Cyclone Remal: ચક્રવાતી વાવાઝોડા રેમલે 135KM ની ઝડપે મચાવ્યું તાંડવ, ભારે વરસાદ સાથે છાપરા ઉડ્યા

Cyclone Remal effects Live Updates: ચક્રવાત રેમલ બાંગ્લાદેશ અને પશ્વિમ બંગાળ વચ્ચે તટ સાથે ટકરાઇ ગયું છે. હવામાન વિભાગ (IMD) મેઘાલય માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો બીજી તરફ કલકત્તામં રેમલની અસર જોવા મળી રહી છે, જ્યાં સતત ભારે પવન સાથે તબાહીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લેન્ડફોલ દરમિયાન હવાની સ્પીડ 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાક હતી, જે 135 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઇ છે. ત્યારબાદ ચક્રવાતી તોફાન તાંડવ જોવા મળ્યું છે અને ઠેર ઠેર ઝાડ પડી ગયા છે. ઘણી જગ્યાએ વિજળીના થાંભલા ઉઘડી ગયા છે તો ઘણી જગ્યાએ લોકોના ઘરની છત ઉડી ગઇ છે. 

12:30 વાગે લેન્ડફોલ

1/5
image

હવામાન વિભાગે જાણકારી આપતાં રવિવારે રાત્રે સાડા આઠ વાગે રેમલ પહોંચવાની પ્રક્રિયા શરૂ થઇ, જેનું કેન્દ્ર સમુદ્ર તટથી લગભગ 30 કિલોમીટર દૂર હતું.

આ પ્રક્રિયા લગભગ ચાર કલાક સુધી ચાલી અને સમુદ્ર તટથી ટકરાયા બાદ ચક્રવાતી વાવાઝોડું નબળું પડી ગયું. નબળા સાઇક્લોનના લીધે વધુ નુકસાન થવાની આશંકા નથી. જોકે ઘણા વિસ્તારોમાં સતત થઇ રહેલા વરસાદથી થોડી મુશ્કેલી જરૂર ઉભી થઇ છે. 

135ની ઝડપે રેમલનું તાંડવ

2/5
image

હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાતી તોફાન રેમલના લેન્ડફોલ દરમિયાન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અને ઉત્તર બંગાળની ખાડીની આસપાસ 110 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાયા હતા, જેની ગતિ 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી ગઇ. 

વિજળીના થાંભળા ઉઘડી ગયા અને ઝાડ પડી ગયા

3/5
image

હવામાન વિભાગે કહ્યું કે ભીષણ ચક્રવાતી વાવાઝોડા 'રેમલ' એ દસ્તક આપવાની પ્રક્રિયા સાગર દ્રીપ અને ખેપુપારા વચ્ચે પશ્વિમ બંગાળ અને બાંગ્લાદેશના નિકટવર્તી તટો પર શરૂ થઇ.

ત્યારબાદ સાગર દ્રીપ, દક્ષિણ 24 પરગણામાં ઘણી જગ્યાએ ઝાડ પડી ગયા, જેને હટાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઘણી જગ્યાએ વિજળીના થાંભલા પડી ગયા. 

રેમલે નબળા મકાનો કર્યા ધ્વસ્ત

4/5
image

135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તબાહી મચાવતા ચક્રવાતી તોફાન 'રેમલ'એ ઘણી જગ્યાએ નબળા મકાનો ધરાશાયી કર્યા હતા. ઉત્તર અને દક્ષિણ 24 પરગણા સિવાય સૌથી વધુ અસર પૂર્વ મિદનાપુર જિલ્લામાં જોવા મળી હતી, જ્યાં ઘણા ઘરોની છત ઉડી ગઈ હતી.

ચક્રવાતને કારણે બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ એક લાખ લોકોને સુરક્ષિત રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે.

કલકત્તામાં રસ્તા પર પાણી ભરાયા

5/5
image

ચક્રવાતી વાવાઝોડા રેમલની પશ્વિમ બંગાળની રાજધાની કલકત્તામાં પણ ભારે પવનની સાથે વરસાદ પણ પડી રહ્યો છે. તેના લીધે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.