હવે રોજ પીવો નારિયેળ દૂધ, હ્રદય માટે રહેશે ખૂબ જ ફાયદાકારક; હાર્ટ એટેકનું ઘટશે જોખમ

Coconut Milk Benefits: નારિયેળનું દૂધ ખૂબ જ ફાયદાકારક હોય છે. તે ત્વચા અને હ્રદય માટે ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. 

પોષણથી ભરપૂર

1/8
image

નારિયેળના દૂધમાં કેલરી વધુ હોય છે અને તે ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. નારિયેળના દૂધમાં ઘણી બધી કેલરી, ચરબી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામિન સી, ફોલેટ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, મેંગેનીઝ, સેલેનિયમ હોય છે. આ કારણે તેને દૂધનો સારો વિકલ્પ માનવામાં આવે છે. 

કેવી રીતે બનાવવું નાળિયેરનું દૂધ

2/8
image

નાળિયેરનું દૂધ બનાવવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે તાજુ નારિયેળ લઈને તેને છીણી લેવાનું છે. જો તમે ઈચ્છો તો તેના નાના-નાના ટુકડા પણ કરી શકો છો. સમારેલા નારિયેળને મિક્સરમાં નાંખો અને તેમાં પાણી ઉમેરો. હવે તેને મલમલના કપડામાં નાખીને સારી રીતે નિચોવી લો. હવે બાકીના નારિયેળમાં પાણી ઉમેરો અને તેને ફરી એકવાર મિક્સરમાં ફેરવો અને પછી તેને ગાળી લો. બસ તૈયાર છે નાળિયેર.      

 

કોલેસ્ટ્રોલ અને હૃદય પર શું થાય છે આની અસર

3/8
image

તમને એ જાણીને થોડું આશ્ચર્ય થશે કે સંતૃપ્ત ચરબીથી ભરપૂર હોવા છતાં, નારિયેળનું દૂધ હૃદય માટે આરોગ્યપ્રદ છે. નારિયેળનું દૂધ ખરેખર હૃદયરોગના હુમલાના જોખમને ઘટાડી શકે છે કે કેમ તે કહેવા માટે અમારી પાસે પૂરતા અભ્યાસ નથી, પરંતુ તેને તમારા આહારમાં ઉમેરવાથી ચોક્કસપણે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ મળી શકે છે. તેમાં મિડિયમ-ચેઈન ટ્રાઈગ્લિસરાઈડ્સ (MCTs) હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે અને શરીરમાં સારા HDL કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારીને લિપિડ પ્રોફાઇલમાં સુધારો કરે છે. નારિયેળના દૂધમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે, જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઓછું થાય છે. 

વજન ઘટાડવા માટે મદદગાર

4/8
image

નારિયેળનું દૂધ પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ કારણે વારંવાર ખાવાની તલપ રહેતી નથી. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. 

સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

5/8
image

નારિયેળના દૂધમાં હાજર લૌરિક એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેના એન્ટિસેપ્ટિક ગુણો શરીરને રોગોથી બચાવે છે. શરીરમાં હિમોગ્લોબિનનું સામાન્ય સ્તર જાળવી રાખે છે અને સ્વસ્થ લાલ રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે. તેમાં હાજર વિટામિન સી અને ઇ શરીરને ફ્રી રેડિકલથી બચાવે છે. તેના ઈલેક્ટ્રોલાઈટ્સ જેવા કે પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ શરીર માટે ફાયદાકારક છે.   

સ્કિન અને વાળ માટે

6/8
image

નારિયેળનું દૂધ ચહેરા પર લગાવવાથી ત્વચા ચમકદાર અને હેલ્દી બને છે. તેને વાળમાં લગાવવાથી વાળ સિલ્કી અને શાઈની બને છે. 

હેલ્દી છે પણ જરૂર કરતા વધારે ન પીવું

7/8
image

હૃદય રોગીઓ, વધારે કોલેસ્ટ્રોલ અથવા ડાયાબિટીસના દર્દીઓએ નારિયેળનું દૂધ અનુકૂળ માત્રામાં પીવું જોઈએ. નારિયેળના દૂધમાં હાઈ સૈચુરેટેડ ચરબી હોય છે, જે વધુ પ્રમાણમાં પીવામાં આવે તો હૃદય રોગ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે. તેથી તેની સાથે બદામ, એવોકાડો, ફળો અને શાકભાજી ખાવા જોઈએ.

Disclaimer

8/8
image

Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.