Photos: જે મહિલાઓમાં હોય છે આ 5 ખાસિયતો, આજીવન તેની આસપાસ નાચે છે પતિ, ચાણક્યએ જણાવ્યા છે ગુણ

Chanakya Niti on quality of wives: પતિ-પત્નીનો સંબંધ કોઈ પરિવારનો પાયો હોય છે. દરેક પુરૂષ ઈચ્છે છે કે તેને એવી પત્ની મળે, જે સૌંદર્ય અને બુદ્ધિમાં બેજોડ હોય. આચાર્ય ચાણક્ય પ્રમાણે જો કોઈ મહિલામાં તેમને જણાવેલી પાંચ વિશિષ્ટ ખુબીઓ હોય તો પતિ હંમેશા માટે તેનો બની જાય છે. 
 

આચાર્ય ચાણક્ય કોણ હતા?

1/6
image

આચાર્ય ચાણક્ય ભારતીય ઈતિહાસના એક મહાન અર્થશાસ્ત્રી અને રણનીતિકાર હતા. તેમણે રાષ્ટ્ર, સમાજ, સૈન્ય અને પરિવાર પર ખુબ અભ્યાસ કર્યો અને પછી તેમાંથી નિકળેલા નિષ્કર્ષના આધાર પર અર્થશાસ્ત્ર અને ચાણક્ય નીતિ જેવા મહત્વના પુસ્તકો લખ્યા. તેમણે મહિલાઓની તેવી પાંચ ખુબીઓ જણાવી છે, જેને દરેક પતિ પોતાની પત્નીમાં ઈચ્છે છે. 

વફાદારી અને પવિત્રતા

2/6
image

આચાર્ય ચાણક્ય પ્રમાણે મહિલાએ પોતાના પતિ પ્રત્યે વફાદાર અને ઈમાનદાર હોવું જોઈએ. તેનું મજબૂત નૈતિક ચરિત્ર પરિવારનો પાયો મજબૂત કરે છે. તેની અસર આવનારા સંતાનો પર પણ પડે છે અને તે પણ મજબૂત નૈતિકતાવાળા બને છે.

 

બુદ્ધિમાન

3/6
image

ચાણક્ય નીતિ જણાવે છે કે એક આદર્શ મહિલાએ બુદ્ધિમાન અને હાજર જવાબી હોવું જોઈએ. મુશ્કેલીમાં ડરવાની જગ્યાએ તેમાં તત્કાલ યોગ્ય નિર્ણય લેવાનું સાહસ હોવું જોઈએ. આવી મહિલાઓ પોતાના પતિના જીવનમાં આવી ખુશીઓ ભરી દે છે.  

સદાચાર અને નૈતિકતા

4/6
image

આચાર્ય ચાણક્ય કહે છે કે એક સારી પત્નીએ પોતાના નૈતિક મૂલ્ય ઊંચા રાખવા જોઈએ. તેણીએ અસત્ય, કપટ, લોભ અને છુપાવેલી વસ્તુઓ જેવી અપ્રિય વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. પોતાના કામમાં પ્રામાણિકતા અને ધર્મ પ્રત્યે સમર્પણ તેના મહત્વના ગુણો હોવા જોઈએ.

વાણીમાં મધુરતા

5/6
image

ચાણક્ય અનુસાર જે પત્ની પોતાના પતિ સાથે પ્રેમ અને સન્માનથી વાત કરે છે, તે પોતાના પતિને ખુશ અને સંતુષ્ટ રાખે છે. એવી મહિલા પોતાના પતિની સાથે સાસરિયાના બધા લોકોનું સન્માન અને પ્રેમ પ્રાપ્ત કરે છે. 

ઘર ચલાવવામાં નિપુણ

6/6
image

ચાણક્ય નીતિ અનુસાર પત્ની ઘર ચલાવવામાં નિપુણ હોવી જોઈએ. તેણે પોતાના પતિની હેસિયતથી ઘરનું બજેટ બનાવવું જોઈએ. સાથે પરિવારની આવક વધારવા માટે પતિને સહયોગ આપવો જોઈએ. વહીવટ, નાણા અને નિર્ણય લેવામાં કુશળ મહિલાઓ કોઈપણ પરિવારની મહત્વની સંપત્તિ માનવામાં આવે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)