આ રમણીય દ્રશ્યો જિંદગીમાં એકવાર ના જોયા તો ફેરો છે નકામો! ગુજરાતનો આ ધોધ સોળે કળાએ ખીલ્યો

ઝી બ્યુરો/તાપી: ગુજરાતમાં વરસાદ બાદ તાપીના સોનગઢમાં કુદરતી સૌંદર્યુ સોળે કળાએ ખીલ્યું છે. ત્યારે સોનગઢથી 35 કિલોમીટર દૂર જંગલમાં આવેલ ચિમેર ધોધનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ચિમેર ધોધ સિઝનમાં પ્રથમ વખત સંપૂર્ણ સક્રિય થતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. 

1/6
image

ગાઢ જંગલની વચ્ચે ચિમેર ધોધમાં 300 ફૂટ ઊંચાઈએથી પાણી ખળખળ વહી રહ્યું છે. જેથી આ નયનરમ્ય નજારો જોવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ધોધ સુધી પહોંચવા માટે પાક્કા રોડ સહિતની સુવિધાનો અભાવ છે. જેથી કાદવ-કીચડમાંથી થઈને પ્રવાસીઓ ધોધનો નજારો જોવા પહોંચે છે. જેથી પ્રવાસીઓ અહીં સુવિધાઓ વિકાસવવાની માગ કરી રહ્યા છે. જો તંત્ર નક્કર કામગીરી કરે તો અહીં પ્રવાસીઓની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે.

2/6
image

તાપીનાં સોનગઢ તાલુકા મથકેથી 35 કીમી અંતરે દક્ષિણ પટ્ટીમાં જંગલ વિસ્તારમાં હીંદલાની બાજુમાં આવેલા ચિમેર ગામનો ચિમેર ધોધ છેલ્લા થોડા દિવસોથી સતત વરસાદી માહોલ વચ્ચે સિઝનમાં પ્રથમ વખત સંપૂર્ણપણે સક્રિય થયો છે. જેને જોવા અને માણવાને માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ ધોધ ઊંચાઈએ દક્ષિણ ગુજરાતના મોટા ધોધમાંનો એક હોવાનું મનાય છે. જે ઘાઢ જંગલોની વચ્ચે ખડ ખડ વહેતા ધોધનો કુદરતી નજારો જોવા લાયક થઇ જાય છે.

3/6
image

કુદરતે જ્યાં ખોબે ખોબા ભરીને સૌંદર્ય વેર્યું છે તેવા તાપી જિલ્લાના દક્ષિણી સોનગઢના જંગલો સોળેકળાએ ખીલી ઉઠે છે. ઊંચા નીચા ડુંગરો પર છવાયેલ જંગલોની હરિયાળી ચાદર આંખ અને મનને અનોખો સંતોષ આપી જાય છે. જેમાં સોનગઢ તાલુકાના ચિમેર ગામે આવેલ ચીમેર ધોધ જેના નીર આશરે 300 ફૂટની ઉંચાઈએથી નીચે પડતા અદભુત નજારો જોવા મળતો હોય છે. 

4/6
image

સૌંદર્યથી ભરપૂર હરિયાળા સોનગઢના જંગલ વિસ્તારમાં આવેલ આ ધોધ ગૌમુખનો ધોધ, ડાંગના મહલનો ગીરમાળી અને ગીરા ધોધ જેટલો જ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ત્યારે ગાઢ જંગલ વિસ્તારમાં ખળ ખળ વહેતા કુદરતના આ સૌંદર્ય ને માણવા પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. 

5/6
image

જોકે ચીમેર ગામથી ધોધ સુધી પહોંચવા માટે પાકા રસ્તાનાં અભાવે પ્રવાસીઓ કાદવ કીચડ રસ્તા પર ચીમેર ધોધ પર જવું પડે છે. તંત્ર દ્વારા છેલ્લા થોડા વર્ષથી આ વિસ્તારને વિકસિત કરવાને માટે કવાયત હાથ ધરી છે, પરંતુ ધોધ સુધી પહોંચવા પાકો રસ્તો બનાવે તો પ્રવાસીઓને આવા જવામાં સરળતા રહે તો બીજી તરફ પર્યટકો અહીં મોટી સંખ્યામાં આવે તો સ્થાનિકોને રોજગારી પણ મળી રહે તેમ છે. 

6/6
image

અહીં આવનાર પર્યટકોની સાથે સ્થાનિકો પણ રસ્તો બને તેવી ઈચ્છા વ્યક્ત રહ્યા છે. અને વન વિભાગ પણ તે દિશામાં કાર્યરત હોવાનું જણાવી રહ્યા છે. જેથી આ વિસ્તારમાં ફરવાલાયક સ્થળોમાં વધુ એક ઉમેરો થાય અને પર્યટકોની સાથે સ્થાનિકોને રોજગારી મળી રહે.