કપિલ શર્મા પત્ની સાથે ઉપડ્યો બેબીમૂન માટે, ક્યાં? જાણવા કરો ક્લિક
કોમેડી કિંગ કપિલ શર્મા પત્ની ગિન્ની ચતરથને લઈને 'બેબીમૂન' પર નીકળ્યો છે. બુધવારે રાતે બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની બંને કેનેડા ગયા છે અને લગભગ 10 દિવસ સાથે વીતાવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગિન્ની 3-4 મહિનાની પ્રેગ્નેન્ટ છે. કપિલ પોતાના બિઝી શિડ્યુલના કારણે તેને સમય નથી આપી શકતો એટલા માટે તેમણે બેબીમૂન પ્લાન કર્યુ.
આ દરમિયાન કપિલ ક્લીન શેવ લુકમાં જોવા મળ્યો જ્યારે ગિન્ની બ્લેક આઉટફિટમાં બેબી બંપ છૂપાવતી જોવા મળી હતી. બંનેનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંને સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
નોંધનીય છે કે કોમેડી કિંગ કપિલ શર્મા હોલિવૂડ પ્રોજેક્ટનો હિસ્સો બનવા જઈ રહ્યો છે. કપિલ શર્મા હોલિવૂડ ફિલ્મની સુપરહિટ એનિમેટેડ ફિલ્મ ‘એન્ગ્રી બર્ડ 2’ના હિંદી વર્ઝનમાં લીડ રોલ ‘રેડ’ને પોતાનો અવાજ આપશે.
Trending Photos