Corona નો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પણ હોઇ શકે છે ખોટો, સામે આવી 'ફોલ્સ પોઝિટિવ' કેસ સ્ટડી

એડીલેડ (ઓસ્ટ્રેલિયા): મેલબોર્નમાં કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus) ના હાલના પ્રકોપથી પહેલાં મળી આવેલા કોવિડ 19ના બે કેસના રિપોર્ટ હવે ખોટા ગણાવવામાં આવ્યા છે. આક એસ વિક્ટોરિયાના સત્તાવાર આંકડામાં સામેલ નથી જ્યારે આ કેસના લીધે કંટનમેંટ ઝોન બનાવવામાં આવેલા વિસ્તારોને પણ હટાવવામાં આવ્યા છે. કોવિડ 19 માટે જવાબદાર SARS-COV 2 વાયરસની ઓળખ કરવા માટે મુખ્ય તપાસ રિવર્સ ટ્રાંસક્રિપ્ટેઝ પોલીમરેઝ ચેન રિએક્શન એટલે કે RT-PCR તપાસ છે. પરંતુ આરટી-પીસીઆર ટેસ્ટમાં પણ આ વાતની સંભાવના છે કે રિપોર્ટ ખોટો આવે.

ખોટા રિપોર્ટનું કારણ શું?

1/5
image

કેટલાક કેસમાં કોઇ સંક્રમિત નથી તેમછતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવી શકે છે, તેને 'ફોલ્સ પોઝિટિવ' કહેવામાં આવે છે. તેને સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે RT-PCR તપાસ કામ કેવી રીતે કરે છે. કોવિડકાળમાં મોટાભાગના લોકોએ પીસીઆર તપાસ વિશે સાંભળ્યું છે પરંતુ આ કામ કેવી રીતે કરે છે આ હજુ પણ કેટલીક હદ સુધી રહસ્ય જેવું છે. 

કેવી રીતે થાય છે ટેસ્ટ

2/5
image

સરળ અને ઓછા શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો નાક અને ગળામાંથી સ્વાબ સેમ્પલમાંથી આરએનએ (રાઇબોન્યૂક્લિક એસિડ, એક પ્રકારની આનુવાંશિક સામગ્રી)ને નિકાળવા માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કોઇ વ્યક્તિને સામાન્ય આરએનએ અને અલગ SARS-COV2 વાયરસ હાજર છે તો તેનો આરએનએ સામેલ થાય છે. આ આરએનએને ફરીથી ડીએનએ (ડીઓક્સીરાઇબોન્યૂક્લિક એસિડ)માં બદલવામાં આવે છે. તેને 'રિવર્સ ટ્રાંસક્રિપ્ટેઝ (આરટી)' કહેવામાં આવે છે. વાયરસને તપાસ માટે ડીએનએના નાના ખંડોને પરિવર્ધિત કરવામાં આવે છે. વિશેષ પ્રકારના ફ્લોરોસેંટ ડાઇની મદદથી કોઇ તપાસની નેગેટિવ અથવા પોઝિટિવ તરીકે ઓળખ કરવામાં આવે છે જે 35 અથવા તેનાથી વધુ પરિવર્ધન ચક્ર બાદ પ્રકાશની ચમક પર આધારિત હોય છે.  

ખોટો પોઝિટિવ રિપોર્ટ કેમ આવે છે?

3/5
image

ગત વર્ષે મુખ્ય કારણ પ્રયોગશાળામાં થયેલે ખોટી અને લક્ષ્યથી દૂર થયેલી પ્રતિક્રિયા છે એટલે કે ટેસ્ટ કોઇ એવી વસ્તુ સાથે ક્રોસ રિએક્ટ કરી ગયું જે SARS-COV2 નથી. પ્રયોગશાળામાં થયેલી ભૂલોમાં ક્લર્કિકલ ભૂલો, ખોટા સેમ્પલની તપાસ કરવી, કોઇ બીજા પોઝિટિવ નમૂનાથી અન્ય નમૂના દૂષિત થઇ જવા અથવા પ્રયોગ કરવામાં આવેલા પ્રતિક્રિયાશીલ દ્વવ્યો સાથે સમસ્યા થવી (જેમ કે રસાયણ, એંઝાઇમ અને ડાઇ). જેને કોવિડ 19 થયો અને તે સાજા થઇ ગયા તો તે પણ ક્યારેક-ક્યારેક તપાસમાં સંક્રમિત જોવા મળે છે. 

આવા ખોટા રિઝલ્ટ કેટલા સામાન્ય છે?

4/5
image

તેમને સમજવા માટે આપણે ખોટા પોઝિટિવ રેટને જોયા હશે એટલે કે જે લોકોની તપાસ થઇ અને જે સંક્રમિત ન થયા છતાં પોઝિટિવ આવ્યા તેનો રેશિયો. તાજેતરમાં જ પ્રીપિંટ (એવો પત્ર જેની સમીક્ષા થઇ નથી અથવા અન્ય રિસર્ચરે જેનું સ્વતંત્ર રૂપથી પ્રમાણીકરણ ન કર્યું હોય) કે લેખકોને આરટી-પીસીઆર તપાસ માટે ખોટો પોઝિટિવ દર પક્ષ પુરાવાઓની સમીક્ષા કરી. તેમણે ઘણા સ્ટડીના તપાસના પરિણામોને મેચ કર્યા અને આ દર 0-16.7 ટકા આવ્યો. આ સ્ટડીમાંથી 50 ટકામાં આ રેટ 0.8-4.0 ટકા સુધી મળી આવ્યો હતો. આરટી-પીસીઆર તપાસમાં ખોટા નેગેટિવ દર પર કરવામાં આવેલી એક વ્યસ્થિત સમીક્ષામાં ખોટો નેગેટિવ રેટ 1.8-5.8 ટકા મળી આવ્યો.જોકે સમીક્ષામાં માનવામાં આવ્યું કે મોટાભાગના સ્ટડીની ક્વોલિટી ખરાબ હતી. 

કોઇ તપાસ એકદમ સચોટ નથી

5/5
image

આ લેખના લેખક એડ્રિયન એસ્ટરમેન, યૂનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયાના અનુસાર કોઇ એકદમ સચોટ નથી. ઉદાહરણ તરીકે જો આરટી-પીસીઆર તપાસમાં ખોટો પોઝિટિવ આવવાનો દર ચાર ટકા માનવામાં આવે તો દરેક 1,00,00 લોકો જે તપાસમાં નેગેટિવ આવ્યા છે અને જેમને ખરેખર સંક્રમણ નથી, તેમાં તેમાંથી 4,000 ખોટી રીતે પોઝિટિવ આવી શકે છે. સમસ્યા એ છે કે તેમાંથી મોટાભાગના વિશે આપણને ખબર પડતી નથી.