kutch

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, 4 ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાતા લોકોમાં ભય

કચ્છમાં સતત ધરા ધ્રુજતી રહે છે. ત્યારે આજે ફરી કચ્છમાં ભૂકંપના આચંકા અનુભવાતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છમાં મોડી સાંજે રાપરથી 25 કિમી દૂર ભૂકંપના આચંકાનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે.

Aug 4, 2021, 08:12 PM IST

ઘેંટા ચરાવતો પાકિસ્તાની છોકરો રણમાં રસ્તો ભટકીને ગુજરાત આવી ચઢ્યો

ઘેટાં-બકરાં ચરાવતાં પાકિસ્તાની (pakitan) કિશોર રણમાં ભટકી જઈ કચ્છ આવી ચઢવાની ઘટના બની છે. પાકિસ્તાનનો માલધારી કિશોર ઘેટાં-બકરાં ચરાવતાં ચરાવતાં રણમાં રસ્તો ભટકી જઈને કચ્છ સરહદ (kutch border) માં ચઢી આવ્યો હોવાનો બનાવ બન્યો છે. 

Aug 3, 2021, 10:22 AM IST

Kutch ભાજપનો યુવા નેતા પૂર્વ ધારાસભ્યની ભત્રીજી સાથે ઝડપાતા મળ્યો મેથીપાક

ભૂતકાળમાં ભુજના લોરીયા નજીક દારૂ પ્રકરણમાં મેથીપાક ખાઈ ચૂકેલા કચ્છ ભાજપ (Kutch BJP) નાં આ નેતાને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દિકરાઓ સાથે ભાઈબંધી હતી.

Jul 31, 2021, 12:00 PM IST

Drugs Mafia શાહિદ સુમરાને ભુજની NDPS કોર્ટમાં રજૂ કરાયો, કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ

ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, શાહિદ હુસૈન સુમરા દુબઇથી દિલ્હી આવવાનો છે. જેથી ગુજરાત એટીએસ (Gujarat ATS) ની એક ટીમે તેને દિલ્હી એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. 

Jul 30, 2021, 08:17 PM IST

World Heritage Dholavira: 4500 વર્ષ પૂર્વેની મોડર્ન ટાઉનશીપની અનોખી વાતો, નગરરચનાથી માંડીને ડ્રેનેજ સિસ્ટમ સુધી

કેન્દ્ર સરકાર દ્વારા અહીં ધોળાવીરાના ગ્રામજનો દ્વારા સંચાલિત ૪૫ રૂમ, ૨૦ ટેન્ટ અને ૧૦૦ બેઠકની સુવિધા સાથેનો રિસોર્ટ ઊભો કરાયો છે. જોકે, વર્ષે માંડ ૩૦૦ જેટલા જ વિદેશી પ્રવાસીઓ જ ધોળાવીરાની મુલાકાત લે છે. 

Jul 29, 2021, 12:40 PM IST

Cyclone ના લીધે ઋતુચક્રમાં ફેરફાર, દરિયામાં માછીમારી કે બોટ અવર-જવર પર પ્રતિબંધ

માછીમારોને કે અન્ય કોઇ વ્યકિતએ તા.૧લી ઓગષ્ટ-૨૦૨૧ થી તા.૩૧મી ઓગષ્ટ-૨૦૨૧ ના સમય દરમ્યાન સમુદ્ર (Sea) માં કે ક્રિક વિસ્તારમાં જવું નહીં અને કોઇપણ બોટની અવર-જવર કરવી નહીં.

Jul 28, 2021, 05:16 PM IST

Gujarat માટે સૌથી મોટી ગૌરવની વાત: ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ

ગુજરાત માટે ફરી એકવાર ગર્વ થાય તેવા સમાચાર આવ્યા છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ધોળાવીરા હેરિટેજ સાઇટને પણ સ્થાન આપ્યું છે. આ અંગે યુનેસ્કો દ્વારા અધિકારીક રીતે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. આ ટ્વીટને મુખ્યમંત્રી દ્વારા રિટ્વીટ કરીને અધિકારીક રીતે જાહેર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ યુનેસ્કો દ્વારા અગાઉ દેશનાં કાગદીય રુદ્રેશ્વર રામપ્પા મંદિરને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ મંદિર તેલંગાણામાં આવેલું છે. આ મંદિરને પણ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન અપાયું હતું. 

Jul 27, 2021, 03:33 PM IST

Kutch માં મોટી દુર્ઘટના બનતી અટકી, આર્મીના જવાનોની બોટ પેટ્રોલિંગ સમયે ઉંધી વળી ગઈ

  • આર્મીના જવાનોની બોટ પેટ્રોલિંગ દરમિયાન ઉંધી વળી ગઈ
  • 6 જવાનોનો બીએસએફના જવાનો દ્વારા આબાદ બચાવ થયો
  • સીમા દળની ટુકડીને આઇજી દ્વારા રોકડ પુરસ્કાર જાહેર 

Jul 27, 2021, 11:29 AM IST

બકરી ઈદના દિવસે કચ્છમાં બે ઊંટની કુરબાની અપાતા ચકચાર

કચ્છમાં બકરી ઈદ (bakri eid) ના દિવસે ઊંટના બલીનો ચકચાર કિસ્સો સામે આવ્યો છે. અબડાસાના થુમડી ગામે જાહેરમાં બે ઉંટનો વધ (camel killing) કરાયો હતો. બકરી ઈદના સવારે બનેલી ઘટના મામલે આઠ લોકો સામે ફોજદારી દાખલ કરાઈ છે. ઘટના સ્થળે પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. 

Jul 22, 2021, 11:23 AM IST

ક્યાં ગાયબ થઈ ગયા કચ્છના શિયાળ? જાણો કાળા ડુંગર પર પ્રસાદી ખાવા હવે કેમ નથી આવતા શિયાળ

કચ્છનું રણ અને રણમાં રહેતા શિયાળને ખાસ માનવામાં આવે છે. કચ્છમાં એક સમયે શિયાળના ઝુંડ જોવા મળતા હતા પરંતુ હવે ત્યાં માડ એકલ દોકલ શિયાળ જોવા મળી રહ્યા છે. માંસ ખાવા વાળા જીવ જો શાકાહારી વસ્તુ ખાવા લાગે તો કોઈને પણ નવાઈ લાગી શકે છે.

Jul 21, 2021, 03:07 PM IST

Kutch: કુનારિયા ગ્રામ પંચાયતનું સાહસિક પગલું, કરવામાં આવી 'બાલિકા પંચાયતની' સ્થાપના

કુનરીયા ગ્રામ પંચાયત(Kunariya Gram Panchayat) અને બેટી બચાઓ બેટી પઢાઓ સેલના સંયુક્ત પ્રયાસો દ્વારા કિશોરીઓના પ્રશ્નોને વાચા આપવા બાલીકા પંચાયતની સ્થાપના કરવામા આવી છે.

Jul 21, 2021, 02:54 PM IST

Kutch: ઘોરાડને બચાવવામાં વનવિભાગ નિષ્ફ્ળ, અભ્યારણ્યમાં એક પણ પક્ષી ન હોવાની કેન્દ્રીય વનમંત્રાલયની કબૂલાત

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે (Union Ministry of Forests and Environment) કચ્છમાં ઘોરાડની માહિતી આપતા અભ્યારણ્યમાં (Sanctuary) એક પણ ઘોરાડ પક્ષી ન હોવાની કેન્દ્રીય વનમંત્રાલયે (Union Forest Ministry) કબૂલાત કરી છે

Jul 20, 2021, 12:41 PM IST

ભૂજ-ભચાઉની ધરા ધણધણી ઉઠી, 3.9 ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા

  • ભચાઉ, રાપર અને ગાંધીધામ સુધી ધરા ધણધણી ઉઠી હતી. જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો 
  • . રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.9ની નોંધવામાં આવી છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું

Jul 18, 2021, 03:52 PM IST

કચ્છમાં મંત્રની ઓફિસ સામે કાયદાની ઐસી કી તૈસી, જાહેરમાં હથિયાર વડે શખ્સ પર હુમલો; સામે આવ્યા CCTV

કચ્છમાં (Kutch) કોઈને કાયદાનો ડર ન હોય તમે એક બાદ એક કાયદાને (Law) પડકાર આપતી ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે કચ્છમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગની (Firing) ઘટના બાદ આજે વધુ એક ગુનાહિત ઘટનાનો વીડિયો વાયરલ (Video Viral) થયો છે

Jul 17, 2021, 05:01 PM IST

Kutch: છાડવારા ગામના અગ્રણીની હત્યાની સરપંચે આપી સોપારી, ઓડિયો ક્લિપ વાયરલ

કચ્છના (Kutch) ભચાઉ તાલુકામાં એક ગામ અગ્રણીની હત્યા (Murder) કરવા સોપારી આપવામાં આવી હોવાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપ (Audio Clip) ગામના જ સરપંચની (Sarpanch) હોવાનું સામે આવ્યું છે

Jul 17, 2021, 03:24 PM IST
CCTV Footage: Terror of anti-social elements in Ratnal, Kutch, attack on hotel managers PT3M5S

Kutch: દેશનું એકમાત્ર ડેમોસ્ટ્રેશન જ્યાં ૧૦૦ ટકા ડ્રીપ ઈરીગેશન અને મલ્ચીંગ પધ્ધતિથી ઉછરે છે બરહી ખારેક

વિષમ આબોહવા વાળા કચ્છ (Kutch) ની વાત કરીએ તો બાગાયતી ખેતીમાં કચ્છે કાઠુ કાઢયું છે. કચ્છ (Kutch) ની કેસર હોય કે ખારેક (Dates) વિશ્વમાં આ બાગાયતી ફળ માટે કચ્છે આગવી નામના ઉભી કરી છે.

Jul 15, 2021, 05:08 PM IST

ગુજરાતનો હરણફાળ વિકાસ : કચ્છમાં બનશે દેશનો સૌથી મોટો સોલાર પાર્ક

કચ્છના ખાવડામાં દેશનો સૌથી મોટો સોલાર પાર્ક બનવાની જાહેરાત કરાઈ છે. NTPC ને કચ્છ (kutch) માં સોલાર પાર્ક (solar park) બનાવવાની મંજૂરી મળી ગઈ છે. રિન્યુએબલ મિનિસ્ટ્રી દ્વારા પ્રોજેક્ટને લીલીઝંડી આપવામાં આવી છે. ત્યારે હવે NTPC રિન્યુએબલ એનર્જી સોલાર પાર્ક બનાવશે. કંપની રિન્યુએબલ એનર્જિ પાર્કથી વ્યવસાયિક સ્તર પર હરિત હાઈડ્રોજન ઉત્પન્ન કરશે. 

Jul 15, 2021, 09:22 AM IST

KUTCH: અદાણી પોર્ટમાં હવામાં રહેલું રેલવે એન્જિન અચાનક છુટી ગયું, પોર્ટના સેંકડો લોકોના જીવ તાળવે ચોંટ્યા

અદાણી પોર્ટ પર મોટી દુર્ઘટના બની હતી. જો કે આ દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી હતી. ટ્રેનના ડબ્બાના લિફ્ટ ઓપરેશન દરમિયાન ડબ્બો છૂટી જતા નીચે પટકાયો હતો. જેના કારણે તે તત્કાલ નીચે પટકાયો હતો.

Jul 13, 2021, 08:59 PM IST

મેઘરાજાએ આજે પશ્ચિમ કચ્છ પર વરસાવ્યું હેત: નદી- તળાવોમાં નવા નીર આવ્યા

 ભારે વરસાદની આગાહી વચ્ચે ભુજ, અબડાસા, નખત્રાણા, લખપત, માંડવી, મુંદરામાં અડધાથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં પાણીના સંગ્રહ સ્થાનોમાં પાલર પાણી આવતા ખેડૂત અને માલધારીઓમાં ખુશી વ્યાપી હતી. ભુજમાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદે હાજરી પુરાવી હતી. અંજારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મંદ પડેલું ચોમાસુ ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. 

Jul 13, 2021, 05:35 PM IST