રાશિફળ 16 જાન્યુઆરી: આ 3 રાશિના જાતકોને ધનલાભના યોગ, પદોન્નતિ અને સન્માન મળશે

Jan 16, 2019, 07:59 AM IST

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો. 

1/12

નાણાકીય મામલાઓમાં સમજદારીથી કામ લો. જીવનસાથીની સલાહથી ફાયદો થશે. નોકરીમાં સારી ઓફર મળશે. કોઈ પ્લાનિંગ મગજમાં ચાલતું હશે. કેટલાક મિત્રો સાથે મુલાકાત થશે જેમની સાથે ભવિષ્યની યોજનાઓ બનાવશો. 

2/12

સારું પ્લાનિંગ અને સમજી વિચારીને કામ કરવાથી મોટો ફાયદો થશે. વિચારેલા કામો પૂરા થવાના યોગ છે. નોકરી કે દિનચર્યામાં ફેરફાર કરવો જોઈએ. તમારી યોજનાઓથી બધાને પ્રભાવિત કરશો. ધનલાભના યોગ છે.   

3/12

આજે તમે નવા પ્રયોગ કરશો. કોન્ફિડન્સ વધશે. અંતરાત્માનો અવાજ સાંભળો. લોકો સાથે તાલમેળ રહેશે. રોમાન્સની તક રહેશે. પરિવાર કે મિત્રો સાથે ફરવા જઈ શકશો. 

4/12

કોશિશ કરશો તો સારી સફળતા મળશે. થોડો સમય એકલા રહીને વિતાવો તો સારું રહેશે. ઓફિસમાં કે ફિલ્ડમાં કોઈ મામલે સમાધાન કરવું પડી શકે છે. જે આવનારા દિવસોમાં તમારા ફેવરમાં રહેશે. લોકો તમારી વાત સાથે સહમત થશે. 

5/12

આજે કામ પૂરા કરવા માટે કોઈ પણ રીત અજમાવી શકો છો. નાણાકીય મામલે સારો દિવસ છે. નવી નોકરી પણ મળી શકે છે. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં ધનલાભના યોગ છે. પદોન્નતિ તથા સન્માન મળશે. 

6/12

ઓફિસમાં અનેક મામલાઓમાં સફળતા મળશે. કેરિયર સંબંધિત મામલામાં સમાધાન મળશે. ઓફિસમાં કામના વખાણ થશે. પ્રમોશન મળવાના યોગ છે. ગિફ્ટ મળશે. નવા લોકો સાથે મુલાકાત થશે. અટવાયેલા નાણા પરત મળશે. 

7/12

પોતાના પર ભરોસો રાખો. લોકોને મળો અને જરૂર પડે તો પ્રવાસ કરો. જૂની વાતો અને યાદોને ભૂલવાની કોશિશ કરો. ખુલ્લા મન અને પૂરેપૂરા ઉત્સાહથી બધી વાતો ધ્યાનમાં રાખીને કામ કરશો. રહેણી કરણીમાં પણ બદલાવ કરશો. 

8/12

ઓફિસમાં વધારાની જવાબદારી મળવાની શક્યતા છે. નવા કામ શરૂ કરી શકો છે. ઓફિસમાં કોઈ કામમાં આવેલી અડચણ દૂર થશે. તમારી મુલાકાત એવા લોકો સાથે થશે જે તમારા જીવન પર ઊંડો પ્રભાવ છોડશે. નાણાકીય મામલાની પતાવટ કરો. 

9/12

મોટાભાગની સમસ્યાઓ દૂર થશે. મોટું રોકાણ કર્યું હશે તો ફાયદો થશે. રોકાણ મામલે લોકોને મળો અને વાત કરો. કોઈ તક જવા ન દો. નવા અને રસપ્રદ લોકો સાથે મુલાકાતના યોગ છે. જોબ કે બિઝનેસમાં થોડા ફેરફારના એંધાણ છે.   

10/12

ખુબ ધૈર્ય અને નિયમિતતાની સાથે જે મહેનત કરી હતી તેનુ પરિણામ તમારી ફેવરમાં જ રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. વિચારેલા કામો પૂરા થશે. પૈસા કમાવવા તમારા માટે સરળ છે. વધુ વિકલ્પ મળશે. લોકોનું ધ્યાન તમારા પર રહેશે. 

11/12

કેટલાક ફેરફારની શરૂઆત આજથી થશે. સારો વ્યવહાર તમને સફળ બનાવશે, લોકો પણ ખુશ રહેશે. વિપરિત લિંગ તરફ આકર્ષણ વધશે. જીવનસાથી સાથે ક્યાંક ફરવા જશો. ધારણાઓ હકારાત્મક રાખો.  

12/12

સારી તકો મળી શકે છે. નવું પ્લાનિંગ અને તકોને લઈને મોટા નિર્ણય લઈ શકો છો. મોટી અડચણો દૂર થશે. ધનલાભ થશે. આવકનો નવો રસ્તો ખુલશે. બીજાની વાતો પર બહુ ધ્યાન ન આપો. તમારા કામથી બધાને ખુશ કરવાની કોશિશ કરો.