cyclone

કોરોના કાળ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સરકાર તદ્દન નિષ્ફળ: શંકરસિંહ વાઘેલા

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તૌકતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ભાવનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે તેમણે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી

Jun 4, 2021, 04:43 PM IST

વિનાશક વાવાઝોડાને કારણે મહેસાણા જિલ્લામાં 5670 હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન

ગુજરાતમાં 18 મેના રોજ આવેલાં વિનાશક તાઉતે વાવાઝોડાને કારણે ચારેય તરફ તબાહી મચાવી દીધી છે. ક્યાંક લોકો ઘર વિહોણા બની ગયા છે, તો ક્યાંક ખેતરમાં ઉભો પાક બરબાદ થઈ ગયો છે, રોડ-રસ્તા પરના થંભલા, ઝાંડ અને કેટલાંક ઠેકાણે મકાનો પણ ધરાશાયી થઈ ગયા છે. ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે.

May 29, 2021, 01:35 PM IST

અમરેલી જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો કેન્દ્રીય સચિવોની ટીમે કર્યો સર્વે

કોવાયા ખાતે વાવાઝોડા (Cyclone) ને લીધે નષ્ટ થયેલા કૃષિ પાકો જેવા કે બાજરી-જુવાર-તલ અને કેરી-નાળિયેરી-ચીકુ-લીંબુ વગેરે જેવા બાગાયતી પાકોને થયેલા નુકસાન, પાક વીમો વગેરેની માહિતી ગામના સરપંચ કાળુભાઈ લાખણોત્રાએ કેન્દ્રીય ટીમને આપી હતી. 

May 28, 2021, 06:29 PM IST

Cyclone તૌકતે બાદ વધુ એક વાવાઝોડું દેશને ઘમરોળવા તૈયાર!, PM મોદીએ તાબડતોબ બોલાવી બેઠક

તૌકતે બાદ વધુ એક વાવાઝોડું દેશને ઘમરોળવા માટે તૈયાર છે. વાવાઝોડા યાસ Cyclone Yaas) ને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. 

May 23, 2021, 09:29 AM IST

ગુજરાતનો નવતર અભિગમ: રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના ૧૯૦ કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લામાં જશે

મુખ્યમંત્રી (CM) ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વિજય રૂપાણી (Vijay Rupani) એ આ સંદર્ભમાં કૃષિ વિભાગને સૂચવ્યું હતું કે, આવા નાશ પામેલા બાગાયતી પાકો નાળિયેરી, કેરી- (આંબા)ને ફરી પૂન: સ્થાપિત રિસ્ટોરેશન માટેની સંભાવનાઓ ચકાસી તે અંગે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞ કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પુરૂં પાડે.

May 21, 2021, 08:18 PM IST

DGVCL ના કર્મચારીઓનો કાફલો પહોંચ્યો ભાવનગર, રાત-દિવસ વ્યસ્ત વીજ કર્મચારીઓને દૈનિક ભથ્થુ બમણું અપાશે

વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવાની કઠીન કામગીરીમાં રાત-દિવસ વ્યસ્ત વીજ કર્મચારીઓને પણ મળતા દૈનિક ભથ્થુ બમણું આપવાનો પણ નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

May 21, 2021, 05:10 PM IST

તૌકતે વાવાઝોડું: ઓલપાડ તાલુકામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ, થયું આટલું નુકસાન

ખાસ કરીને ઓલપાડ (Olpad) તાલુકામાં ૬૪૫૮ હેકટરમાં ઉનાળું ડાંગરનું વાવેતર થયું હતું. જેમાંથી વાવાઝોડાના કારણે ૪૨૦૦ હેકટર ડાંગરને નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. 

May 21, 2021, 03:57 PM IST

ખેડૂતનો વલોપાત: લાખો રૂપિયાનો માલ તો બગડ્યો મજૂરીના પણ માથે પડ્યા

વાવાઝોડું ઘમરોળીને આગળ તો નીકળી ગયું છે પરંતુ વાવાઝોડા (Cyclone) ના ગયા પછી વેરેલા વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક તરફ કોરોના અને બીજી તરફ વાવાઝોડા (Cyclone)થી ખેડૂતો ની સ્થિતિ અતિ દયનિય બની છે.

May 21, 2021, 11:16 AM IST

વાવાઝોડાને કારણે વલસાદ જિલ્લામાં અનેક જગ્યાએ નુકસાન, તંત્રએ શરૂ કરી સર્વેની કામગીરી

તૌકતે વાવાઝોડાની અસર વલસાડ જિલ્લામાં પણ જોવા મળી હતી. વાવાઝોડાની સૌથી વધુ અસર ખેડૂતોને થઈ છે. કેરી તથા ચીકુના પાકમાં વધુ નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં 45 હજાર હેકટર આબાવાડીઓ આવેલી છે જેમાં 33 હજાર હેકટરમાં  પાક થતો હોય છે. 

May 20, 2021, 04:51 PM IST

CM એ અસરગ્રસ્તોને કહ્યું ડરશો નહીં સરકાર તમારી સાથે છે, રાહત કામગીરી માટે કામે લાગી આખી સરકાર

ગઇકાલે PM મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ, આજે CM Rupani વાવાઝોડાથી અત્યંત પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યાં છે. CM રૂપાણી આજે વાવાઝોડાથી ગંભીર રીતે અસરગ્રસ્ત એવા ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યાં છે.

May 20, 2021, 12:47 PM IST

સૌરાષ્ટ્રમાં તોફાન બાદ તારાજી, વાવાઝોડાએ ઉનાળુ પાકની મહેનત પર ફેરવી દીધું પાણી 

ગુજરાતમાં ત્રાટકેલાં વિનાશક વાવાઝોડાને કારણે ભારે નુકસાની થઈ છે. એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડાએ ઉનાળું પાકનો દાટ વાળી દીધો.

May 19, 2021, 04:57 PM IST

વિનાશક વાવાઝોડાએ પંચમહાલમાં વતાવ્યો પ્રકોપ, તારાજીને કારણે જગતનો તાત બન્યો પાયમાલ

ગુજરાત પર ત્રાટકેલાં તૌકતે વાવાઝોડાએ રાજ્યના અનેક જિલ્લામાં મોટું નુકસાન કર્યું છે. જેમાં રાજ્યના પંચમહાલ જિલ્લામાં સર્જાયેલી તારાજીને કારણે જગતના તાતના હાલ બેહાલ થઈ ગયા છે.

May 19, 2021, 03:57 PM IST

મોરારિબાપુ વાવાઝોડાના અસરગ્રસ્તોને કરશે 50 લાખની સહાય

ગુજરાતના તટીય વિસ્તારોમાં તાકતે વાવાઝોડાને લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને ઘર વખરીની નુકશાની થી માંડીને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો છે.

May 18, 2021, 11:07 PM IST

Cyclone Tauktae: સબ સ્ટેશનમાં પાણી ભરાયા, વાવાઝોડાના લીધે 3850 ગામોમાં છવાયો અંધારપટ

વાવાઝોડા (Cyclone) ને કારણે ઝાડ પડવાના અને વીજળીના થાંભલા પડી જવાના બનાવો વધુ બન્યા છે, પરિણામે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 5951 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને મંગળવારે સાંજ સુધીમાં તે પૈકીના 2,101 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ ચાલુ થઇ ગયો છે.

May 18, 2021, 10:29 PM IST

અમદાવાદ થી ગાંધીનગર જઇ રહ્યા છો તો આ ન્યૂઝ વાંચી લો, રૂટ થયો છે ડાયવર્ટ

ગાંધીનગર (Gandhinagar) માં પવન સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ પ્રમાણે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું તૌક્તે વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે.

May 18, 2021, 07:45 PM IST

Cyclone Tauktae: તૌક્તે વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં એસટી બસ સેવા બંધ કરાઇ

ભારતીય હવામાન ખાતા દ્વારા ધ સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તાઉ-તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે. તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરે 3:30 કલાકે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર કેન્દ્રિત થયેલું છે. જે અમદાવાદથી દક્ષિણ પશ્ચિમે 75 કિ.મી., દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સુરેન્દ્રનગરથી 40 કિલોમીટર જયારે ડીસાથી દક્ષિણ પશ્ચિમે 190 કિલોમીટરના અંતરે સ્થિત છે. 

May 18, 2021, 06:05 PM IST

Cyclone Tauktae: જાણો વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ શું છે, સાણંદમાં 2ના મોત

અમદાવાદમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પગલે લાઇટના થાંભલા, ઝાડ અને હોર્ડિંગ પડવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં થાંભલો ધરાશાયી થતાં લાઇટો ગૂલ થઇ ગઇ છે.

May 18, 2021, 05:22 PM IST

ચોમાસા પહેલાં અમદાવાદનો આ વિસ્તાર બોટમાં ફેરવાયો, પૂર્વ વિસ્તારની સ્થિતિ બગડી

તૌક્તે વાવાઝોડા (Tauktae Cyclone) એ ધારણા કરતા વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્ર (Saurashtra) ના જ જિલ્લાઓ નહિ, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે.

May 18, 2021, 04:06 PM IST

અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, કામ વગર ઘરથી બહાર ન નીકળવા તંત્રની સુચના

તૌકતે વાવાઝોડાએ દિવ-ઉના સહિત સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી સહિતના જિલ્લામાં તારાજી સર્જ્યા બાદ અમદાવાદ પાસેથી બપોરના 3 વાગ્યાની આસપાસ પસાર થવાનું છે. તૌકતે વાવાઝોડાને પગલે અમદાવાદનું વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયુ છે. જિલ્લા કલેક્ટરે કામ વગર કોઇ પણ વ્યક્તિને ઘરની બહાર ના નીકળવાની તાકીદ કરી છે.

May 18, 2021, 12:31 PM IST

તૌકતેથી ગુજરાતમાં 3 ના મોત, સીએમ રૂપાણીએ આપ્યા વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ

તૌકતે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર મુકાઈ ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાત પર ખતરો મંડરાઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને લીધે સ્થિતિ વધુ વિકટ બની છે

May 18, 2021, 12:07 PM IST