saina nehwal

Badminton star Saina Nehwal join BJP PT8M50S

ફેમસ બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલ જોડાઈ ભાજપમાં....

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક સ્ટાર ખેલાડી ભાજપમાં જોડાઈ છે. બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલ ભાજપમાં જોડાઈ છે. આ પ્રસંગે તેણે કહ્યું કે, ભાજપમાં જોડાવાનું ગૌરવ છે. એક એવા પક્ષમાં જોડાઇ છું જે દેશ માટે કામ કરી રહ્યો છે. પીએમ મોદી જે રીતે દેશ માટે કામ કરી રહ્યા છે તે જ રીતે હું પણ કામ કરવા માંગુ છું.

Jan 29, 2020, 02:40 PM IST

બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલે કેસરિયો ધારણ કર્યો, કહ્યું-'નરેન્દ્રસર પાસેથી મને પ્રેરણા મળે છે'

બેડમિન્ટન જગતમાં ભારતને અનેક યાદગાર જીત અપાવનાર ખેલાડી સાઈના નેહવાલે આજથી પોતાની રાજકીય કારકિર્દીના ડગ માંડી દીધા છે. સાઈના નેહવાલ ભાજપમાં જોડાઈ છે. સાઈના સાથે તેની બહેન પણ ચંદ્રાન્શુએ પણ કેસરિયો ધારણ કર્યો છે. 

Jan 29, 2020, 01:02 PM IST

મલેશિયા માસ્ટર્સઃ પીવી સિંધુ બાદ સાઇના નહેવાલ પણ હારી, ભારતીય પડકારનો અંત

ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ કેરોલિના મારિને શુક્રવારે સાઇના નેહવાલને હરાવતા મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન (malaysia masters badminton) ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત આવી ગયો છે. સાઇના નેહવાલને મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં મારિને સીધી ગેમમાં હરાવી તો તે પહેલા વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુએ હારનો સામનો કરવો પડ્યો હતો. 

Jan 10, 2020, 03:37 PM IST

મલેશિયા માસ્ટર્સઃ સાઇનાની ધમાકેદાર જીત, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ સાઇના નેહવાલે ગુરૂવારે અહીં દક્ષિણ કોરિયાની આન સે યંગ પર જીત મેળવી મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
 

Jan 9, 2020, 03:13 PM IST

Year Ender 2019: વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંધુને ગોલ્ડ, બેડમિન્ટમાં આવું રહ્યું પ્રદર્શન

પીવી સિંધુએ આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જરૂર જીત્યો, પરંતુ બાકી વર્ષભરતે ખરાબ ફોર્મનો સામનો કરતી રહી જ્યારે યુવા લક્ષ્ય સેન ભારતીય બેડમિન્ટન માટે મિશ્ર સફળતા વાળા વર્ષ 2019મા ભવિષ્યની આશા બનીને ઉભર્યો છે. 
 

Dec 24, 2019, 04:20 PM IST

બેડમિન્ટનઃ કોરિયા માસ્ટર્સથી હટી સાઇના, હવે શ્રીકાંત આપશે પડકાર

આવતીકાલથી શરૂ થઈ રહેલા કોરિયા માસ્ટર્સમાં કોઈ ભારતીય મહિલા ખેલાડી સિંગલ્સમાં ઉતરશે નહીં. જ્યારે પુરૂષ વર્ગમાં શ્રીકાંત ટક્કર આપવા માટે તૈયાર છે. 

Nov 18, 2019, 10:11 PM IST

French Open Badminton : સાત્વિક-ચિરાગ પહોંચ્યા સેમીફાઈનલમાં, સિંધુ-સાઈના બહાર

ભારતની મેન્સ ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ક્વાર્ટર ફાઈનલમાં ડેનમાર્કના કિમ એસ્તુર્પ અને એન્ડર્સ સ્કારપ રાસમુસેનની જોડીને હરાવીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. બંનેએ તાજેતરમાં જ થાઈલેન્ડ ઓપન પણ જીતી હતી. 

Oct 26, 2019, 09:47 PM IST

ફ્રેન્ચ ઓપન: સાઈના પહોંચી બીજી રાઉન્ડમાં, કશ્યપ, શ્રીકાંત અને સમીર પ્રથમ રાઉન્ડમાંથી બહાર

સાઈના નેહવાલે ફ્રેન્ચ ઓપન (French Open) બેટમિન્ટન ટૂર્નામેન્ટના પહેલા રાઊન્ડમાં જીત મેળવ્યા બાદ બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. કિદાંબી શ્રીકાંત (Kidambi Srikanth), પારૂપલ્લી કશ્યપ (Parupalli Kashyap) અને સમીર વર્મા (Sameer Verma) હારનો સામનો કરવો પડ્યો છે

Oct 24, 2019, 10:28 AM IST

ડેનમાર્ક ઓપનઃ પ્રથમ રાઉન્ડમાં હારી સાઇના, સમીર વર્મા જીત્યો

સ્ટાર શટલર સાઇના નેહવાલને મહિલા સિંગલના પ્રથમ રાઉન્ડમાં જાપાનની ખેલાડી સાયાકા તાકાહાશી સામે હાર મળી છે. 
 

Oct 16, 2019, 08:15 PM IST

થાઈલેન્ડ ઓપનઃ સાઇના અને શ્રીકાંત બીજા રાઉન્ડમાં, સૌરભ બહાર

લંડન ઓલિમ્પિક મેડાલિસ્ટ સાઇના ઈજાને કારણે ઈન્ડોનેશિયા અને પાછલા સપ્તાહે જાપાન ઓપનમાંથી બહાર રહ્યો હતો. હવે સાતમી વરીયતા પ્રાપ્ત ભારતીય ખેલાડી સયાકા તાકાહાશી સામે ટકરાશે. 
 

Jul 31, 2019, 08:14 PM IST

સાઇના નેહવાલ ન્યૂઝીલેન્ડ ઓપનના પ્રથમ રાઉન્ડમાં બહાર

સાઇના અને વાંગ ઝીયેઈ પ્રથમ વાર એક-બીજા વિરુદ્ધ કોર્ટ પર ઉતરી હતી. સાઇનાની હાલની વર્લ્ડ રેન્કિંગ-9 છે. વાંગ વિશ્વની 212માં નંબરની મહિલા શટલર છે. તેણે ગત વર્ષે યૂથ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 

May 1, 2019, 10:20 PM IST

એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપઃ સિંધુ, સાઇના અને સમીર વર્મા બીજા રાઉન્ડમાં પહોંચ્યા

ભારતીય શટલર પીવી સિંધુ, સાયના નેહવાલ અને સમીર વર્માએ જીત મેળવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. 

Apr 24, 2019, 04:41 PM IST

સિંધુ-સાયના બાદ પ્રણય અને સમીર પણ સિંગાપુર ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ આગામી મુકાબલામાં ડેનમાર્કની મિયા બ્લિશફેલ્ટની સામે ટકરાશે. 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇના આગામી રાઉન્ડમાં મુગ્ધા આગ્રે અને પોર્નપાવી ચોચુવોંગ વચ્ચે રમાનારી મેચની વિજેતા સામે ટકરાશે.

Apr 10, 2019, 04:50 PM IST

સાઇના નેહવાલની બાયોપિક માટે આમ તૈયારી કરી રહી છે પરિણીતિ ચોપડા

પરિણીતિએ કહ્યું, સાઇના કોર્ટ પર પોતાના હાથ, રેકેટ, આક્રમકતાનો ઉપયોગ કેમ કરે છે, આ કંઇક એવું છે જેને હું મારા વ્યક્તિત્વના ભાગના રૂપમાં સામેલ કરવા ઈચ્છુ છું. 
 

Apr 9, 2019, 06:43 PM IST

સાઇના નેહવાલ પ્રથમ ક્વાર્ટરની કમાણીમાં બીજા સ્થાન પર

સાઇનાએ પોતાની કમાણીમાં આ વર્ષે અત્યાર સુધી 36,825 ડોલર જોડ્યા છે. તેણે ઈન્ડોનેશિયા માસ્ટર્સનું ટાઇટલ જીત્યું જ્યારે તે મલેશિયા માસ્ટર્સના સેમીફાઇનલ અને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી. 
 

Mar 30, 2019, 05:05 PM IST

Shocking: સાઇના નેહવાલની બાયોપિકમાં મોટો ફેરફાર, શ્રદ્ધાની જગ્યાએ થઈ આ અભિનેત્રીની એન્ટ્રી

શ્રદ્ધા કપૂર માટે એક ખરાબ સમાચાર છે કે, તેના હાથમાંથી સાઇના નેહવાલની બાયોપિક નિકળી ગઈ છે. 
 

Mar 15, 2019, 01:33 PM IST

ઓલ ઈંગ્લેન્ડની નિરાશાને ભૂલીને સ્વિસ ઓપનમાં ઉતરશે સાઇના-સમીર

બે વખતની ચેમ્પિયન સાઇના નેહવાલ અને ગત ચેમ્પિયન સમીર વર્મા ઓલ ઈંગ્લેન્ડની નિરાશાને ભૂલીને મંગળવારે અહીં ક્વોલિફાયરની સાથે શરૂ થઈ રહેલા સ્વિસ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારની આગેવાની કરશે. 

Mar 11, 2019, 03:03 PM IST

Badminton: સાઇના નેહવાલ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર, ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર-1 સામે હારી

સાઇના નેહવાલ ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં 11મી વખત રમી રહી હતી. તે માત્ર એક વખત ફાઇનલમાં પહોંચી શકી છે. 

Mar 8, 2019, 05:35 PM IST

ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપઃ સાઇના અને શ્રીકાંત ક્વાર્ટર ફાઇનલમાં, સાઈ પ્રણીત બહાર

સાઇના નેહવાલ મહિલા સિંગલ્સમાં ડેનમાર્કની હોજમાર્ક ક્લાએર્સફેલ્ટ અને શ્રીકાંત પુરૂષ સિંગલ્સમાં ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને પરાજય આપ્યો હતો. 
 

Mar 8, 2019, 02:17 PM IST

હવે આ મહિલા ખેલાડી પર બનવા જઈ રહી છે ફિલ્મ

 ભારતીય મહિલા ટેનિસને નવી ઊંચાઈ પર લઈ જનારી સાનિયા મિર્ઝાના પ્રશંસકો માટે મોટા સમાચાર આવ્યા છે. સાનિયા, હાલ ભલે કેટલાક મહિનાઓથી ટેનિસ કોર્ટથી દૂર છે, પણ હવે તેના પર ફિલ્મ બનવા જઈ રહી છે. સાનિયા મિર્ઝાએ શુક્રવારે દાવો કર્યો છે કે, ફિલ્મકાર રોની સ્ક્રુવાલા તેના જીવન પર આધારિત ફિલ્મ બનાવશે. સાનિયા ગ્રેન્ડસ્લેમ જીતનારી એકમાત્ર ભારતીય મહિલા પ્લેયર છે.

Feb 9, 2019, 12:08 PM IST