China: અહીં બિલ્ડીંગ વચ્ચેથી પસાર થાય છે ટ્રેન, લોકોના ઘરની બહાર નિકળતાં જ આવી જાય છે ટ્રેક

Unique Rail Transport in China: ચીને એન્જિનિયરિંગ ક્ષેત્રે એટલી પ્રગતિ કરી છે કે તે હવે અમેરિકા અને યુરોપ સાથે સ્પર્ધા કરી રહ્યું છે. ચીનની રેલવે વ્યવસ્થા જબરદસ્ત છે. ચીને એવી ટ્રેન બનાવી છે જે 19 માળની ઈમારતની વચ્ચેથી પસાર થાય છે. આ બિલ્ડિંગમાં લોકો પણ રહે છે. હવે આ ઈમારતને લઈને લોકોની વિચિત્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

ચીનનું અનોખું રેલવે સ્ટેશન

1/6
image

ચીનની રેલવે ટેક્નોલોજીએ પણ દુનિયાને ચોંકાવી દીધી છે. આ રેલ ટેક્નોલોજીની મદદથી ચીને કંઈક એવું બનાવ્યું છે જેણે બધાને ચોંકાવી દીધા છે. ચીને 19 માળની રહેણાંક ઇમારતની વચ્ચેથી એક ટ્રેનનો ટ્રેક નિકાળી દીધો છે. આ ઈમારતમાં લોકો રહે છે અને હવે આ બિલ્ડીંગ રેલવે સ્ટેશન પણ બની ગઈ છે.

વાયરલ થાય છે ફોટા અને વિડીયો

2/6
image

આ ખાસ રેલવે સ્ટેશન અને નેટવર્કની તસવીરો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે. ક્યારેક ટ્વિટર પર તો ક્યારેક ઈન્સ્ટાગ્રામ પર તેની સ્ટોરીઝ હેડલાઈન્સમાં રહે છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ અહીં ફોટોગ્રાફ્સ લેવા આવે છે.

ટેકનોલોજીનો કમાલ

3/6
image

આ ચાઈનીઝ ટેક્નોલોજી વિશે વાત કરીએ તો, આ ટ્રેન અન્ય ટ્રેનોની જેમ કાન ફાડી નાખે તેવો અવાજ કરતી નથી. તેનું હોર્ન પણ ખૂબ જ સંતુલિત સ્વરમાં સેટ કરવામાં આવ્યું છે. તેની  ઝડપ હોવા છતાં, અહીં 60 ડેસિબલથી વધુનો અવાજ ઉત્પન્ન થતો નથી.

ફ્લેટના ભાવની ચર્ચા

4/6
image

બિલ્ડિંગમાંથી ટ્રેક પસાર કરવો ખરેખર મુશ્કેલ છે, પરંતુ ચીની એન્જિનિયરોએ તે કરી બતાવ્યું. એવામાં ચીનની બહાર રહેતા લોકો વારંવાર આ ફ્લેટની કિંમત અંગે ચર્ચા કરતા રહે છે.

લોકોને નથી કોઈ સમસ્યા

5/6
image

આ ટ્રેક એવી રીતે બનાવવામાં આવ્યો છે કે બિલ્ડિંગમાં રહેતા લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. બિલ્ડિંગના લોકો માટે પ્લસ પોઈન્ટ પણ છે. તેમનું પોતાનું અલગ સ્ટેશન છે. અહીં લોકો ઘરમાંથી નિકળીને ટ્રેનમાં ચઢે છે. જ્યાં સુધી ટ્રેનના અવાજની વાત છે તો ચીને સાયલન્સિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, જેના કારણે અવાજ કાન સુધી પહોંચતો નથી.

ઘણા મામલે નંબર વન છે

6/6
image

ટેકનોલોજીના આ યુગમાં ચીન ઝડપથી અમેરિકા સાથે સ્પર્ધા કરી રહ્યું છે. આજે તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી ઘણી બાબતોમાં યુરોપિયન દેશો કરતાં આગળ છે. ચીને કૃત્રિમ સૂર્ય બનાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. આવી સ્થિતિમાં ચીનનું આ ટ્રેન નેટવર્ક લોકોને ઘણું આકર્ષી રહ્યું છે.