર કરવાનો અવસર આપી ચૂક્યા છે. કેમકે આ બુક ફેરનું આયોજન 24મી તારીખે સીએમ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જેની સામે હાલ તો વિપક્ષ દ્વારા અનેક સવાલો ઉઠાવામાં આવી રહ્યા છે.

હાથણીને પણ જોઈએ વસાણા

1/4
image

શિયાળાની મોસમમાં દરેકના ઘરે વસાણાા બને છે. નવગુજરાત સમયની આ માહિતી મુજબ, અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં રૂપા હાથણી માટે વિવિધ જાતના મસાલાવાળા લાડુ ખવડાવીને તેને ઠંડીથી અસરથી બચાવવાનો પ્રયાસ કરાય છે. 

મૃત દીકરાને જીવતો કરવા પિતા તેને મંદિર લઈ ગયા

2/4
image

સુરતમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સંદેશના અહેવાલ મુજબ, સુરત સિવિલ હોસ્પિટલના તબીબીઓ મૃત જાહેર કરેલ 2 વર્ષના દીકરાને જીવતો કરવા પિતા તેને મંદિર લઈ ગયા હતા. અંધશ્રદ્ધાનો આ કિસ્સો વાયુવેગે સુરતમાં પ્રસરાઈ ગયો હતો.  

પોલીસે શોધી આપ્યો દાગીનાનો થેલો

3/4
image

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, રાજકોટ શહેરમાંથી અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મુસાફર રીક્ષામાં દાગીના ભરેલો થેલો ભૂલી ગયો હતો. આવામાં પોલીસે માનવતા દાખવીને તેની મદદ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘણી મહેનત કરીને શિક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો અને મુસાફરને તેની થેલી પરત આપી હતી. આ કામમાં રસ્તા પર લગાવાયેલા સીસીટીવી આઈવે પ્રોજેક્ટ મારફતે પોલીસે અનોખુ કામ કર્યું હતું.  

મેદસ્વીતાનું પ્રમાણ વધી ગયું છે 

4/4
image

લાઈફસ્ટાઈલ બદલાતા લોકોની હેલ્થ પર ઉંડી અસર પડી છે. તેનું સૌથી મોટું પરિણામ એ આવ્યું છે કે, લોકો બેઠાડુ જીવન જીવતા થઈ ગયા છે, અને તેને કારણે તેઓ મેદસ્વીતાનો ભોગ બની રહ્યા છે. દિવ્ય ભાસ્કરમાં આપેલી માહિતી મુજબ, રાજ્યના ઉદ્યોગકારોમાં 10 વર્ષમાં મેદસ્વીતાના પ્રમાણમાં 75 ટકા જેટલો વધારો થયો છે. જેમાં 60થી 65 ટકા મહિલાઓ અને 40 ટકા પુરુષો તેનો ભોગ બન્યા છે.