Malaika Arora ડીપ નેક વાળો Transparent Dress પહેરી ઈવેન્ટમાં પહોંચી, અંદર બ્રા ન પહેરી હોવાથી વાયરલ થયો વીડિયો

નવી દિલ્લીઃ બોલિવૂડ અભિનેત્રી અને સુપર મોડલ મલાઈકા અરોરા રવિવારે રાત્રે ફેમિના મિસ ઈન્ડિયા બ્યૂટી ઈવેન્ટમાં પહોંચી હતી. મલાઈકા પોતાના લુકના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.

1/5
image

ફેમિના મિસ ઈન્ડિયામાં મોટા ભાગના સેલેબ્રિટી હાજરી આપવા પહોંચતા હોય છે, પરંતુ જ્યારે મલાઈકાની એન્ટ્રી થઈ તો તમામ લોકો જોતા જ રહી ગયા. મલાઈકા અરોરાએ આ ઈવેન્ટમાં બોલ્ડ લુકમાં જોવા મળી હતી.  ઈવેન્ટના ફોટોમાં મલાઈકા ટ્રાન્સપેરેન્ટ ડ્રેસમાં જોવા મળે છે. 

 

2/5
image

મલાઈકા અરોરાની હાલમાં ઉમર 48 વર્ષ છે, પરંતુ હાલના સમયમાં મલાઈકાના ફોટા અને વીડિયોને જોઈ ફેન્સ કહી રહ્યા છે કે, મલાઈકા જૂની વાઈનની જેમ છે. જેમ જેમ સમય નિકળે છે, તેમ વધુ ખુબસુરત દેખાય છે. ઈવેન્ટમાં મલાઈકાના લુકની વાત કરીએ તો તેમણે ટ્રાન્સપેરેન્ટ ગાઉન પહેર્યુ હતુ. મલાઈકના ડ્રેસમાં સામેથી ડીપ નેક હતુ. જેમાં મલાઈકા ખુબ જ બોલ્ડ લુકમાં જોવા મળી. 

3/5
image

આ ઈવેન્ટમાં મલાઈકા લાઈટ બાદામી કલરની સિક્વેન્સ વર્કની ગાઉન પહેરીને પહોંચી હતી. અભિનેત્રીની આ ડ્રેસ એટલી લાંબી હતી કે, ડ્રેસને બનાવવા માટે કેટલાક લોકો મદદ કરવા માટે પણ આગળ આવ્યા હતા. ઈવેન્ટના આ રેડ કાર્પેટ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, અભિનેત્રી બ્રા વગર પહોંચી હતી. મલાઈકાની આ ડ્રેસનું ગળુ એટલુ ડીપ હતુ કે, અભિનેત્રીના ડ્રેસની અંદરથી સ્પષ્ટ શરીર દેખાઈ રહ્યું હતુ. 

4/5
image

તમને જણાવી દઈએ કે, આ વર્ષે ફેમિના મિસ ઈન્ડિયામાં કર્ણાટકની સિની શેટ્ટીએ બાજી મારી છે. ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ -2022ની વિજેતા સિમી શેટ્ટી બની છે. જ્યારે રાજસ્થાનની રુબલ શેખાવત ફેમિના મિસ ઈન્ડિયા-2022ની ફર્સ્ટ રનરઅપ રહી અને ઉત્તરપ્રદેશની શિનિતા ચૌહાણને સેકેન્ડ રનરઅપ જાહેર કરાઈ. ત્રણેય બ્યૂટીને સિલેક્ટ કરવા માટે જજ પેનલમાં અભિનેત્રી નેહા ધૂપિયા, મલાઈકા અરોરા, ડિનો મોરિયા, પૂર્વ ક્રિકેટર મિતાલી રાજ, ડિઝાઈનર રોહિત ગાંધી અને રાહુલ ખન્ના સામેલ હતા.   

5/5
image

મલાઈકા અરોરા હાલમાં જ બોયફ્રેન્ડ અર્જૂન કપૂરની સાથે પેરિસમાં વેકેશન માણીને પરત ફરી છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ફોટા શેર કર્યા હતા. જેમાં બન્ને એક બીજાની સાથે જોવા મળ્યા હતા. પેરિસથી પરત આવ્યા બાદ મલાઈકા પ્રથમ વખત કોઈ ઈવેન્ટમાં જોવા મળી.