ચંદ્રયાન-2: વધ્યા ધબકારા, જુઓ ISRO સેન્ટરથી વૈજ્ઞાનિકોની લાઇવ PHOTO

આજની રાત અગ્નિપરીક્ષાની રાત છે. સમગ્ર દેશની નજર ચંદ્ર પર મોકલવામાં આવેલા પ્રજ્ઞાન પર છે. પૃથ્વીનું આ મિશન જો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ રહ્યું તો આજ આપણે વિશ્વમાં ઇતિહાસ રચીશું

આજની રાત અગ્નિપરીક્ષાની રાત છે. સમગ્ર દેશની નજર ચંદ્ર પર મોકલવામાં આવેલા પ્રજ્ઞાન પર છે. પૃથ્વીનું આ મિશન જો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ રહ્યું તો આજ આપણે વિશ્વમાં ઇતિહાસ રચીશું. લક્ષ્ય મોટું છે, આપણા બધાના મનમાં દુવિધા છે, પરંતુ ખરેખરમાં વ્યાકૂળતા તો તે લોકોના ચહેરા પર જોવા મળશે જેઓ આ મિશન સાથે સીધા જોડાયેલા છે. બેંગલુરુમાં સ્થિતિ ISRO સેન્ટર રાતના 10 વાગે પણ સામાન્ય દિવસોમાં ઓફિસ ટાઇમથી ઘણી વધારે હલચલ છે. વૈજ્ઞાનિકોની ચહેરા કહી રહ્યાં છે કે, તેઓ પોતાનું મિશન પૂરું કર્યા વિના કેવી રીતે સુવા નામ લઇ શકતા નથી.

1/11
image

ISRO બહાર જ્યાં મીડિયાના કેમેરાની ભીડ જોવા મળી રહી છે. ત્યાં મિશન સેન્ટરની અંદર વૈજ્ઞાનિકો કોમ્પ્યૂટર સ્ક્રીન પર નજર રાખીને બેઠા છે. તેમના ચહેરા પર ગર્વની સાથે સાથે ખુશી અને મનમાં થોડી વ્યાકૂળતા પણ જોવા મળી રહી છે. તમામની નજરો ઇતિહાસની રચવાની ક્ષણ જોવા માટે ઉત્સુક છે. તેમની નજર ચંદ્ર પર રહેલા તમામ રાઝ જોવા માટે ઉત્સુક છે.

2/11
image

હેવ #Chandrayaan2 થોડા સમયમાં Lunar South Pole પર ઉતરશે. આ અત્યારની તસવીરો છે જે SRO Monitoring Centre Bengaluruના મીડિયા હાઉસથી લેવામાં આવી છે.

3/11
image

અહીં જોવા મળી રહેલી એક-બે તસવીરોમાં અમને મિશન ડાયરેક્ટર રિતુ કારીધાલના ચહેરા પર ખુશી પણ જોવા મળી રહી છે. ચંદ્રયાન-2ના મિશન ડાયરેક્ટર રિતુ કરિધલ મંગળયાન મિશનના ડેપ્યૂટી ઓપરેશન્સ ડાયરેક્ટર પણ હતા.

4/11
image

રિતુએ ચંદ્રયાન-2ના સફળ પ્રક્ષેપણ બાદ તેમના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ તે, હંમેશા એવું કહેવામાં આવે છે કે, Men are from mars and women are from venus (પુરુષ મંગળ ગ્રહથી આવે છે અને મહિલાઓ શુક્ર ગ્રહથી આવે છે) પરંતુ, મિશન મંગળની આ સફળતા બાદ ઘણા લોકો મહિલા વૈજ્ઞાનિકોને ‘મંગળની મહિલાઓ’ કહેવા લાગ્યા છે. 1997થી ઇસરોની સાથે કામ કરી રહેલી રિતુ કરિધલને 2007માં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા ઇસરોની પ્રતિષ્ઠિત યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ પણ મળી ચુક્યો છે.

5/11
image

મીડિયાની વાત કરીએ તો અહીં દેશ જ નહીં વિદેશથી પણ મીડિયાના લોકો જોઇ રહ્યાં છે. સમગ્ર દિવસ ચંદ્રયાન-2ની અપડેટ બાદ તેઓ રાત્રીના ક્ષણ ક્ષણની અપડેટ આપી રહ્યાં છે. તેમના મનમાં પણ જલદીથી જલદી સારા સમાચાર સાંભળવાની ઉત્સુક્તા સ્પષ્ટ દેખાઇ રહી છે.

6/11
image

તમને જણાવી દઇએ કે આપણો દેશ આગામી થોડા સમયમાં ઇતિહાસ રચવા તૈયાર છે. ચંદ્રયાન-2 ચંદ્ર પર લેન્ડ કરશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે પીએમ મોદી પણ બેંગલુરુ પહોંચી ગયા છે. ચંદ્રયાન-2 જેવો ચંદ્રની સપાટી પર પગ મુકશે, તે સમયે ભારત તે દેશોની લિસ્ટમાં સામેલ થઇ જશે જે ચંદ્રની સપાટી પર ઉતરી ચુક્યા છે.

7/11
image

ચંદ્ર પર પગ મુકનાર ભારત ચોથો દેશ હશે. અગાઉ, ફક્ત અમેરિકા, ચીન અને રશિયાએ ચંદ્ર સપાટી પર પોતાનો રોવર અથવા લેન્ડર ઉતારી ચુક્યા છે. પરંતુ ખાસ વાત એ છે કે ભારતનું ચંદ્રયાન-2 મિશન અન્ય ત્રણ દેશોના મૂન મિશન કરતા આર્થિક અને થોડુ નહીં પરતું ઘણા ઓછા ખર્ચમાં તૈયાર થાયું છે.

8/11
image

દુનિયાના કોઈ પણ દેશ જે પ્રાપ્ત કરી શક્યા નથી, તે ભારતે પ્રાપ્ત કરશે. ભારતનું ચંદ્રયાન-2 થોડીવારમાં ચંદ્રના દક્ષિણ ભાગની સપાટી પર ઉતરશે. ભારત ચંદ્રના આ ભાગ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ હશે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના વૈજ્ઞાનિકો ઘણા લાંબા સમયથી આ મિશનને સફળ બનાવવા માટે રાત-દિવસ કામ કરી રહ્યા હતા અને હવે તે ક્ષણ આવી ગઈ છે.

9/11
image

'સોફ્ટ લેન્ડિંગ' પહેલા જ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના વડા કે. શિવાનએ કહ્યું હતું કે આપણે એવી જગ્યાએ ઉતરવા જઈ રહ્યા છીએ જ્યાં પહેલા કોઈ નહોતું ગયું. સોફ્ટ લેન્ડિંગ અંગે અમને વિશ્વાસ છે.

10/11
image

દરેક જણ સારા સમાચારની રાહ જોઇ રહ્યાં છે. જો ચંદ્રયાન-2 નો વિક્રમ લેન્ડર ચંદ્ર સપાટી પર સોફ્ટ લેન્ડિંગમાં સફળ થાય છે, તો ભારત રશિયા, અમેરિકા અને ચીન પછી આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો ચોથો દેશ બનશે. આ ઉપરાંત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ પણ બનશે.

11/11
image

સવારે 5.30 વાગ્યે પ્રજ્ઞાન રોવરની સોલર પેનલ એક્ટિવ થશે. લગભગ 16 મિનિટ પછી સાંજે 5.19 વાગ્યે પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરથી રેમ્પનો ઉપયોગ કરીને બહાર આવશે. ચંદ્રની સપાટી પર ઉતરવામાં લગભગ 10 મીનિટનો સમય લાગશે. એટલે કે, 5.29 મીનિટ પર પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે. ત્યારબાદ 5.45 મીનિટ પર પ્રજ્ઞાન રોવર તેના યાન વિક્રમ લેન્ડ્રની સેલ્ફી લેઇને પૃથ્વી પર મોકલશે.