રાશિફળ 26 જૂન: આજનો દિવસ કોના માટે લાવ્યો શુભ સમાચાર અને કોણે રહેવું પડશે સાવધાન...ખાસ જાણો

Jun 26, 2020, 07:54 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

આજે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. પરંતુ આવકમાં ઘટાડો થવાના પણ યોગ છે. કોઈને પ્રપોઝ કરવા માટે સારો દિવસ છે. પરંતુ સમજી વિચારીને કામ કરો. જૂના દુખાવા હેરાન કરી શકે છે. ઓફિસમાં કેટલાક લોકો કોઈ વાત કે જાણકારી તમારાથી છૂપાવવાની કોશિશ કરી શકે છે. બચત અને રોકાણની યોજના બનાવી શકો છો. કેટલાક વિચારેલા કામો પૂરા કરવા માટે એકસ્ટ્રા મહેનત કરવી પડી શકે છે. 

2/12

બિઝનેસમાં આત્મનિર્ભરતા રહેશે. નવા લોકો સાથે કોન્ટેક્ટ થઈ શકે છે. કામકાજ સાવધાનીથી પૂરા કરો. પરિવારજનો સાથે સંબંધો મજબુત બની શકે છે. વાહન સુખ મળવાના યોગ છે. નોકરીની કોશિશ કરો. રૂપિયાના કોઈ પણ સોદા કે વ્યવસ્થા સાવધાનીથી કરો. કેરિયરના મામલામાં પણ જોખમ લેવાથી બચો. તમારા ખર્ચા વધી શકે છે. 

3/12

 નોકરી અને ધંધાના ફેસલાઓ ભાવુક થઈને ન લો. અવિવાહિત લોકો માટે સારો સમય કહી શકાય. પાર્ટનર તરફથી સુખ અને પ્રેમ મળવાના યોગ છે. ધન લાભ અને કિસ્મતના મામલામાં દિવસ ઠીક રહેશે. બિઝનેસના મામલાઓમાં તમારી જવાબદારી વધી શકે છે. અધિકારીઓ તમારાથી ખુશ થઈ શકે છે.   

4/12

બિઝનેસ અને નોકરીમાં પરિવાર તરફથી સહયોગ મળવાના યોગ છે. કાર્યસ્થળ પર  વાણીમાં સંયમ રાખો. તમારી ભાવનાનું સન્માન થઈ શકે છે. તમારે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. પગ અને માથાના દુખાવા થઈ શકે છે.   

5/12

બેરોજગાર લોકો માટે દિવસ ઠીક રહેશે. બિઝનેસમાં સફળતા મળી શકે છે. લાગણીશીલ રહેશો. કોઈ મોટા ફેસલા ભાવુક થઈને ન લો. જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર આવી શકે છે. પ્રમોશન કે નવી નોકરીના યોગ છે. કોઈ નવું કામ શરૂ થઈ શકે છે. ફાલતુ ખર્ચા પણ વધી શકે છે.

6/12

તમે કોઈ વિવાદમાં પડી શકો છો. અચાનક ખર્ચો આવી શકે છે. અટવાયેલા નાણા મળતા વાર લાગી શકે છે. કોઈના ત્યાંથી ઉધાર રૂપિયા પણ લેવા પડી શકે છે. કોઈ નવી ચીજ, ઘટનાક્રમ કે કામ તમારી સામે આવી શકે છે. તમારા રોજબરોજના કામકાજની પદ્ધિતિમાં ફેરફાર કરવો પડી શકે છે. સુખના સાધનો પર ખર્ચ થશે. 

7/12

દેવાથી છૂટકારો મળવાના યોગ બની રહ્યાં છે. તમારા કામ પર પૂરેપૂરી નજર રાખો. મોટા લોકો પાસેથી પણ સમય પર મદદ મળશે. રોજબરજોના કામકાજમાં સહયોગ મળશે. તમારા કામ સરળતાથી પૂરા થશે. તમારી બનાવેલી યોજનાઓ કારગર સાબિત થશે. દિવસ  વ્યસ્ત રહેશે. તમારા કોન્ટેક્ટ અપડેટ થઈ શકે છે. 

8/12

ધૈર્યની કમી થવાથી કામકાજમાં રૂકાવટ પેદા થઈ શકે છે. કોઈ પણ કામકાજમાં અતિ ન કરે. આશા મુજબ મહેનતનું ફળ ઓછુ મળે તેવી શક્યતા છે. નોકરીયાતોએ કામકાજમાં સાવધાની રાખવી પડશે. બિઝનેસમાં કોઈ પ્રકારની વાતથી તમારા માટે ટેન્શન વધી શકે છે. વિવાદ પણ થઈ શકે છે. ભારે ભોજનથી સમસ્યા થઈ શકે છે. 

9/12

આજે તમે નવા બિઝનેસ તરફ આકર્ષિત થઈ શકો છો. નોકરીમાં ફેરફારના યોગ છે. કામકાજમાં સાવધાની રાખો નહીં તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે. નોકરી અને કામકાજને લઈને મટોા લોકો સાથે સાર્થક વાતચીત થઈ શકે છે. સાથે કામ  કરનારા લોકો પાસેથી સમય પર મદદ મળવાના યોગ છે. કેટલાક મામલાઓમાં ભાગ્યનો સાથ મળી શકે છે. 

10/12

લવ પાર્ટનર પાસેથી સરપ્રાઈઝ મળી શકે છે. લવર સાથે તમારો સમય સારો પસાર થશે. તમારો મૂડ પણ સારો રહેશે. ધન લાભ થઈ શકે છે. વિચારેલા કામો જલદી પૂરા થઈ શકે છે. કામકાજ પૂરા થશે તો આવનારા દિવસોમાં ફાયદો થશે. તમારા મનમાં જે પણ યોજના છે તેના પર કામ શરૂ કરો. ઓફિસમાં વર્ક લોડ વધી શકે છે. 

11/12

અચાનક ધનલાભના યોગ છે. બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં આવતી પરેશાનીઓ ખતમ થઈ શકે છે. બિઝનેસ વધી શકે છે. પાર્ટનરથી સહયોગ મળવાના યોગ બની રહ્યાં છે. પાર્ટનર તમારી ભાવનાઓને સમજશે અને સમય આપશે. તમારો બિઝનેસ સારો ચાલશે. તમને ફાયદો થઈ શકે છે. મનમાં અજાણ્યો ડર અને અનિશ્ચિતતા રહેશે. સાવધાન રહો. 

12/12

તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે. સાવધાન રહો. વાદ વિવાદના યોગ બની રહ્યાં છે. કોઈ પણ સાથે નકામા વાદ વિવાદમાં ન પડો. વિચારેલા કામ પૂરા થવામાં થોડો સમય અને ખર્ચા થઈ શકે છે. ઓફિસ કે ફિલ્ડમાં પોતાને સકારાત્મક રાખવાની કોશિશ કરો. આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની કોશિશ કરશો.