ગુજરાત

ગુજરાત સરકારમાં સબ સલામત, હાલ નેતૃત્વ પરિવર્તનની કોઇ જ શક્યતા નહી

ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય અટકળોનો હાલ પૂરતો અંત આવ્યો છે. ભાજપ સંગઠન અને સરકારના સુત્રોનો દાવો છે કે, હાલ પૂરતું ગુજરાત સરકારમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાય. પ્રદેશ પ્રભારીના અચાનક ગુજરાત પ્રવાસથી નેતૃત્વ પરિવર્તનની અટકળોને રાજકીય વેગ મળ્યો હતો.

Jun 15, 2021, 09:48 PM IST

અઢી મહિનામાં બાળકનુ બે વાર થયું અપહરણ, હવે પોલીસ રોજ બાળકને મળવા આવે છે

અઢી મહિનાના સમયગાળા દરમિયાન શ્રમજીવી પરિવારનાં બાળકનું બે વખત અપહરણ થઇ જતા અડાલજ પોલીસ દ્વારા બાળક ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે દિવસમાં એકવાર વિઝિટ કરીને તેના ભરણપોષણની પણ જવાબદારી નિભાવવાની કામગીરી ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારનાં ભોળપણનો ફાયદો ઉઠાવી નવજાત શિશુનુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી નર્સની ઓળખ આપીને અપહરણ કરાયું હતું. 

Jun 15, 2021, 07:27 PM IST

PALANPUR માં શહીદ જવાનનો પાર્થિવ દેહ વતનમાં લવાયો, આખા પરગણાના લોકોની આંખો ભીની થઇ

વડગામના મેમદપુરના શહીદ જવાનનો પાર્થિવ દેહ તેના માદરે વતન લવાયો હતો. મેમદપુરના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીર ખાતે શહીદ થયા હતા. જવાન શહીદ થતાં તેમના પાર્થિવ દેહને વતન લવાયો હતો. જ્યાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં હતા. શહીદ જવાનને શ્રદ્ધાંજલી પણ પાઠવી હતી. 

Jun 15, 2021, 05:57 PM IST

હવે ગુજરાતમાં 'લવ' થઇ શકશે પણ 'જેહાદ' નહી, આજથી 'લવ જેહાદ'નો કાયદો લાગુ

વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તનની પ્રવૃતિ અટકાવવા માટે વિધાનસભામાંથી પસાર કરાયેલા લવ જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદો આજથી ગુજરાતમાં લાગુ થઇ ચુક્યો છે. અગાઉ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આ કાયદો લાગુ કરવામાં આવી ચુક્યો છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજુ કર્યું હતું. જે વિધાનસભામાંથી પાસ થઇ ગયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે ગયું હતું. જે મંજુર થયા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આજથી ધર્મ સ્વાતંત્ર ધારા અધિનિયમ 2021નો અમલ શરૂ થઇ ચુક્યો છે. 

Jun 15, 2021, 05:11 PM IST

અમદાવાદીઓ વેક્સિન લેવા અને બગાડવા બંન્નેમાં અવ્વલ, વેક્સિનેશન વધે છે તેમ બગાડ પણ વધે છે

સ્માર્ટસિટી અમદાવાદમાં હાલમાં કોરોના સામે જંગ જીતવાના હેતુથી રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. રાજ્ય સરકારે 18 થી 44 વર્ષના વયજુથ માટે રસીનો વધુ જથ્થો ઉપલબ્ધ કરાવ્યા બાદ વેક્સીન લેનાર નાગરીકોની સંખ્યા અને ડોઝની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જે અંતર્ગત અમદાવાદમાં અત્યાર સુધી 2441111 રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

Jun 15, 2021, 04:41 PM IST

ઝાડુને જુતાનો ડર? આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા

આશ્રમ રોડ પર આવેલા વલ્લભ સદન હવેલી મંદિરમા અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ લોકોને બહાર બુટ ચપ્પલ કઢાવવામાં આવ્યા હતા. હજારો લોકો બુટ ચપ્પલ બહાર કાઢીને આવ્યા હતા. આ ઉપરાંત જેની પાસે આઇકાર્ડ નહોતું તેમને પણ અંદર પ્રવેશ નહોતા આપવામાં આવ્યા. 

Jun 14, 2021, 10:10 PM IST

કાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા

કાગદડી ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુએ 1 જૂને દવા પીને આપઘાત કરી લીધો હતો. જેમાં મહંતના ભત્રીજા અલ્પેશ સોલંકી, જમાઇ હિતેશ જાદવ અને રાજકોટનાં વિક્રમ સોહલા સહિતનાં ટ્રસ્ટીઓએ હાર્ટ એકેટમાં ખપાવીને અંતિમવિધિ કરી નાખી હતી. ત્યાર બાદ 6 જુને મહંતની સુસાઇડ નોટ મળતા 8 જૂનના રોજ ટ્રસ્ટી રામજીભાઇએ પોલીસમાં હિતેશ, અલ્પેશ અને વિક્રમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરીને આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. 

Jun 14, 2021, 09:56 PM IST

GUJARAT માં આપ ભાજપની B ટીમ તરીકે કામ કરશે, આપનું કોઇ અસ્તિત્વ નથી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતનાં પ્રવાસે છે. આજે અમદાદમાં તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે ગુજરાતની કફોડી સ્થિતિ અને ભાજપ તથા કોંગ્રેસની મિલિભગત અંગે પણ ચર્ચા કરી હતી. ગુજરાતમાં ભાજપનાં લોકો આ બંન્ને પાર્ટીઓથી ત્રસ્ત હોવાનું પણ જણાવ્યું હતુ. જો કે આ અંગે કોંગ્રેસી નેતા અર્જૂન મોઢવાડીયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કોંગ્રેસ જ ભાજપનો વિકલ્પ છે.

Jun 14, 2021, 06:52 PM IST

કોરોના થર્ડ વેવ દરમિયાન ગુજરાતનાં નાગરિકોને નહી પડે જરા પણ હાલાકી, જડબેસલાક આયોજન

કોરોના-કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા દ્વારા ‘હારશે કોરોના –જીતશે ગુજરાત’ ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારની રણનીતિ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં પ્રચાર માધ્યમો સમક્ષ મુખ્યમંત્રીએ કોરોના સંભવિત થર્ડ વેવ સામેનો રાજ્ય સરકારનો એકશન પ્લાન રજુ કર્યો હતો. 

Jun 14, 2021, 05:36 PM IST

કોંગ્રેસનાં અગ્રણીને જમીન દેખાડવાનાં બહાને બોલાવી 3 લોકોએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું

પાલિકાની ચૂંટણી લડી ચુકેલા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદાર કમ બિલ્ડરને 3 યુવકોએ મેસેજ કરીને વાઘોડીયા પાસેની જમીન જોવા માટે બોલવ્યા હતા. જો કે ત્યાં 7 કલાક ગોધી રાખીને કઢંગી હાલતમા ફોટા પાડ્યા હતા. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ફોટા વાયરલ કરવાની ધમકી આપીને 1 લાખની ખંડણી માંગી હતી. આશખ્સોએ બિલ્ડરની ચેઇન, રોકડ અને મોબાઇલ સહિત 73 હજારની મતા પડાવી લીધી હતી. બિલ્ડરે ફરિયાદ દાખલ કરતા વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરીને વડોદરાના 2 શખ્સોની ધરપકડ કરી હતી. 

Jun 13, 2021, 11:34 PM IST
Patidar Politics: Former MP Dilip Sanghani VS Khodaldham President Naresh Patel PT56M2S

Patidar Politics: પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી VS ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ

Patidar Politics: Former MP Dilip Sanghani VS Khodaldham President Naresh Patel

Jun 13, 2021, 07:25 PM IST

AHMEDABAD: કેજરીવાલે ગુજરાતીમાં ટ્વીટ ગુજરાત બદલાશે હું કાલે આવું છું

ગુજરાતમાં 2022 માં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે ત્યારબાદથી જ રાજકીય ગરમાવો વધી ગયો છે. પાટીદારો દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં પાટીદાર મુખ્યમંત્રીની માંગ અને આપના વખાણના પગલે હાલ ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નરેશ પટેલ દ્વારા સરકારની કોરોના દરમિયાનની કામગીરીની પણ ભારે ટીકા થઇ અને આમ આદમી પાર્ટીનાં વખાણના પગલે રાજકીય હડકંપ આવ્યો છે. 

Jun 13, 2021, 07:02 PM IST

AHMEDABAD: એરહોસ્ટેસ યુવતીની બાજુમાં આવી મિત્રએ અડપલા શરૂ કર્યા પછી...

શહેરનાં જગતપુર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ભાડે રહેતી એક એરહોસ્ટેસ યુવતી રૂમ પાર્ટનર તેના મિત્રોને ફ્લેટમાં દારૂની પાર્ટી કરવી મોંઘી પડી હતી. એરહોસ્ટેસ યુવતી તેના મિત્રો સાથે ફ્લેટ ભાડે રાખીને રહેતી હતી. તેની રૂમ પાર્ટનર યુવતીનાં મિત્રો ઘરે દારૂ પાર્ટી કરવા માટે આવ્યા હતા. બાદમાં યુવતી તેના રૂમમાં સુતી હતી ત્યારે એક યુવક તેની બાજુમાં આવીને સુઇ ગયો હતો. તેના અંગોને સ્પર્શ કરીને અભદ્ર માંગણીઓ કરવા લાગ્યો હતો. 

Jun 13, 2021, 06:37 PM IST

ગુજરાતનું એક એવું સ્થળ, જ્યાં માનતા પુરી થાય તો લોકો સેંકડો પાણીની બોટલો ચડાવે છે

આસ્થા ગુજરાતનું મહત્વનું પરિબળ છે. ગુજરાતનાં મહેસાણા અને પાટણ જિલ્લા વચ્ચે આવેલું છે, જ્યાં માનતા પુર્ણ કરવા માટે લોકો અહીં પોતાના પરિવાર સાથે આવીને પાણી ચડાવે છે. ગુજરાતમાં કદાચ એકમાત્ર આસ્થાનું કેન્દ્ર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યાં માત્ર પાણી ચડવાથી લોકોનાં ધાર્યા કામ પુર્ણ થાય છે. 

Jun 13, 2021, 05:26 PM IST

ગુજરાતમાં નવાજૂની? કેજરીવાલનાં આગમન અગાઉ નરેશ પટેલે સંમેલનમાં "આપ"ના વખાણ કર્યા

ગુજરાતમાં હાલમાં કોરોનાના બીજી લહેરમાં સરકારની નીતિ અને નિષ્ફળતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારથી પ્રજા નાખુશ છે જો કે પ્રજા કોંગ્રેસને પણ સત્તા નથી સોંપવા માંગતી તેવામાં ત્રીજા વિકલ્પ તરીકે આપ ખુબ જ મજબુત પક્ષ તરીકે ઉભરી રહ્યું છે. તેને ધીરે ધીરે લોકોનો જનાધાર પણ મળી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. 

Jun 12, 2021, 11:41 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 490 કેસ,1279 દર્દી રિકવર, 6 નાગરિકોનાં મોત

રાજ્યમાં કોરોના ફરી એકવાર કાબુમાં આવી રહ્યો છે. સેકન્ડવેવમાં રાજ્યની કમર ભાંગી નાખ્યા બાદ કોરોના હવે સંપુર્ણ કાબુમાં આવી ચુક્યો છે. રાજ્યમાં સાંજે 2,94,583 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનાં દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં દર્દીઓનાં સાજા થવાનો દર 97.46 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 490 કેસ જ નોંધાયા હતા. તો બીજી તરફ 1278 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધી 7,99,012 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

Jun 12, 2021, 07:55 PM IST

AHMEDABAD: કોરોના હળવો બનતા જ શહેરીજનો બન્યા બેખોફ, 10 દિવસમાં 22 હજારને દંડ

કોરોનાની બીજી લહેર બાદ હળવાશ થતાની સાથે જ હવે લોકો બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. જો કે આ સાથે માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે પોલીસે ફરી એક વખત લાલ આંખ કરી સખ્તાઈ વર્તવાનું શરૂ કરવું પડ્યું છે. માત્ર દસ જ દિવસ માં શહેર પોલીસ એ 22 હજાર લોકોને માસ્ક વગર ઝડપ્યા છે. અને લાખો રૂપિયા દન્ડ પણ વસુલ્યો.

Jun 12, 2021, 07:23 PM IST

પોલીસનો ડર નથી? અમદાવાદનાં ભરચક ટ્રાફિકવાળા વિસ્તારમાં આરોપીએ પોલીસને દોડાવ

અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી પોલીસ અને પ્રજા વચ્ચે થતાં ઘર્ષણના બનાવો તો જાણે સામાન્ય બની ગયા છે. પરંતુ હવે પોલીસ પર હુમલાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો પોલીસ પર હુમલાના ૩ બનાવો સામે આવ્યા. વોન્ટેડ આરોપીને પકડવા ક્રાઇમ બ્રાન્ચ ગઈ તો જાહેર રોડ પર ભરચક ટ્રાફિકમાં દોડાદોડ થઈ ગઈ. આરોપીએ પોલીસ પર હત્યાનો પ્રયાસ કર્યોને સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ હતી.

Jun 12, 2021, 05:03 PM IST

AHMEDABAD:સીલ કરાયેલી શાળાઓને AMC ની રાહત, શાળા ખોલવા માટેની મંજૂરી

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમીશનના મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી સીલીંગ કાર્યવાહી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચારથી પાંચ કલાક સુધી શાળાઓ ખોલવા મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Jun 12, 2021, 04:07 PM IST

VADODARA માં વધારે એક લવ જેહાદ: રાજા તરીકે ઓળખ આપી સગીરા પર અનેકવાર દુષ્કર્મ

શહેરના છાણી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને 20 વર્ષીય મિકેનીક વિધર્મી યુવકે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતા પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. તપાસમાં બહાર આવ્યું કે, પહેલીવાર ચાઇનીઝની લારી પર સગીરાને જોઇને અમાનતુલ્લાહે પોતાની ઓળખાણ રાજા તરીકે આપી હતી. દોષ વર્ષથી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ વિવિધ સ્થળે લઇજઇને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. 

Jun 10, 2021, 11:12 PM IST