ગુજરાત ન્યૂઝ

ઇન્ટર્ન તબીબોની હડતાળ આજે પણ યથાવત, DyCMએ કહ્યું- ગેરહાજરી પૂરો તો મળ્યો આ જવાબ

રાજ્યના ઇન્ટર્ન તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળનો આજે બીજો દિવસ છે. અંદાજે બે હજાર જેટલા ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તરફથી સંતોષકારક જવાબ ના મળતા હડતાળ યથાવત રાખવાનો નિર્ણય તેમણે લીધો છે. 

Dec 15, 2020, 09:57 AM IST

વડોદરા: બાવામાનપુરામાં મોડી રાત્રે નિર્માણાધીન ઈમારત ધરાશાયી, 3 લોકોના મૃત્યુ

શહેરના બાવામાનપુરા (Bawamanpura) વિસ્તારમાં 3 માળની નિર્માણાધીન ઈમારત ધરાશયી (Under Construction building collapsed)  થતા 3 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં એક મહિલા અને 2 પુરુષો સામેલ છે. મૃતકો મજૂરો હતા. સૂચના મળતા જ પ્રશાસન અને ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.  

Sep 29, 2020, 07:06 AM IST

Teacher's Day 2020 : જાણો વિશ્વના કયા દેશમાં ક્યારે ઉજવાય છે શિક્ષક દિવસ...

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે દેશમાં 5 સપ્ટેમ્બરને 'શિક્ષક દિવસ' તરીકે મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના વાહક, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક હતા.

Sep 5, 2020, 04:01 PM IST

60મો સ્થાપના દિવસઃ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જાણો ઈતિહાસ અને વર્તમાન

1 મે, 1960ના રોજ દ્વીભાષી મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અને મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચના 'રાજ્ય પુનર્રચના કાયદા-1956'ના આધારે કરવામાં આવી હતી   
 

Apr 30, 2020, 11:38 PM IST

રાજ્યમાં વેપારીઓએ પોતાની જવાબદારી સમજવી પડશે, નિયમોનું પાલન કરાવવું પડશે: શિવાનંદ ઝા

 રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનનો આ અંતિમ તબક્કો ખુબ નિર્ણાયક સાબિત થઈ શકે છે. ત્યારે કોરોના સંક્રમણથી બચાવ માટે સાવચેતી જ એકમાત્ર સાચુ હથિયાર બની રહેશે. આ મહામારીની લડાઈ લાંબી છે. ત્યારે સંક્રમિત વિસ્તારોમાં વધુ સર્વેલન્સ હાથ ધરવા પોલીસકર્મીઓને ચોક્કસ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ વડાએ આજે જણાવ્યું કે, વેપારીઓ પોતે પણ સચેત થાય અને પોતે માસ્ક પહેરે અને ગ્રાહકો પણમાસ્ક પહેરીને આવે તે જરૂરી છે. અનેક વેપારીઓ સુપર સ્પ્રેડર સાબિત થયા છે. કેટલાક કિસ્સાઓમાં ગ્રામ્ય વિસ્તારમાંબોરવેલ ફિટિંગ કરવા માટે જતા લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં હવે પોલીસ બોરવેલ કે સિંચાઇના પંપના કામ માટે જતા કોઇ પણ વ્યક્તિને અટકાવે નહી તેવા નિર્દે્શ અપાયા છે. તેમને કોઇ વિશેષ પાસની જરૂર નહી રહે અને માત્ર તેમના ડ્રાયવિંગ લાયસન્સના આધારે થશે.

Apr 28, 2020, 05:36 PM IST

બ્રાયન લારાએ આજના દિવસે રમી હતી સૌથી મોટી ઈનિંગ, પોન્ટિંગે કરી હતી ટીકા

12 એપ્રિલ 2004ના વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેન્ટ જોન્સના મેદાનમાં ટેસ્ટ ક્રિકેટમાં અણનમ 400 રનની ઈનિંગ રમી હતી. 
 

Apr 12, 2020, 07:42 AM IST

Big Breaking: હાર્દિક પટેલની ધરપકડ થઈ, જાણો શું છે મામલો?

પાટીદાર નેતા હાર્દિક પટેલની પોલીસે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી અટકાયત બાદ ધરપકડ કરાઈ છે. પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ થયું હતું. 

Jan 18, 2020, 08:41 PM IST
 Editor's Point: World Welcome New Year 2020 PT22M39S

વર્ષ 2020નું ધમાકેદાર આગમન, જુઓ Editor's Point

2019નું વર્ષ ભારત માટે અનેક સફળતાઓથી ભરપૂર રહ્યું... અનેક એવા ક્ષેત્રમાં ભારતે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી.. ત્યારે 2020ના વર્ષમાં પણ ભારત આવો જ સફળતાનો સિલસિલો યથાવત રાખે તેવી આશા અને અપેક્ષા છે.. 2019ના વર્ષની વિદાય સાથે 2020ના નવા વર્ષનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું... ભારતમાં 2019માં બનેલી ઘટનાઓ વિશે અમે તમને અર્થપૂર્ણ માહિતી પૂરી પાડી... ત્યારે આવી જ માહિતીનો ભંડાર અમે તમારા માટે 2020માં પણ લઈને આવ્યા છીએ... કઈ-કઈ ઘટનાઓ દેશમાં બનશે? જુઓ અમારો આ ખાસ અહેવાલ.

Jan 1, 2020, 11:20 PM IST

સુરત: GST વિભાગ તપાસ કંઇક કરતું હતું અને મળી 600 કરોડનું કૌભાંડ

રૂપિયા 600 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં રૂપિયા 32 કરોડનું રિફંડ ગમન કરનારા આરોપીઓ પૈકી અડાજણ પાટીયાની નિશાંત સોસાયટીનો રહેવાસી ગુલામ ગોડિલની સીજીએસટી (સેન્ટ્રલ ગુડ્સએન્ડ સર્વિસ ટેક્સ) વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા અધિકારીઓ દ્વારા ગુલામ ગોડિલ ઉપરાંત કન્સલ્ટન્ટ નિમિશ શાહનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગુલામ ગોડિલની ધરપકડ કરવામાં આવી હતી. ગુલામ ગોડિલની માહિતી આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવી છે, તેના રિયલ એસ્ટેટનાં કેટલા રૂપિયા અને ક્યાં ક્યાં રોકાયા છે તેની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. 

Dec 27, 2019, 09:58 PM IST
 X Ray 21 Nov PT23M4S

પાકિસ્તાનનું પતન, જુઓ X-Ray

પાકિસ્તાનનું એક અરબ ડોલરથી વધારેનું ટ્રેડ બેલન્સ છે. જે નાણાંકીય વર્ષ 2018-19માં ભારતના વિદેશ વેપારમાં પાકિસ્તાનના 1 ટકાના 10મા ભાગ બરાબર હતો. પાકિસ્તાન ભારતનો 48મો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. જ્યારે ભારત તેનો છઠ્ઠો સૌથી મોટો ઈમ્પોર્ટર છે.

Nov 21, 2019, 10:40 PM IST

ડૂંગળીના ભાવ ભારતમાં આભને આંબ્યા છે ત્યારે આ ચાર દેશ આવ્યા મદદે

અફઘાનિસ્તાન(Afghanistan), ઈજિપ્ત (Egypt), તુર્કી(Turkey) અને ઈરાન (Iran) ખાતેનાં ભારતીય મિશનોને ભારતને ડૂંગળીનો પૂરવઠો પુરતા પ્રમાણમાં પહોંચાડવા માટે જણાવાયું છે.

Nov 6, 2019, 02:33 PM IST

#IndiaKaDNA : દિલ્હીમાં ઓડ-ઈવન ફોર્મ્યુલાથી પ્રદૂષણમાં થયો ઘટાડો- સિસોદિયા

સિસોદિયાએ જણાવ્યું કે, જો આજે આપણે જવાબદારી નહીં લઈએ તો ગાડીઓનું પ્રદૂષણ કેવી રીતે ઘટશે. જવાબદારી તો લેવી પડશે. દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા અંગે મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, સરકારી શાળાઓનું પ્રદર્શન અનુકરણીય થયું છે. 
 

Nov 1, 2019, 04:26 PM IST

ત્રણ લગ્ન, રેખા સાથે અફેર, હંમેશાં વિવાદોમાં જ રહ્યું છે આ અભિનેતાનું અંગત જીવન

વર્ષ 1958માં વિનોદ મહેરાએ ફિલ્મ 'રાગિની' સાથે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે કિસોર કુમારની કિશોર વયની ભૂમિકા ભજવી હતી. 'લાલ પથ્થર', 'અમર પ્રેમ', 'અનુરાગ', 'કુંવારા બાપ' અને 'અર્જુન પંડિત' જેવી ફિલ્મોમાં તેમની શાનદાર ભૂમિકા રહી છે. આ ફિલ્મો ઉપરાંત વિનોદ મહેરા પોતાની લવ લાઈફના કારણે પણ ઘણો જ ચર્ચામાં રહ્યો છે. 

Oct 30, 2019, 12:10 PM IST

જાણો, કઈ ટીમે રમી કેટલી ડે-નાઈટ ટેસ્ટ મેચ, પ્રથમ મેચમાં ભારત કરશે કમાલ?

ભારતે અત્યાર સુધી એક પણ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી નથી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB) પણ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ડે-નાઈટ ટેસ્ટ રમવા રાજી થઈ ગયું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22 નવેમ્બરથી કોલકાતામાં ટેસ્ટ રમાવાની છે, જનું ફોર્મેટ ડે-નાઈટ હશે. બારતમાં પ્રથમ વખત હવે દૂધિયા પ્રકાશમાં ગુલાબી બોલથી ટેસ્ટ મેચ રમાવાશે. 

Oct 30, 2019, 11:35 AM IST

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત 575 શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો જશે કરતારપુર કોરિડોર

કરતારપુર સાહિબ જનારા પ્રથમ જથ્થામાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, હરસિમરત કૌર બાદલ, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પંજાબના તમામ સાંસદો અને ધારાસભ્યો સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબરના રોજ લાંબી ચર્ચાઓના અંતે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતાપુર કોરિડોર માટે શ્રદ્ધાળુઓને આવવા-જવાની પરવાનગી આપવા સહિતના અનેક મુદ્દે કરાર કરાયા હતા. 

Oct 29, 2019, 11:15 PM IST

સાઉદી અરબ ભારતમાં 100 બિલિયન ડોલરનું કરશે રોકાણ, અનેક ક્ષેત્રે કરાર

ભારતની સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સતિએ જણાવ્યું કે, "સાઉદી અરબ ભારતમાં ઊર્જા, રિફાઈનિંગ, પેટ્રોકેમિકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રીકલ્ચર, મિનરલ્સ અને માઈનિંગ ક્ષેત્રે 100 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું વિચારી રહ્યું છે. સાઉદી આરબની સૌથી મોટી તેલ રિફાઈનરી અરામકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. સાથે વ્યૂહાત્મક ભાગીદારી અંગે વિચારી રહી છે."

Oct 29, 2019, 10:52 PM IST

જમ્મુ-કાશ્મીરઃ કુલગામમાં 5 બિન-કાશ્મીરી મજુરોની આતંકવાદીઓએ કરી હત્યા

સૂત્રોએ જણાવ્યું કે, આ હુમલામાં એક મજુર ઘાયલ થયો છે. પ્રાપ્ત માહિતી અુસાર માર્યા ગયેલા તમામ મજૂરો પશ્ચિમ બંગાળના હતા અને તેઓ અહીં રોજમદાર તરીકે કામ કરતા હતા. 

Oct 29, 2019, 10:00 PM IST

આજે દુનિયા બદલાઈ ગઈ છે, આપણે આપણાં વિચારો બદલવા પડશેઃ પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સાઉદી અરબ સાથે ભારતના ઘણા જુના સંબંધો છે. વિશ્વ કલ્યાણ માટે નવા માર્ગો શોધવા જરૂરી છે. આગામી 5 વર્ષમાં ભારતનું અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલરનું થવાનું છે. હું આજે અહીં વેશ્વિક વેપારને અસરકર્તા 5 ટ્રેન્ડ પર ચર્ચા કરવાનો છું. 

Oct 29, 2019, 09:10 PM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટઃ બગદાદીનું સ્થાન લેનારો આતંકી પણ ઠાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી હતી કે, ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદી અબુ બકર અલ બગદાદી સીરિયામાં અમેરિકન ઓપરેશનમાં માર્યો ગયો છે. બીબીસીના રિપોર્ટ અનુસાર ટ્રમ્પે કહ્યું હતું કે, સ્પેશિયલ ફોર્સની એક રેડ દરમિયાન બગદાદીએ પોતાનો સ્યુસાઈડ વેસ્ટ પહેરીને ઉડાવી દીધો હતો. 
 

Oct 29, 2019, 08:49 PM IST