Baba Vanga 2025 Predictions: બાબા વેંગાએ 2025 માટે કરી છે આ ભયાનક ભવિષ્યવાણી, મહિના પહેલા જોવા મળી રહી છે આહટ!
Baba Vanga Prediction for 2025: નવા વર્ષની શરૂ થવામાં હવે મહિના જેટલો સમય રહ્યો છે. નવું વર્ષ કેવું રહેશે તેના વિશે જાણવામાં દરેકને રસ હોય છે. વર્ષ 2025 માટે જાણીતા ભવિષ્યવક્તા બાબા વેંગાએ પણ કેટલીક એવી ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરે છે જે જાણીને દરેક ચિંતાતુર છે. જાણો તેમણે શું કહ્યું છે.
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ હંમેશા ચર્ચામાં રહે છે અને 1996માં તેમનું મૃત્યુ થયું તે પહેલા કરાયેલી અનેક ભવિષ્યવાણીઓના સાચા પડ્યાનો દાવો પણ કરાય છે. જાણો તેમની વર્ષ 2025 માટેની કેટલીક ભવિષ્યવાણીઓ....
નવા યુદ્ધની આશંકા
બલ્ગેરિયાના પ્રસિદ્ધ નેત્રહિન બાબા વેંગાએ યુરોપમાં એક નવા યુદ્ધની આશંકા જતાવેલી છે. આ યુદ્ધ સંપૂર્ણ રીતે અપ્રત્યાશિત હશે અને તેના ગંભીર પરિણામ આવી શકે છે. હાલનો વૈશ્વિક તણાવ જોતા આ ભવિષ્યવાણી વધુ મહત્વની પણ બને છે.
ટેલીપેથીનો વિકાસ
બાબા વેંગાએ કહ્યું છે કે 2025માં વૈજ્ઞાનિક મસ્તિક તરંગોનો ઉપયોગ કરીને સીધો સંવાદ કરવાની ટેક્નોલોજી વિક્સિત કરશે. આ ટેલીપેથીનું રૂપ માની શકાય છે જેનાથી લોકો વચ્ચે સંવાદની રીતે સંપૂર્ણ રીતે બદલાઈ જશે.
એલિયનો સાથે સંપર્ક
બાબા વેંગાએ 2025માં એલિયનો સાથે સંપર્કની વાત કરી છે. આ સંપર્ક એક મોટા ખેલ આયોજન જેમ કે સુપર બાઉલ કે ઓલિમ્પિક દરમિયાન થઈ શકે છે. આ ઘટના માનવતા અને વિજ્ઞાન બંને માટે ઐતિહાસિક સાબિત થઈ શકે છે.
લેબમાં માનવ અંગોનો વિકાસ
બાબા વેંગાનો દાવો છે કે 2025માં વૈજ્ઞાનિક લેબમાં માનવ અંગ વિક્સિત કરવામાં સક્ષમ હશે. આ ચિકિત્સા ક્ષેત્રમં એક મોટી ક્રાંતિ હશે. તેનથી અંગ પ્રત્યારોપણ વધુ સરળ અને સુલભ થઈ શકશે.
નવી ઉર્જાનો સ્ત્રોત
રહસ્યમયી અને સ્વચ્છ ઉર્જા સ્ત્રોતની શોધ 2025ની વધુ એક મોટી ઘટના બની શકે છે. આ ઉર્જા સ્ત્રોતથી પર્યાવરણ સંકટને પહોંચી વળવામાં મદદ મળી શકે છે. પરંતુ તેની ઉત્પતિને લઈને ચર્ચા થઈ શકે છે.
Disclaimer
Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos