ICMR ની ચેતવણી: જો કોરોનાના લક્ષણો દેખાય તો ભૂલેચૂકે આ દવાઓ ન લેતા, નહીં તો મુશ્કેલીઓ વધી જશે

પેનકિલર્સથી કોરોના દર્દીઓને જોખમ

1/6
image

કોરોના વાયરસથી પીડિત હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘરે રહીને જ સાજા થઈ રહ્યા છે. યોગ્ય દેખભાળ અને દવાઓ સમયસર લેવાની જરૂર છે. આવામાં ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) કેટલીક દવાના નામ જણાવ્યાં છે જે કોરોનાના દર્દીઓએ ભૂલેચૂકે ન લેવી જોઈએ નહીં તો તેમની સમસ્યા ઓછી થવાની જગ્યાએ વધી શકે છે. ICMRએ જણાવ્યું છે કે હ્રદયરોગીઓ માટે જોખમી ગણાતી આઈબ્રુફેન (Ibuprofen) જેવી કેટલીક પેઈનકિલર્સ(Painkillers) કોવિડ-19ના લક્ષણોને ગંભીર બનાવી શકે છે. તેનાથી કિડની ખરાબ થવાનું જોખમ વધી શકે છે. 

નોન સ્ટેરોઈડ એન્ટી ઈન્ફ્લેમેટરી દવાઓ ક્યારેય ન લો

2/6
image

ICMR એ સલાહ આપી છે કે 'નોન સ્ટેરોઈડ એન્ટી ઈન્ફ્લેમેટરી' દવાઓ લેવાની જગ્યાએ બીમારી દરમિયાન જરૂર પડ્યે પેરાસિટામોલ (Paracetamol) દવા લેવી જોઈએ. 

કોરોનાના લક્ષણો દેખાય તો તરત જ ટેસ્ટ કરાવો

3/6
image

શું હાર્ટપેશન્ટ્સ, ડાયાબિટિસ કે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને કોરોનાના સંક્રમણનું જોખમ વધુ છે? જેના પર ICMR એ જણાવ્યું કે 'ના. હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટિસ કે હાર્ટના દર્દીઓને કોઈ અન્યની સરખામણીમાં સંક્રમિત થવાનું જોખમ વધુ નથી.' કોરોનાના હળવા લક્ષણો પણ દેખાય તો તરત જ ટેસ્ટ કરાવો.

આ દર્દીઓએ વધુ કેર કરવાની જરૂર

4/6
image

ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશર અને નબળા હ્રદયવાળા કેટલાક લોકોને ગંભીર લક્ષણો હોઈ શકે છે. ICMRએ જણાવ્યું કે તેમણે વધુ દેખભાળ કરવાની જરૂર છે. 

આ દવાથી કિડની ખરાબ થવાનું જોખમ!

5/6
image

ICMR એ કહ્યું કે હાર્ટના દર્દીઓ માટે જોખમી ગણાતી આઈબ્રુફેન (Ibuprofen) જેવી કેટલીક પેઈન કિલર્સ કોવિડ-19ના લક્ષણોને ગંભીર બનાવી શકે છે. તેનાથી કિડની ખરાબ થવાનું જોખમ પણ વધી શકે છે. 

પેરાસિટામોલ લઈ શકાય

6/6
image

ICMR એ સલાહ આપી કે 'નોન સ્ટેરોઈડ એન્ટી ઈન્ફ્લેમેટરી' દવાઓ લેવાની જગ્યાએ બીમારી દરમિયાન જરૂર પડે તો પેરાસિટામોલ લઈ શકાય.