મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોળના ધાબે પહોંચતા મોજ પડી, પતંગ તો ઉડાવી જ, ચીક્કી પણ ખાધી

Uttarayan 2023 : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી અનોખા અંદાજમાં કરી હતી. તેઓ ઉત્તરાયણ કરવા અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળમાં પહોંચ્યા હતા. 

1/9
image

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી અંતર્ગત અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે  કરી હતી.  

2/9
image

મુખ્યમંત્રી પતંગ ઉડાવીને અને તલ સાંકળી,સિંગ ચીકી વગેરેનો પણ આસ્વાદ માણીને  પોળના રહીશોના ઉલ્લાસમાં  સહભાગી થયા હતા

3/9
image

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વની  શુભેચ્છા પાઠવતા કહ્યું કે, સમગ્ર દેશમાં આ તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. આ તહેવાર કોઈપણ જીવ માટે ધાતક ન બને તેનું પણ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે

4/9
image

ચાઈનીઝ દોરી પર ગુજરાતમાં પ્રતિબંધ છે ત્યારે જો કોઈ ચાઈનીઝ દોરી વેચતું  જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી એ આપણા સૌની જવાબદારી છે એવો અનુરોધ પણ તેમણે કર્યો હતો

5/9
image

દરિયાપુર ખાતે મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રી સાથે દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઇ, કોર્પોરેટર  આગેવાનો તેમજ રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

6/9
image

7/9
image

8/9
image

9/9
image