Cyclone Biparjoy: ઝાડ પડ્યા, પતરાં અને નળિયા ઉડ્યા, જુઓ વાવાડોઝાની અસરથી થયેલી તબાહીની તસવીરો

ગુજરાતમાં વાવાઝોડા બિપરજોયના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદની સાથે ભારે પવનને કારણે વાવાઝોડાએ વધુ મુશ્કેલી ઉભી કરી છે. કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. વાવાઝોડાને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગઈ છે. કોઈ જગ્યાએ પતરાં અને નળિયા ઉડવા લાગ્યા છે. તો કેટલીક જગ્યાએ ભારે પવનને કારણે સોલાર પેનલ હવામાં ઉડી ગઈ હતી. ગુજરાતમાંથી વાવાઝોડાએ શરૂ કરેલી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. 

1/9
image

કચ્છમાં ભારે પવન અને વરસાદને કારણે અનેક ઝાડ ધરાશાયી થયા છે. 

2/9
image

કચ્છમાં પણ ભારે પવન ફુંકાય રહ્યો છે. જેના કારણે નુકસાની પણ થઈ રહી છે. 

3/9
image

ભારે પવનને કારણે કચ્છમાં વીજળીનો થાંભલો ધરાશાયી થયો. 

4/9
image

કચ્છમાં મોટું પતરું પણ હવામાં ઉડી ગયું. 

5/9
image

દ્વારકામાં વાવાઝોડાની અસર શરૂ થવાની સાથે ભારે પવન ફુંકાઈ રહ્યો છે. 

6/9
image

દરિયાકાંઠે આવેલા સ્ટોલ અને ઝુંપડાના પતરા ઉડવા લાગ્યા. 

7/9
image

દ્વારકામાં એક વૃક્ષ ધરાશાયી થયું. 

8/9
image

આ અમરેલીના દ્રશ્યો છે. જ્યાં પવનને કારણે નળિયા ઉડી ગયા હતા. 

9/9
image

અમરેલીમાં એક ભારે પવનને કારણે નળિયા ઉડી ગયા હતા. વરસાદ અને પવનને કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.