સાળંગપુર હનુમાનના આ રૂપના દર્શન કરીને ધન્ય થઈ જશો, વર્ષે એકવાર થાય છે આવો ખાસ શણગાર

Salangpur Hanumanji રઘુવીર મકવાણા/બોટાદ : સુપ્રસિધ્ધ સાળગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે રંગબેરંગી છત્રી અને લાલા અને પીળા કલરના ખારેકનો શણગાર કરાયો છે. ચોમાસાના ઋતુમાં દાદાને રંગબેરંગી છત્રીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. 

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર

1/7
image

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.08-07-2023ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘા  તેમજ  છત્રીનો શણગાર કરવામાં આવેલ સાથોસાથ દાદાને 600 કિલો લાલ અને પીળા ખલેલાનો અન્નકૂટ ધરાવાયો છે. 

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ

2/7
image

શનિવારે સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00  કલાકે શણગાર આરતી નાના લાલજી મહારાજ વડતાલધામ દ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર

3/7
image

શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘા તેમજ છત્રીનો શણગાર

4/7
image

દાદાને 600 કિલો લાલ અને પીળા ખલેલાનો અન્નકૂટ

5/7
image

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ

6/7
image

હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો

7/7
image