Vastu Tips: ઘરમાં મહાદેવની તસવીર કે મૂર્તિ રાખતા પહેલાં જાણી લો આ નિયમો, ભૂલથી પણ ના કરતા આવી ભૂલ

Vastu Tips For Home: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મેળવવા માટે વાસ્તુ શાસ્ત્રના ઉપાય ખૂબ જ સહાયક સાબિત થાય છે. વાસ્તુમાં એવા ઘણા ઉપાય બતાવવામાં આવ્યા છે, કે જેની મદદથી સુખી જીવન પસાર કરી શકાય છે. કહેવામાં આવે છે કે, ઘરમાં દેવી-દેવતાની મૂર્તિ કે તસ્વીર લાગેલી હોય તો, હંમેશા સુખ-શાંતિ બની રહે છે. હિન્દુ ધર્મમાં શિવજીને બધા દેવતાઓથી ઊચ્ચ સ્થાન પ્રાપ્ત થયેલુ છે. એટલા માટે તેમને દેવાધિદેવ મહાદેવ કહેવામાં આવે છે. તેઓ કાળના પણ કાળ મહાકાલ છે. શિવજીની કૃપાથી મોટામાં મોટુ સંકટ પણ ટળી જાય છે. એટલા માટે ઘરમાં ભગવાન શિવ શંકરની તસ્વીર કે મૂર્તિ રાખવી લાભદાયી માનવામાં આવે છે. 

 

 

ઘરમાં શિવજીની તસ્વીર કે મૂર્તિ લગાવતા શું તકેદારી રાખવી

1/6
image

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં શિવજીની તસ્વીર કે મૂર્તિ લગાવતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવુ જોઈએ. તો ચાલો, જાણીએ કે ઘરમાં શંકર ભગવાનની તસ્વીર કે મૂર્તિ રાખતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવામાં આવે છે.

શિવજીની તસ્વીર કે મૂર્તિ આ દિશામાં લગાવવી જોઈએ

2/6
image

ભગવાન શિવનું નિવાસસ્થાન કૈલાશ પર્વત ઉત્તર દિશામાં આવેલુ છે. એવામાં ઘરમાં શિવજીની મૂર્તિ કે તસ્વીર લગાવો છો, તો ઉત્તર દિશામાં રાખો. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં શિવજીની ક્રોધિત તસ્વીર કે મૂર્તિ ન લગાવવી જોઈએ, કારણકે તેને વિનાશનું પ્રતિક માનવામાં આવે છે.

ઘરમાં લગાવો શિવ પરિવારની તસ્વીર

3/6
image

ઘરમાં શિવજીના પરિવારની તસ્વીર લગાવવી શુભદાયી માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આમ કરવાથી ઘરમાં કલેશ-કંકાસ નથી થતો. સાથે જ બાળકો આજ્ઞાકારી બને છે.

આ જગ્યાએ શિવજીની મૂર્તિ કે પ્રતિમા લગાવવી શુભ હોય છે

4/6
image

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં ભગવાન શિવની મૂર્તિ કે પ્રતિમા એવી જગ્યાએ સ્થાપિત કરવી જોઈએ, જ્યાંથી દરેક દર્શન કરી શકે.

ઘરમાં શિવજીની આ મુદ્રાવાળી તસ્વીર લગાવો

5/6
image

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં શિવજીની એવી મૂર્તિ કે પ્રતિમા લગાવો જેમા તેઓ ખુશ અને હસ્તી મુદ્રામાં હોય. કહેવામાં આવે છે કે, આવી તસ્વીર લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

સફાઈનું ધ્યાન રાખો

6/6
image

ભગવાન શિવ-શંકરની તસ્વીર કે મૂર્તિ ઘરમાં એવી જગ્યાએ સ્થાપિત કરવી જોઈએ, જ્યાં હંમેશા સાફ-સફાઈ થતી હોય. મૂર્તિની આસપાસ બિલકુલ પણ ગંદકી ન હોવી જોઈએ. જો ભગવાન શિવની મૂર્તિ કે તસ્વીરની આસપાસ ગંદકી હોય તો દોષ વધે છે અને આર્થિક નુકસાન થઈ શકે છે.