Commonwealth Games: આ પાંચ ભારતીય એથ્લેટ્સની અજબ પ્રેમની ગજબ કહાની, ચેમ્પિયન પણ સાથે જ બન્યા

ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં 28 જુલાઈથી કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત થઈ રહી છે. આ વર્ષે પણ ભારતના 200થી વધુ ખેલાડીઓ આ ખેલના મહાકુંભમાં મેડલ જીતવાના ઈરાદાથી ઉતરશે. પરંતુ સ્પોર્ટ્સમાં રમતની સાથે સાથે લવ સ્ટોરી પણ જોવા મળતી હોય છે. આપણે આવાજ પાંચ એથલીટોની પ્રેમ કહાની પર નજર કરીએ. 

સાયના નેહવાલ- પી.કશ્યપ

1/5
image

બેડમિન્ટનની દુનિયામાં સાયના નેહવાલ અને પારુપલ્લી કશ્યપને પાવર કપલ માનવામાં આવે છે. સાયનાએ કોમનવેલ્થ ગેમ્સમાં 6 મેડલ જીત્યા છે. તેણે 2010 અને 2018માં સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે મિક્સ્ડ ડબલ્સમાં પણ બે મેડલ જીત્યા છે. જ્યારે તેના પતિ પી.કશ્યપે પુરુષ સિંગલ્સમાં વર્ષ 2014માં ગોલ્ડ અને 2010માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

હીના સિદ્ધુ-રોનક પંડિત:

2/5
image

ભારતની સ્ટાર પિસ્ટલ શૂટર હિના સિદ્ધુએ કોમનવેલ્થ ગેમ્સમાં ચાર મેડલ જીત્યા છે. વર્ષ 2010માં તેણે 10 મીટર એર પિસ્ટલ પેયર્સમાં ગોલ્ડ અને સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે 2018માં 25 મીટર પિસ્ટલમાં ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. જ્યારે તેના પતિ અને હવે નેશનલ કોચ બની ચૂકેલા રોનક પંડિતે 2006ની ગેમ્સમાં પુરુષ 25 મીટર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ગીતા ફોગાટ-પવન કુમાર:

3/5
image

દંગલ ફિલ્મથી ચર્ચામાં આવેલી ગીતા ફોગાટે વર્ષ 2016માં સાથી રેસલર પવન કુમાર સાથે લગ્ન કર્યા છે. આ જોડી પણ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવામાં સફળ રહી છે. ગીતાએ વર્ષ 2010માં દિલ્લીમાં થયેલી ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે પવન કુમારે 2014માં ગ્લાસગોમાં રમાયેલ 86 કિગોગ્રામ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સાક્ષી મલિક- સત્યવાન કાદિયાન:

4/5
image

ભારતની ઓલિમ્પિક મેડાલિસ્ટ રેસલર સાક્ષી મલિકે વર્ષ 2016માં સત્યવાન કાદિયાન સાથે લગ્ન કર્યા હતા. બંનેએ રેસલિંગમાં જ ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ અપાવ્યા છે. સાક્ષીએ વર્ષ 2014માં ગ્લાસગોમાં સિલ્વર મેડલ જીત્યો. તો છેલ્લે રમાયેલી ગેમ્સમાં બ્રોન્ઝ જીતવામાં સફળતા મેળવી. અર્જુન એવોર્ડ વિજેતા સત્યવાને વર્ષ 2017માં 97 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ગુરવિંદર સિંહ - મનજીત કૌર

5/5
image

ભારતીય હોકી સ્ટાર ગુરવિંદર સિંહે એથ્લેટ મનજીત કૌર સાથે લગ્ન કર્યા છે. બંને ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ માટે ઘણી સફળતા હાંસલ કરી ચૂક્યા છે. મનજીતે કોમનવેલ્થ ગેમ્સમાં બે મેડલ જીત્યા છે. 4 બાય 400 મીટર રિલેમાં તેણે વર્ષ 2006માં સિલ્વર અને 2010માં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે ગુરવિંદર સિંહ વર્ષ 2010 અને 2014માં સિલ્વર મેડલ જીતનારી ભારતીય પુરુષ હોકી ટીમનો ભાગ હતો.