Monsoon 2026 Coming Soon : લાપસી બનાવવી પડે તેવી ખુશખબરી આવી ગઈ છે. ભારતમાં આખરે ચોમાસાની એન્ટ્રીના સમાચાર આવી ગયા છે. આ વર્ષે સમય પહેલા ચોમાસાનું આગમન થવાનું છે. આજે આંદામાન-નિકોબારમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. જો ચોમાસું આ ગતિએ આગળ વધશે તો જુનના પ્રથમ અઠવાડિયામાં ચોમાસું કેરલમ પહોંચી જશે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ચોમાસાની ગતિમાં વધારો થયો છે. ત્યારે જાણી લો ગુજરાતમા ક્યારે આવશે વરસાદ.
Gujarat HevayRains: છેલ્લા 24 કલાકમાં રાજ્યના વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ફરી એકવાર ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે. ચારેબાજુ માવઠાથી માઠી દશા જોવા મળી રહી છે. ખેડૂતોને બીજો કમ્મરતોડ ફટકો મળતા અનેક તેમની આપવીતી જણાવી રહ્યા છે. સુરતમાં ફૂંકાયેલા મીની વાવાઝોડાએ લગ્ન પ્રસંગોના આયોજન પર પાણી ફેરવી દીધું છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે.
Gujarat Rain Forecast: નવરાત્રિના તહેવારમાં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ એટલે કે 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં ગરબા રસિયાઓ અને આયોજકોની ચિંતા વધી છે. બીજી તરફ અંબાલાલ પટેલની પણ નવી આગાહી સામે આવી છે.
WINDY LIVE: આજરોજ રાજ્યમાં બપોરના સમયે વરસાદ વરસી શકે તેવી શક્યતા જોવા મળી છે. કેટલાક જિલ્લાઓમાં છુટોછવાયો તો કેટલાક જિલ્લામાં સારો વરસાદ વરસે તેવી આગાહી છે. સાંજના સમયથી વાતાવરણ સાફ જોવા મળે છે. જુઓ ક્યા જિલ્લામાં મેઘરાજાનો બીજો રાઉન્ડ આવી શકશે...
Bhupendra Patel: ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવે ખેડૂતોને 8ના બદલે 10 કલાકે ખેતી માટે વીજળી અપાશે. જી હા... જે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે તે જિલ્લાઓમાં 10 કલાક વીજળી આપવા સૂચના આપવામાં આવી છે. વરસાદની ખેંચવાળા જિલ્લામાં નર્મદાનું વધારાનું પાણી સૌની યોજનાથી અપાશે. આજે મળેલ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.
Gujarat Weather Forecast: રાજ્યમાં ઓગસ્ટ મહિનાની શરુઆતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, જેને પગલે ખેડૂતો અને સામાન્ય નાગરિકોની ચિંતા વધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચમી ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ નહીં થાય. ગુજરાત અને મધ્ય ભારતમાં 1 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા છે.
Gujarat Monsoon weather forecast ambalal Patel latest prediction watch video
gujarat monsoon rain situation in south gujarat watch video
વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને સાવચેત રહેવા જણાવ્યું
Gandhinagar News: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ સમગ્ર રાજ્યમાં 33 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 51.09% જેટલો વરસાદ નોંધાયો છે.
આંબાલાલ પટેલ કહે છે કે 15 જુલાઈ બાદ સિસ્ટમ રાજસ્થાન તરફ જશે અને બીજી સિસ્ટમને કારણે રાજ્યમાં વિવિધ વિસ્તારો પ્રમાણે 30 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ રહેશે...
Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 12 જૂન બાદ ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદે વિરામ લીધો છે. જેના કારણે કેટલાક વિસ્તારમાં વરાપ પણ નીકળી રહ્યો છે. જો કે, દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદનું અનુમાન છે.
Tourists Stuck At Dang Waterfall : ડાંગ જિલ્લાના ભીગુ ધોધમાં અચાનક આવેલા પૂરમાં ફસાયેલા પ્રવાસીઓ પરસ્પર સહયોગથી બચી શક્યા. આ ઘટના દર્શાવે છે કે કુદરતી સ્થળોની મુલાકાત લેતી વખતે સાવચેત રહેવું અને સલામતીના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Gujarat Heavy Rain Alert: ગુજરાતમાં અત્યાર સુધી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરીને અનેક વિસ્તારો પાણી-પાણી કરી નાંખ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી મેઘરાજાએ ધુંઆધાર બેટિંગ કરી છે. અને હજુ તેઓ અણનમ છે... મેઘમહેર કહો કે મેઘતાંડવ? મેઘરાજા ખમૈયા તો નથી જ કરવાના. ઉપરથી ડબલ પ્રહાર સાથે આગામી પાંચ દિવસ ત્રાટકવાના છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે.
Gujarat Monsoon: ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. નદીઓ પણ ગાંડીતૂર બની છે અને તેને લઈને અનેક ગામના લોકો પ્રભાવિત થયા છે. કેટલાક વિસ્તારમાં તો જનજીવન પણ પ્રભાવિત થયું છે. રાજ્યમાં અતિભારે વરસાદના પગલે ચારેય તરફ તારાજી સર્જાય છે. તેમજ રાજ્યના અનેક માર્ગો બંધ કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગાંધીનગરમાં સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે આ બેઠક યોજાઈ છે.
Heavy Rain in Gujarat: ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ચોમાસાની શરૂઆતની સાથે ભાવનગર અને બોટાદ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે મુશ્કેલી ઉભી થઈ છે. બંને જિલ્લામાં વરસાદી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. બોટાદ અને ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએ 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
Gujarat Monsoon Update: ગુજરાત હાલમાં ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યું છે. જોકે, કેટલાક ભાગોમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. રાજ્યમાં ટૂંક સમયમાં વરસાદની અપેક્ષા છે. આ દરમિયાન, હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં વરસાદ અંગે મોટી આગાહી કરી છે.
Gujarat Weather: ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે અને લોકો હવે ચોમાસાના વરસાદની રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે તે અંગે માહિતી આપી છે.
Rain Alert: આ વખતે દેશમાં ઉનાળો સંપૂર્ણ રીતે જામ્યો પણ ન હતો અને ચોમાસાએ સમય પહેલાં દસ્તક આપી દીધી હતી. દક્ષિણ ભારતથી શરૂ થયેલો ચોમાસું હવે ઉત્તર અને પૂર્વ ભારત તરફ વેગ પકડી રહ્યું છે. સામાન્ય રીતે જૂનના પહેલા અઠવાડિયામાં કેરળ પહોંચતું ચોમાસું આ અઠવાડિયે આવી ગયું છે.
Gujarat Rain Prediction: ગુજરાતમાં ફરી એકવાર આગામી 2 દિવસ હળવો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આજે 29 મેની વાત કરીએ તો અમરેલી અને વલસાડમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે માછીમારોને 30 મે થી 1 જૂન સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. આ વર્ષે રાજ્યમાં સામાન્ય વરસાદના 114 ટકા વરસાદ પડવાની ધારણા છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 119 ટકા સુધી વરસાદ પડી શકે છે.
Ahmedabad Unseasonal Rains: અમદાવાદમાં મોડી રાત્રે અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણી પાણી થયા. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં તમામ સ્થળોએ વરસાદ પડ્યો હતો. SG હાઈવે, વૈષ્ણોદેવી, તપોવન સર્કલ જેવા વિસ્તારોમાં પણ વરસાદ છે, તો નરોડા, નિકોલ, બાપુનગર, ગુરુકુળમાં વરસાદ પડ્યો. તો કેટલાક સ્થળોએ પાણી ભરાયા હોવાની માહિતી પણ સામે આવી છે.
Gujarat Monsoon arrival Date: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વરસાગ વરસી રહ્યો છે. આ બાદ સૌરાષ્ટ્ર પર પણ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુંલેશના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આજે વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે. કમોસમી વરસાદના કારણે વિસ્તારના ખેડૂતો મુશ્કેલીઓ મુકાયા છે. બીજી બાજુ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. કપરાડાના સુથારપાડા, વિરક્ષેત્ર, માલઘર અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.