નવાઈની વાત છે! દુનિયાનો એક અનોખો દેશ, જ્યાં નથી એક પણ મચ્છર, જાણવા જેવું છે કારણ

A country without mosquitoes: સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશ કે દેશમાં જાઓ તો ત્યાં મચ્છર, કીડી, મકોડા જોવા મળતા હોય છે.પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં ગોતવા નીકળો તો પણ મચ્છર નહીં મળે.

નરેશ ધારાણી, અમદાવાદઃ તમારું ઘર હોય કે ઓફિસ, મંદિર હોય કે બાગ-બગીચો ગમે તેટલાં સાફ રાખો તોય ત્યાં મચ્છર તો જરૂર જોવા મળશે. સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશ કે દેશમાં જાઓ તો ત્યાં મચ્છર, કીડી, મકોડા જોવા મળતા જ હોય છે. પરંતુ તમને એમ કહેવામાં આવે તે એક આખો દેશ એવો છે જ્યાં એક પણ મચ્છર નથી તો શું કહેશો? જાણીને અચરજ થશે પણ આ હકીકત છે. દુનિયામાં એક એવો પણ દેશ છે જ્યાં શોધવાથી પણ તમને એક પણ મચ્છર નહીં મળે. બોલીવુડ ફિલ્મનો એક જાણીતો ડાયલોગ તો બધાને યાદ હશે કે એક મચ્છર આદમી કો હિજડા બના દેતા હૈ.મચ્છરના ત્રાસથી મોટા ભાગના લોકો પીડાતા હોય છે.અને મચ્છરોથી કેવી રીતે છૂટકારો મળે તેના ઉપાય હરકોઈ અજમાવતા હોય છે.પરંતુ તમે એવું ક્યારે વિચાર્યું છે આખા દેશમાં એક પણ મચ્છર ન હોય.


 

ઉત્તરી એટલાન્ટિક મહાસાગરમાં આવેલો છે આઈસલેન્ડ

1/4
image

ઉત્તરી એટલાન્ટિક મહાસાગરમાં આવેલ આઈસલેન્ડ એક એવો દેશ છે કે જ્યાં ગોતવા નીકળો તો પણ મચ્છર નથી મળતા.વર્લ્ડ એટલાસના કહેવા મુજબ એકદમ ઓછી વસ્તી ધરાવતા આ દેશમાં લગભગ 1300 પ્રકારના જીવોની હાજરી છે.પરંતુ તેમાં મચ્છર નથી.પરંતુ ગ્રીનલેન્ડ, સ્કોટલેન્ડ અને ડેન્માર્ક જેવા તેના પડોશી દેશોમાં મચ્છરોની ભરમાર જોવા મળે છે.

 

 

 

Amitabh Bachchan ને કાદર ખાન સાથે કઈ વાતે પડ્યું હતું વાંકુ? જેણે જીવ બચાવ્યો એ જ દોસ્તને કેમ ભૂલી ગયા અમિતાભ?

આઈસલેન્ડમાં કેમ મચ્છર નથી:

2/4
image

આઈસલેન્ડમાં મચ્છરોની મિસ્ટ્રી અંગે ઘણા પ્રકારના સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યા છે.જેમાં એવું માનવામાં આવે છે કે મચ્છરોને જન્મ લેવા માટે સ્થિર પાણીની આવશ્યકતા હોય છે.જ્યાં મૂકવામાં આવેલા ઈંડા એક લાર્વામાં બદલાઈ જાય છે. લાર્વાને ખાસ તાપમાન અને સ્થિર પાણીની જરૂર પડે છે.પરંતુ આઈસલેન્ડમાં એક પણ સ્થળે સ્થિર પાણી નથી જોવા મળતા.જેથી અંહી મચ્છરો પોતાના ઈંડા મુકી શકતા નથી.

 

 

 

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!

હાડ થીજવતું તાપમાન પણ છે જવાબદાર:

3/4
image

આઈસલેન્ડ પર તાપમાન માઈનસ 38 ડિગ્રી સુધી પહોંચી જાય છે જેથી અહીં મચ્છર ન હોવાનું પણ એક તારણ છે.માઈનસ તાપમાનના લીધે અહીં પાણી થીજી જાય છે.જેનાથી મચ્છરોનું પ્રજનન કરવું અસંભવ બની જાય છે.આઈસલેન્ડનું પાણી, જમીન અને સામાન્ય પરિસ્થિતિ સહિત રાસાયણિક સંરચનાથી મચ્છરોના જીવનની સંભાવના નહિવત બનાવવાની માન્યતા છે..જોકે અહીં સાંપ અને અન્ય પેટે ચાલનારા કીડા મકોડા પણ જોવા નથી મળતા.

 

 

 

Taarak Mehta...ની આ એકટ્રેસનું ફિગર જોઈ બોયફ્રેન્ડથીના રહેવાયું, ફર્સ્ટ ડેટ પર જ સેક્સ કરવા કર્યો ફોર્સ, પછી બન્યુ એવું...

મચ્છર જેવી જ કીડીઓનો આતંક:

4/4
image

દેશનું એકમાત્ર મચ્છર આઈસલેન્ડિક ઈન્સ્ટીટ્યૂટ ઓફ નેચરલ હિસ્ટ્રીની એક લેબમાં સંરક્ષિત છે.જેને 1980ના દશકમાં આઈસલેન્ડના જીવ વિજ્ઞાની ગિલ્સી માર ગિસ્લાસને પ્લેનના કેબિનમાંથી પકડ્યો હતો.જેને દારૂની બોટલમાં રાખવામાં આવ્યું છે.જોકે આઈસલેન્ડમાં મચ્છર જેવી જ મિજ કીડીઓ જોવા મળે છે. જે લોકોને કરડી શકે છે.પરંતુ મચ્છરની જેમ કપડામાંથી નથી કરડી શકતી.

 

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા