cm

કાલે CM ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ, રૂપાણી- નીતિન પટેલ અંગે પાટીલનો અસ્પષ્ટ જવાબ

  સૌપ્રથમ તો હું લોકલાડીલા નરેન્દ્રભાઇ, અધ્યક્ષ જે.પી નડ્ડા, અમિત શાહ, સી.આર પાટીલ, વિજય ભાઇ રૂપાણીનો આભાર માનુ છું. હર હંમેશ મારા પર આનંદીબેનના આશિર્વાદ રહ્યા છે અને રહેશે. વિકાસના જે કામ અત્યાર સુધી થયા છે તેને આગળ વધારીશું. અત્યાર સુધી છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાનો મહત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ જ કામગીરીને આગળ વધારીશું. સંગઠન સાથે ચર્ચા કરીને વધારેમાં વધારે વિકાસના કામ છે તેને આગળ વધારીશું. સંગઠનને સાથે રાખીને કામ આગળ વધારીશું. 

Sep 12, 2021, 05:33 PM IST

CM વિજય રૂપાણીએ રાજકોટ અને ગાંધીનગરની બે ખુબ જ મહત્વની ટીપી સ્કીમને મંજુરી આપી

* ગાંધીનગર અને રાજકોટ મહાનગરોમાં વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજુર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી 
* ગાંધીનગર (ગુડા) ની ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં. ૨૬ અને રાજકોટ કોર્પોરેશનની પ્રિલીમીનરી ટી.પી.સ્કીમ નં. ૩૨ (રૈયા) ને મંજુરી
* શહેરી ક્ષેત્રોના આયોજન બધ્ધ સાતત્યપૂર્ણ વિકાસની નેમ સાકાર કરતા મુખ્યમંત્રી

Sep 5, 2021, 05:43 PM IST

હવે કોરોના રસી તમારા પેટનો ખાડો પણ પુરશે, સરકાર દ્વારા રસી લેનારને માલામાલ કરવાનું આયોજન

ગુજરાતમાં રસીકરણ કરવા માટે સરકાર તનતોડ મહેનત કરી રહી છે. મહત્તમ લોકો રસીકરણ કરાવે તે માટે સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. કોરોનાથી બચવા માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય હોવાનું પણ સરકાર જણાવી રહી છે. તેવામાં શહેરી વિસ્તારમાં તો લોકો રસી લઇ રહ્યા છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ રસીકરણ મુદ્દે ભારે નિરાશા જોવા મળી રહી છે. જેના કારણે સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં મહત્તમ રસીકરણ થાય તે માટે પ્રયાસો કરી રહી છે.

Jul 20, 2021, 05:31 PM IST

રથયાત્રાની પૂર્વસંધ્‍યાએ CM,Dy.CM જગન્‍નાથજી મંદિરની મુલાકાત લઇ દર્શન આરતી કર્યા

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતની સુખ, સમૃધ્ધિ અને વિકાસ માટે ભગવાન જગન્નાથની કૃપા આશિષ વરસતા રહે તેવી અપીલ કરી હતી. ગુજરાત  કોરોનાથી ત્વરાએ મુક્ત થાય અને સૌ સ્વસ્થ  રહે તેવી પ્રાર્થના મુખ્યમંત્રીએ પ્રભુના ચરણોમાં કરી હતી. સૌ નાગરિકો ઘરમાં રહીને  દૂરદર્શન અને અન્ય ચેનલો પરથી યાત્રાનું થનારું લાઈવ ટેલિકાસ્ટ નિહાળી ઘરે બેઠા જ ભગવાન ના દર્શન કરે તેવું જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ હતી. 

Jul 11, 2021, 07:58 PM IST

સુરતના 115માં બ્રિજનું લોકાર્પણ, CM એ કહ્યું અમે કામ ઓછુંને જાહેરાતો મોટી મોટી નથી કરતા

આજે મુખ્યમંત્રી સુરતના પ્રવાસે છે. અહીં તેમણે અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. જે પૈકી સુરતા પાલ ઉમરા બ્રિજના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ 90 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજના કારણે 10 લાખ લોકોને રાહત થશે. જો કે આ મંચ પરથી મુખ્યમંત્રીએ કોંગ્રેસ તથા આપ પર પણ નિશાન સાધ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે લોકોને ઘરનું ઘર આપવાના ઠાલા વચનો આપીને છેતર્યા નથી. જે બોલ્યા છીએ તે કરી દેખાડ્યું છે. અમે સહાય ઓછીને મોટી મોટી જાહેરાતો કરી નથી. સુરત સાચા અર્થમાં ખુબસુરત થાય તેવા પ્રયાસો અમારી સરકારે કર્યા છે. 

Jul 11, 2021, 05:02 PM IST

બાયોડીઝલના નામે ગમે તે વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવવા CM વિજય રૂપાણીની સુચના

રાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અન અધિકૃત વેચાણ તાત્કાલીક અસરથી બંધ કરાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્પષ્ટ સૂચના આપી હતી. આવા ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો સામે કડક પગલાં લેવાનો પણ આદેશ આપ્યો હતો. રાજ્યમાં બાયોડિઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મહત્વપુર્ણ નિર્ણય લેવાયો હતો. નાયબ મુખ્યમંત્રી સહિત વરિષ્ઠ મંત્રીઓ હાજર રહ્યા હતા. 

Jul 2, 2021, 06:00 PM IST

Nargol port ને Greenfield Port તરીકે વિકસાવવામાં આવશે, મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજૂરી

વાપી અને પારડી બે મહત્વના ઔદ્યોગિક ક્ષેત્રોના પરિણામે આ પોર્ટના વિકાસ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે.

Jun 23, 2021, 06:15 PM IST

શાહ- નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કીટ હાઉસ આવ્યા, CM-DYCM સાથે એક કલાક બંધ બારણે બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે હતા. બપોરે ભાજપના ચાણક્ય અમિત શાહ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના કાફલા સાતે પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન સાથે બંધ બારણે એક કલાક સુધી બેઠક કરી હતી. આ સાથે જ રાજકીય હલચલ શરૂ થઇ છે. આ બેઠક બાદ ફરી એકવાર રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. તો બીજી તરફ લોબિંગ પણ શરૂ થઇ ગયું છે. 

Jun 22, 2021, 12:14 AM IST

CM ના નિવાસસ્થાનેથી કરાશે વિશ્વ યોગ દિવસની ઉજવણી, ફેસબુક પેજ થશે જીવંત પ્રસારણ

ગુજરાત રાજય યોગ બોર્ડ (Gujarat State Yog Board) દ્રારા ૨૧ જુન–૨૦૨૦ થી ૨૧ જુન-૨૦૨૧ દરમિયાન ૨૧,૦૦૦ યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યા છે.

Jun 21, 2021, 06:57 AM IST

Damanganga જળાશય યોજનામાંથી પાણી લિફ્ટ કરી ડુંગરાળ વિસ્તારમાં પહોંચાડાશે

વનબંધુઓને સિંચાઇ અને પીવાના પાણી માટેની બહુહેતુક 797 કરોડ રૂપિયાની લિફ્ટ ઇરીગેશન ઉદવહન સિંચાઇ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.

Jun 20, 2021, 12:22 PM IST

મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યમાં હવે 21 જૂનથી શરૂ થશે વોક-ઇન વેક્સીનેશન

રસીકરણ કેન્દ્રોએ સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને વેક્સિનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિનેશન કરવામાં આવશે.

Jun 18, 2021, 08:34 PM IST

"હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત”, ૨૧મી જુને કરાશે વિશ્વ યોગ દિવસની ઉજવણી

ગુજરાત રાજય યોગ બોર્ડ (Gujarat State Yog Board) ના ચેરમેન તથા છ યોગ કોચ સાથે કોમન યોગા પ્રોટોકોલથી યોગ કરશે.

Jun 18, 2021, 07:41 PM IST

India-Pakistan સરહદ પરના ‘ઝીરો પોઇન્ટ’ ખાતે સુવિધાઓ વિકસાવાશે: વિજય રૂપાણી

સીમાદર્શનનો આ પ્રોજેકટ સમગ્રતયા અંદાજિત ૧૨૫ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે અને આગામી ૧૫ ઓગસ્ટ-ર૦૨૧ પહેલા પૂર્ણ થવાનો અંદાજ છે.

Jun 17, 2021, 02:54 PM IST

રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-ર૦ર૧નો તા. ૧પમી જૂનથી અમલ કરાશે, જાણો જોગવાઇઓ

ગુજરાતમાં લોભ-લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩’નો રાજ્યમાં અમલ થઇ રહ્યો છે. 

Jun 4, 2021, 08:42 PM IST

કચ્છ રાજ્યના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાનું ભુજમાં નિધન, CM એ આપી શ્રદ્ધાંજલિ

કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાનું આજે ભુજ (Bhuj) ની એકોર્ડ હોસ્પિટલ ખાતે શારીરિક બીમારીની સારવાર દરમ્યાન 85 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી સમગ્ર કચ્છ (Kutch) પંથક સાથે દેશના રાજ પરિવારમાં દુઃખની લહેર ફેલાઈ છે. કચ્છ પ્રત્યેના તેમના સદકાર્યો અને લાગણી સદા લોકોના મનમાં યાદ બની રહેશે.

May 28, 2021, 04:34 PM IST

હવામાંથી ઓકસીજન પેદા કરીને હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે સરકાર

 નાયરા ગ્રુપને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ઝાખરમાં 100 બેડનું અત્યાધુનિક કોવિડ કેર સેન્ટર (Covid Care Center) ઊભુ કરી નાયરા ગૃપે આવા કપરા સમયે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

May 23, 2021, 02:14 PM IST

CM વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સના તબીબોની ટીમ સાથે બેઠક શરૂ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ટાસ્કફોર્સના તજજ્ઞો ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞો સહિત આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો ભાગ લઇ રહ્યા છે.

May 10, 2021, 03:51 PM IST

BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી ૧૦૧ બસોની ભેટ, વધુ ૧૦૦૦ બસ સેવાઓ રાજ્યમાં શરૂ કરાશે

મુખ્યમંત્રી (CM) એ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં રાજ્ય સરકાર અદ્યતન BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી ૧૦૦૦ બસ સેવાઓ મુસાફરોની પ્રજાલક્ષી સેવામાં શરૂ કરશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. 

May 10, 2021, 01:18 PM IST

બીજી લહેર પર કાબૂ મેળવ્યો, ત્રીજી લહેર સામે પણ લડીશું, હતાશ થવું નથી : વિજય રૂપાણી

કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા ૪૧ હજારથી વધારીને ૧ લાખ કરવામાં આવી છે. જ્યારે ઓક્સિજન બેડની સંખ્યા ૧૮ હજારથી વધારીને ૫૮ હજાર કરવામાં આવી છે.

May 7, 2021, 06:34 PM IST

વિજય રૂપાણીની અધ્યક્ષતામાં જૂનાગઢ ખાતે કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે

આવતીકાલે તા.04 મે 2021ના રોજ સવારે જૂનાગઢ (Junagadh) કલેક્ટર કચેરી ખાતે  ઉચ્ચસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.

May 3, 2021, 03:16 PM IST